બનાસકાંઠા : ત્રીજા ધોરણમાં ભણતા આ છોકરાએ એવું શું કર્યું કે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો?
બનાસકાંઠા : ત્રીજા ધોરણમાં ભણતા આ છોકરાએ એવું શું કર્યું કે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો?
ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારના સાત વર્ષના છોકરાને જોઈને કદાચ કોઈ એવું ન કહી શકે કે તેના વીડિયો ઇન્ટરનેટની દુનિયામાં વાઇરલ થઈ ગયા છે.
આ બાળકનું નામ છે છોટુ.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આદિવાસી વિસ્તારના પરિવારમાં જન્મેલા છોટુનાં માતાપિતા વિકલાંગ છે. તેમનો પરિવાર અતિશય ગરીબ છે.
ત્રીજા ધોરણમાં ભણતા છોટુને ગાવાનો અને ડાન્સનો જબરો શોખ છે.
આ શોખને પારખીને તેના પિતરાઈ ભાઈએ એક વીડિયો બનાવ્યો, અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો.
આ વીડિયો એટલો વાઇરલ થઈ ગયો કે એક જાણીતા ગાયકે બાળકનો સંપર્ક કર્યો અને એક ગીત બનાવીને યૂટ્યૂબમાં અપલોડ કર્યું.
આમ, માત્ર સાત વર્ષનો આ છોકરો સમગ્ર ગુજરાતમાં એક જાણીતું નામ બની ગયો. જુઓ, બીબીસી ગુજરાતી સાથે તેમની ખાસ મુલાકાત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



