જન્મ સમયે તાળવું, નાક કે હોઠ નહોતાં, ઉત્તમ મારૂ હવે બન્યા સંસ્કૃતના પ્રોફેસર
જન્મ સમયે તાળવું, નાક કે હોઠ નહોતાં, ઉત્તમ મારૂ હવે બન્યા સંસ્કૃતના પ્રોફેસર
રાજકોટના ઉત્તમ મારુનું જીવન એક અદ્ભુત અને અદ્વિતીય વ્યક્તિની પ્રેરણાદાયી સફર છે. જન્મ સમયે તેને આંખ, નાક, હોઠ અને તાળવું નહોતું. તે જીવશે કે નહીં એ વિશે પણ શંકા હતી.
ડૉક્ટરોએ પરિવારને બાળકને ન જીવાડવાની સલાહ પણ આપી. પણ ઉત્તમના દાદાએ ડૉક્ટરોની સલાહ ન માની અને ઉત્તમને સંભાળી મોટા કર્યા.
ઉત્તમની યાદશક્તિ અદ્ભુત છે. પોતાની આ વિશિષ્ટ ક્ષમતાઓ સાથે ઉત્તમે મુશ્કેલ પરીક્ષાઓ પાસ કરી અને સરકારી કૉલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે પસંદગી મેળવી.
હાલમાં ઉત્તમ "શ્રીમદ્દ ભગવદગીતાનું માનવીય સમસ્યાઓના નિર્મૂલનમાં યોગદાન" વિષય પર Ph.D કરી રહ્યા છે.
જુઓ તેમની કહાણી આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



