એ ગુજરાતી મહિલા જે નીતા અંબાણીને ત્યાં લગ્નગીત ગાવા ખાસ મુંબઈ જાય છે

વીડિયો કૅપ્શન, આ મહિલા એવાં લોકગીત ગાય છે કે નીતા અંબાણીએ લગ્નમાં બોલાવી લીધાં
એ ગુજરાતી મહિલા જે નીતા અંબાણીને ત્યાં લગ્નગીત ગાવા ખાસ મુંબઈ જાય છે

આજના આધુનિક યુગમાં લગ્નગીતો અને ફટાણાં ગાવાની પરંપરા ધીરે ધીરે વિસરાઈ રહી છે અને ડીજે સાથે પ્રસંગો ઊજવાઈ રહ્યા છે. ત્યારે સુરતનાં વૈશાલી ગોહિલે વર્ષોથી ચાલી આવતા આ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું બીડું ઝડપ્યું છે.

તેમના કર્ણપ્રિય અવાજનું અનુમાન એ વાતથી લગાવી શકાય કે નીતા અંબાણીએ પોતાના પુત્રના પ્રસંગમાં લગ્નગીત ગાવા તેમને આમંત્રિત કર્યાં હતાં.

વૈશાલીબહેને લગ્નગીત ગાવાની શરૂઆત ચાર છોકરીની ટીમ સાથે કરી હતી પરંતુ આજે 14થી 16 સભ્યો તેમની ટીમમાં છે.

વૈશાલીબહેનના પતિ હરીન ગોહિલે તેમના સંગીતના શોખને પ્રોત્સાહન આપવા મહત્ત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમજ સોશિયલ મીડિયા થકી તેઓ યુવાનો સુધી પોતાની કળાને પહોંચાડવામાં સફળ રહ્યા છે.

નવી પેઢી આ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાને ભવિષ્યમાં પણ ચોક્કસ સ્વીકારશે અને આ કલા જીવંત રહેશે એવો વૈશાલીબહેનને વિશ્વાસ છે.

વૈશાલી ગોહિલ
બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી