મોરબી પુલ દુર્ઘટના : મોરબીનો ઝૂલતો પુલ તૂટતો જોનારે કહ્યું કે એ સમયે શું થયું હતું?

વીડિયો કૅપ્શન, મોરબી પુલ દુર્ઘટના : ઝૂલતો પુલ તૂટતો જોનારે કહ્યું કે એ સમયે શું થયું હતું?
મોરબી પુલ દુર્ઘટના : મોરબીનો ઝૂલતો પુલ તૂટતો જોનારે કહ્યું કે એ સમયે શું થયું હતું?

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ પડી જતાં દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં પુલ પર હાજર સંખ્યાબંધ લોકો નદીમાં પડ્યા હતા જેમાં 60થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજાએ સમાચાર એજન્સી એએનઆઈને માહિતી આપતા કહ્યું કે, "આ ઘટનામાં 60થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે." ત્યારે જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ કાર્યાલય અનુસાર 170 લોકોને બચાવવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે "સાંજે 6.40 વાગ્યે પુલ તૂટી પડવાની ઘટના ઘટી હતી. ઈજાગ્રસ્તોને બચાવવાની કામગીરી ઝડપથી શરૂ કરી દેવાઈ હતી."