લાકડીના ટેકે શાળાએ જતાં 80 વર્ષનાં દાદીનો ભણવાનો જુસ્સો ‘યુવાનોને પણ શરમાવે’ એવો છે
લાકડીના ટેકે શાળાએ જતાં 80 વર્ષનાં દાદીનો ભણવાનો જુસ્સો ‘યુવાનોને પણ શરમાવે’ એવો છે
લાકડીના ટેકે શાળાએ જતાં વયોવૃદ્ધ દાદીનો શિક્ષણ પ્રત્યેનો જુસ્સો ‘યુવાનોને પણ શરમાવે’ એવો છે
નેપાળનાં વૃદ્ધા રતનકુમારી શુનુવર બાળપણમાં ભણી શક્યાં નહોતાં. તેથી થોડાં વર્ષો પહેલાં અભ્યાસની શરૂઆત કરી હવે તેઓ લાકડીને ટેકે પોતાનું ભણતર પૂરું કરવા શાળાએ પહોંચે છે.
તેઓ હાલ 12મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યાં છે.
શિક્ષણ પ્રત્યેના જુસ્સાને કારણે વૃદ્ધાવસ્થા દરમિયાન આરામ કરવાના સ્થાને આ દાદીએ ભણવાનો પડકાર ઝીલ્યો.
તેમણે દસમાની પરીક્ષા પાસ કરી અને હવે 12 ધોરણમાં ભણી રહ્યા છે.
દાદી ઉંમરને શિક્ષણ માટે મર્યાદારૂપ માનતાં નથી. તેમના જુસ્સાને જોઈને ઉંમરને કારણે અમુક કામો ન કરવાનું વલણ ધરાવનાર લોકોનાં મનમાં પ્રશ્ન ઊભો થાય એ સ્વાભાવિક છે.






