જામનગર : બે દિવસ સુધી પાણીમાં ફસાયેલા લોકોએ કેવી તકલીફો વેઠી?
જામનગર : બે દિવસ સુધી પાણીમાં ફસાયેલા લોકોએ કેવી તકલીફો વેઠી?
ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનો કેર યથાવત રહેતાં ગામો અને નગરો હજુ પણ પાણીમાં ગરકાવ છે.
જામનગર, પોરબંદર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં હજુ પણ લોકોને રૅસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.
જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 2,300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જામગનર જિલ્લા વહીવટીતંત્ર અનુસાર અત્યાર સુધી આર્મીની ત્રણ ટુકડીઓ, ફાયર વિભાગ અને ઍરફૉર્સે 450 લોકોનું રૅસ્કયૂ કર્યું છે.
જાણો આ વીડિયો અહેવાલમાં કે જામનગરમાં પાણીમાં ફસાયેલા લોકોએ કેવી તકલીફોનો સામનો કરવો પડ્યો.....

ઇમેજ સ્રોત, DARSHAN THAKKAR
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



