ગામડાની ગરીબ યુવતીઓએ રાષ્ટ્રીય સ્તરે જગ્યા કેવી રીતે બનાવી?

વીડિયો કૅપ્શન, ગામડાની ગરીબ યુવતીઓએ નેશનલ સ્તરે તેમની જગ્યા કેવી રીતે બનાવી?
ગામડાની ગરીબ યુવતીઓએ રાષ્ટ્રીય સ્તરે જગ્યા કેવી રીતે બનાવી?

અલ્ટીમેટ ફ્રીસબી જેને અલ્ટીમેટ પણ કહેવામાં આવે છે તે આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટી દ્વારા માન્ય એક ટીમ સ્પોર્ટ છે.

જોકે ભારત સરકાર દ્વારા તેને હજુ માન્યતા નથી મળી, એટલે આ રમત માટે ખેલાડીઓને કોઈ સહાય નથી મળતી. નેશનલ ટીમમાં હોવા છતાં ફંડ જાતે જ ભેગું કરવાનું, ખેલાડીઓ પોતાના પૈસા જાતે કાઢવાના.

દિલ્હીના ઝમરુદપુરના 6 ખેલાડીઓ વર્લ્ડ અલ્ટીમેટ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે. જાણો આ વીડિયો અહેવાલમાં કે ગામડાની આ યુવતીઓએ નેશનલ ટીમમાં સ્થાન મેળવવા માટે કેવા પડકારોનો સામનો કર્યો?

અલ્ટીમેટ ફ્રીસબી

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.