છોટુ વસાવા દક્ષિણ ગુજરાતમાં પોતાનો દબદબો જાળવી શકશે?
છોટુ વસાવા દક્ષિણ ગુજરાતમાં પોતાનો દબદબો જાળવી શકશે?
ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, અગાઉ પહેલી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું.
ગુજરાતમાં આ ચૂંટણીનું આઠ ડિસેમ્બરે પરિણામ આવશે.
પહેલા તબક્કામાં દક્ષિણ ગુજરાતમાં થયેલા મતદાનમાં ભરૂચ જિલ્લાની આદિવાસી વિસ્તારની બેઠકો મામલે છોટુ વસાવાની પાર્ટી કેટલી અસર કરી એ પણ ચર્ચાનો મુદ્દો રહ્યો છે.
આ વખતે જોકે પરિસ્થિતિ થોડી જુદી છે અને છોટુ વસાવાની પાર્ટીમાં પારિવારિક મતભેદો પણ સામે આવ્યા છે, તેવામાં તેની ચૂંટણી પર કેવી અસર રહેશે એ સવાલ છે.
બીબીસીએ રાજકીય વિશ્લેષક નરેશ વરિયા સાથે વાત કરીને વિગતે જાણવાનો પ્રયાસ કર્યો.






