આ દેશમાં 250 જેટલા હાથીઓને મારી નાખવાનો નિર્ણય કેમ લેવાયો?

વીડિયો કૅપ્શન, આ દેશમાં 250 જેટલા હાથીઓને મારી નાખવાનો નિર્ણય કેમ લેવાયો?
આ દેશમાં 250 જેટલા હાથીઓને મારી નાખવાનો નિર્ણય કેમ લેવાયો?

આફ્રિકાના ઝિમ્બાબ્વેમાં 250થી વધારે હાથીઓને મારી નાખવાનો નિર્ણય લેવાયો છે. ઝિમ્બાબ્વેમાં હાથીઓની સંખ્યા ઘણી વધી ગઈ છે અને સરકારના કહેવા પ્રમાણે હવે વધારે હાથીઓ સાચવી શકાય તેમ નથી.

ઝિમ્બાબ્વેમાં લગભગ 2550 હાથીઓ છે. વસ્તી નિયંત્રણ માટે આવી રીતે જંગલી પ્રાણીઓને મારવાનું કામ બીજા દેશોમાં પણ થાય છે.

જેમ કે ઑસ્ટ્રેલિયામાં કાંગારુઓની વસતી કન્ટ્રોલમાં રાખવા તેને કાયદેસર રીતે મારી શકાય છે.

બીજી તરફ લોકોનું કહેવું છે કે હાથીઓને મારી નાખવા કરતા તેમને અન્યત્ર ખસેડવાનો નિર્ણય લેવાની જરૂર હતી.

આફ્રિકા, હાથી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન