ગુજરાતના આ ગામની દૂધમંડળી વર્ષે 67 કરોડ લીટર વધુ દૂધ ભરાવતી મંડળી કેવી રીતે બની?

વીડિયો કૅપ્શન, Banaskantha: આ દૂધમંડળી એશિયામાં સૌથી વધુ દૂધ ભરાવતી ડેરી કેવી રીતે બની?
ગુજરાતના આ ગામની દૂધમંડળી વર્ષે 67 કરોડ લીટર વધુ દૂધ ભરાવતી મંડળી કેવી રીતે બની?

બનાસકાઠાંના ધાનેરા તાલુકાના થાવર ગામની દૂધ સહકારી મંડળીનો દાવો છે કે તેઓ વાર્ષિક 67.03 કરોડ લીટર કરતાં વધુ દૂધ પશુપાલકો પાસેથી ખરીદે છે.

થાવર સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતું ગામ હોવાનું ગામ લોકો કહે છે.

કેશીબહેન આ થાવર ગામનાં પશુપાલક છે અને તેમની પાસે 90 પશુઓ છે.

તેઓ ગાય ભેંસનું દૂધ ભરાવી સારીએવી આવક પણ મેળવે છે.

આ ઉપરાંત ગામના અનેક પશુપાલકો વાર્ષિક લાખો રૂપિયાનું દૂધ જમા કરાવે છે.

પશુપાલકોને સહકારી મંડળી દ્વારા આપવામાં આવતી અનેક સહાયનો લાભ પણ મળે છે.

milk દૂધ મંડળી બનાસકાંઠા

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.