ટનલમાં ફસાયેલા પુત્ર પાસે પિતાને મોકલવા જે માતાએ ઘરેણાં ગિરવી મૂક્યાં, તેમણે પુત્રના સમાચાર સાંભળી શું કહ્યું?
ટનલમાં ફસાયેલા પુત્ર પાસે પિતાને મોકલવા જે માતાએ ઘરેણાં ગિરવી મૂક્યાં, તેમણે પુત્રના સમાચાર સાંભળી શું કહ્યું?
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં કાટમાળ ધસી પડતાં ફસાઈ ગયેલા 41 મજૂરોને 17 દિવસે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
હાલમાં તમામ મજૂરોની તબિયત સારી છે અને ડૉક્ટરો મંજૂરી આપે તે પછી તેઓ પોતપોતાના ઘરે જશે.
મજૂરો બહાર આવતાં જ તેમની અલગ-અલગ કહાણીઓ પણ સામે આવી છે.
'મારી પત્નીના ઘરેણા ગિરવી મૂકીને હું મારા પુત્રને હેમખેમ જોવા માટે અહીં આવ્યો છું.' ટનલમાં ફસાયેલા મંજીતના પિતાના આ શબ્દો છે.
તેમના પુત્રને સુરક્ષિત જોયા બાદ તેમણે શું કહ્યું?
જાણો તેમની કહાણી આ વીડિયોમાં...