68 વર્ષીય દાદીની વ્યથા, જેમને પૌત્રે જંગલ નોધારાં છોડી દીધાં

વીડિયો કૅપ્શન, પૌત્ર, તેમના દાદીને જંગલમાં મૂકી આવ્યો, પછી આ વૃદ્ધા કેવી રીતે મળ્યાં, આખી ઘટના શું છે?
68 વર્ષીય દાદીની વ્યથા, જેમને પૌત્રે જંગલ નોધારાં છોડી દીધાં

યશોદાબહેન ગાયકવાડની ઉંમર 68 વર્ષ છે અને તેઓ પથારીવશ છે. બે દીકરાના મૃત્યુ બાદ તેઓ પૌત્ર પર નિર્ભર થઈ ગયાં હતાં.

એક દિવસ પૌત્રે રિક્ષા બોલાવીને કેટલાક લોકોને ભેગા કર્યા અને કહ્યું કે તેઓ યશોદાબહેનને હૉસ્પિટલે લઈ જશે, એ પછી તે દાદીને આરેના જંગલમાં લઈ ગયો અને તેમને ત્યજી દીધાં.

ચામડીના કૅન્સર અને ડાયાબિટીસથી પીડિત યશોદાબહેન આરેના જંગલમાં એકલાં અને અવાક થઈ ગયાં હતાં.

પૌત્રે કહાણી ઘડીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળ રહ્યો ન હતો.

હાલ યશોદાબહેનની મુંબઈની પ્રતિષ્ઠિત કૂપર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

યશોદાબહેનની કહાણી જુઓ આ વીડિયોમાં.

યશોદા ગાયકવાડ, મહિલા સારવાર, કૂપર હોસ્પિટલ, આરે જંગલ,

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન