સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં જેમની જમીન ગઈ એ લોકોની હાલત શી છે?

સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં જેમની જમીન ગઈ એ લોકોની હાલત શી છે?

કેવડિયા કૉલોની ખાતે બનાવેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં જે લોકોની જમીન ગઈ હતી તેમાંથી કેટલાકને દર મહિને આઠ હજાર રૂપિયાના નજીવા પગારે નોકરી પર રાખવામાં આવ્યા હતા.

પણ છ મહિના પહેલાં તેમની નોકરી પણ છીનવાઈ ગઈ હતી. પહેલાં પોતાની જમીન ગુમાવી ચૂકેલા અહીંના લોકો હવે નોકરીથી પણ વંચિત છે.

ગ્રામજનોનું કહેવું છે કે નોકરીમાં પણ તેમનું શોષણ થતું હતું. તેમનો પગાર ન વધારવો પડે એટલા માટે તેમનો કૉન્ટ્રાક્ટ લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવતો ન હતો.

જુઓ કેવડિયાથી બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનો અહેવાલ...

Redline
Redline