મુકેશનાં 100 વર્ષ... દર્દભર્યાં ગીતોથી ચાહકો પર રાજ કરનાર ગાયકની કહાણી
મુકેશનાં 100 વર્ષ... દર્દભર્યાં ગીતોથી ચાહકો પર રાજ કરનાર ગાયકની કહાણી
22 જુલાઈના રોજ ગાયક મુકેશનાં 100 વર્ષ પૂર્ણ થશે. મુકેશના અવાજને પસંદ કરનારા આજે પણ કહે છે કે દર્દને વ્યક્ત કરતો કોઈ અવાજ હોય તો તે મુકેશનો જ છે.
મુકેશે એક વાર બીબીસી હિન્દીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “જો મને દસ લાઇટ ગાયનો મળે અને એક ઉદાસીભર્યું ગાયન મળે તો હું દસ લાઇટ ગાયનોને બદલે હું એક સૅડ સોંગ ગાવાનું વધુ પસંદ કરીશ.”
આ સંજોગ હશે કે 50, 60, 70ના દશકમાં મુકેશ, રફી, કિશોર અને મન્ના ડે જેવા ગાયકો એક જ સમયમાં ગીતો ગાતાં હતા.
મુકેશનું કભી કભી મેરે દિલ મેં યહ ખયાલ આતા હૈ, રફીનું દિન ઢલ જાયે...તો કિશોરનું ખઇ કે પાન બનારસવાલા... આ પૈકી તમે કોનું ગીત વધુ પસંદ કરશો. આ મુશ્કેલ કામ લાગે છે.
મુકેશના પુત્ર નીતિન મુકેશે બીબીસી સાથે ખાસ વાતચીતમાં ઘણા જુના કિસ્સાઓ સંભળાવ્યા.






