જંગલ જેટલું મોટું એક ઝાડ કેવી રીતે બચાવાયું?
જંગલ જેટલું મોટું એક ઝાડ કેવી રીતે બચાવાયું?
તેલંગણાના મહેબૂબનગર શહેર પાસે પલ્લઇમરી પાર્ક આવેલો છે. જેમાં વિકસેલો એક વડલો ત્રણ એકરના વિસ્તારમાં ફેલાયેલો છે.
અધિકારીઓનું કહેવું છે કે મહેબૂબનગરનું વૃક્ષ દેશમાં સૌથી વધુ ફેલાયેલાં વડનાં વૃક્ષોમાંથી એક છે. જોકે, 2017માં આ વૃક્ષે મોટા સંકટનો સામનો કરવો પડ્યો હતો.
વડનો એક તરફનો હિસ્સો પડી ગયો. વડવાઈઓ સડવા લાગી, તેમાં ઉધઈ પેસી ગઈ અને પાંદડાં પણ ખરવાં લાગ્યાં.
આવા સમયે વનવિભાગના અધિકારીઓએ મૃતપ્રાય ઝાડમાં નવેસરથી પ્રાણ ફૂંકવાના પ્રયાસ કર્યા.
પાર્કનું આ વટવૃક્ષ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
આ વીડિયોમાં જુઓ વૃક્ષને કેવી રીતે નુકસાન થયું હતું અને તેને કેવી રીતે બચાવી લેવાયું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



