'મારી માતાનું નાની ઉંમરે શોષણ થયું અને મારો જન્મ થયો', રેપ સર્વાઇવરનાં પુત્રીની કહાણી
'મારી માતાનું નાની ઉંમરે શોષણ થયું અને મારો જન્મ થયો', રેપ સર્વાઇવરનાં પુત્રીની કહાણી
“મારો જન્મ થયો ત્યારે મારાં માતા માત્ર 15 વર્ષનાં હતાં. તેમના પર મારા પિતાએ જ બળાત્કાર કર્યો અને મારો જન્મ થયો.”
આ કહાણી છે તસનીમની.
તસનીમનો જન્મ તેમનાં માતા પર થયેલા બળાત્કાર બાદ થયો હતો. આ વાતને લઈને તેઓ પોતાની લાગણી રજૂ કરતાં ખૂબ દુ:ખ અનુભવે છે.
તેઓ પોતાનાં માતા અને પોતાના જન્મ વિશે વાત કરતાં આગળ કહે છે કે, “મારા પિતા જે મારાં માતા કરતાં દસ વર્ષ મોટાં હતાં તેમણે ઘરને આગ ચાંપીને મારાં માતાને મારી નાખ્યાં. પરંતુ હું બચી ગઈ. મારા પિતા વિશે આ બધું જાણીને હું દુ:ખી થઈ જતી અને ક્યારેક મને ચિંતા પણ થતી.”
તસનીમ જીવનમાં ખૂબ જ કપરા સંજોગોનો સામનો કરી ચૂક્યાં છે, બળાત્કારી અને હત્યારા પિતા તેમજ બળાત્કારના સર્વાઇવર એવાં માતાનાં પુત્રીની સંપૂર્ણ કહાણી જાણો માત્ર બીબીસી ગુજરાતી સાથે.





