નાઇજીરિયા : દસ વર્ષ પહેલાં જે 276 બાળકીઓનું અપહરણ કરી લેવાયું હતું એમનાં માતાપિતાની કેવી સ્થિતિ છે?
નાઇજીરિયા : દસ વર્ષ પહેલાં જે 276 બાળકીઓનું અપહરણ કરી લેવાયું હતું એમનાં માતાપિતાની કેવી સ્થિતિ છે?
ઉત્તર નાઇજીરિયામાં દસ વર્ષ પહેલાં બનેલી આ ઘટનામાં 276 બાળકીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું.
આ બાળકીઓમાંથી 80 બાળકીઓની ભાળ હજુ પણ મળી નથી. નાઇજીરિયાના ચિબૂકમાં આવા કિસ્સાઓ હજુ પણ બનતા રહે છે.
એક શાળામાંથી જ આ બાળકીઓનું એક સાથે અપહરણ કરી લેવામાં આવ્યું હતું.
આ બાળકીઓનાં માતાપિતા હજુ પણ આ પીડા ભોગવી રહ્યાં છે. તેમને તેમનાં બાળકોને જીવતાં જોવાની હજુ પણ આશા છે.
નાઇજીરિયાની આ બાળકીઓ પરત ફરવાની શું સંભાવના છે?
જુઓ તેમની સાથે બીબીસીની વિશેષ વાતચીત...

ઇમેજ સ્રોત, Getty Images
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)



