BBC ISWOTY 2024નાં નૉમિની અવનિ લેખરા અંગે તમે શું જાણો છો?
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરના પાંચમા સંસ્કરણ માટે શૉર્ટલિસ્ટ થયેલાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
આ પાંચ દાવેદારોમાં શૂટર મનુ ભાકર, ગોલ્ફર અદિતિ અશોક, ક્રિકેટર સ્મૃતિ મંધાના, કુસ્તીબાજ વીનેશ ફોગાટ અને ત્રણ-ત્રણ પૅરાલિમ્પિક મેડલવિજેતા ભારતીય શૂટર એવાં 23 વર્ષીય અવનિ લેખરાનો પણ સમાવેશ થાય છે.
2020 ટોક્યો પૅરાલિમ્પિક્સમાં એક ગોલ્ડ અને એક બ્રૉન્ઝ મેડલ જીત્યા બાદ તેમણે 2024માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
2015માં તેમની શાળામાં ઉનાળુ વૅકેશનમાં અવનિને રમત તરીકે શૂટિંગની જાણકારી મળી હતી.
તેમનો શોખ એક જુસ્સો બની ગયો અને તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને ક્ષેત્રે સ્પર્ધાઓ જીતવાનું શરૂ કરી દીધું.
છેલ્લાં 12 વર્ષમાં અવનિએ ત્રણ વર્લ્ડકપમાં ભાગ લીધો. જેમાં તેમણે ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીત્યા. તેમણે 2022ની એશિયન પૅરા ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નોંધપાત્ર સિદ્ધિઓ માટે અવનિને નાગરિક સન્માન પદ્મશ્રી અને સર્વોચ્ચ રમત સન્માન ખેલરત્નથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



