ઇઝરાયલ-પેલેસ્ટાઇનઃ એ જૂની ફૉર્મ્યુલા, જે ‘દુશ્મનાવટ’ ખતમ કરી શકે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માર્ટિન આસેર, લમીસ અલતાલેબી અને પોલ ક્યૂસિએક
- પદ, બીબીસી અરેબિયન સર્વિસ
ઇઝરાયલ પર હમાસનો હુમલો. તેના જવાબમાં ઇઝરાયલ દ્વારા બૉમ્બમારો અને ગાઝામાં જમીન પર હુમલો.
બે મહિનાથી ચાલી રહેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધથી પેલેસ્ટાઇનના મુદ્દે આખરે કોઈ નિષ્કર્ષ નીકળશે?
બે રાષ્ટ્રની ફોર્મ્યુલાની હિમાયત કરતા લોકો માને છે કે ઑક્ટોબરથી શરૂ થયેલી હિંસાએ વિરોધાભાસી રીતે તેમના હેતુને જ આગળ વધાર્યો છે.
બે રાષ્ટ્રના સિદ્ધાંત હેઠળ વેસ્ટ બૅન્ક વિસ્તારમાં ગાઝા સ્ટ્રીપ અને પૂર્વ જેરુસલેમમાં 1967ની સંઘર્ષવિરામ રેખાની પહેલાનાં ક્ષેત્રમાં એક સ્વતંત્ર પેલેસ્ટાઇન રાષ્ટ્રના નિર્માણની વાત હતી. એ દેશે ઇઝરાયલ સાથે શાંતિથી રહેવાનું હતું.
સાતમી ઑક્ટોબરના ભયાનક હુમલાનાં બે સપ્તાહ પહેલાં જ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જઈને ઇઝરાયલ તથા તેના આરબ પાડોશીઓ વચ્ચે “શાંતિના નવા પ્રભાતના પ્રારંભ”ની જાહેરાત કરી હતી.
નેતન્યાહૂએ કહ્યું હતું, “કથિત નિષ્ણાતોએ 25 વર્ષ સુધી પોતાના દૃષ્ટિકોણ સાથે દબદબો જાળવી રાખ્યો હતો. એ દૃષ્ટિકોણ મુજબ ઇઝરાયલ સાથે દ્વિરાષ્ટ્રની ફૉર્મ્યુલા બાબતે સોદાબાજી કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં જે પેલેસ્ટાઇન બને તેની જમીન જોર્ડન અને ભૂમધ્ય સાગરની વચ્ચે હોવી જોઈએ, પરંતુ એ દૃષ્ટિકોણ હજુ સુધી એક પણ શાંતિ કરાર કરાવી શક્યો નથી.”
તેમણે કહ્યું હતું, “મેં 2020માં જે દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો હતો તેને જોતજોતામાં સફળતા મળી હતી. અમે આરબ દેશો સાથે ચાર જ મહિનામાં ચાર કરાર કર્યા હતા..”
આ એ કથિત કરાર હતા, જેને અબ્રાહમ કરાર કહેવામાં આવે છે અને તે ટ્રમ્પ વહીવટીતંત્રે પોતાના ઇઝરાયલ-પેલેસ્ટાઇન શાંતિ પ્રયાસ મારફત કરાવ્યા હતા. આ કરારની હાલત પણ, અમેરિકાની મધ્યસ્થી દ્વારા કરાવવામાં આવેલા કરારો જોવી થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અબ્રાહમ કરાર શું છે?

ઇમેજ સ્રોત, REUTERS
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નેતન્યાહૂએ કહ્યું હતું, “આ કરારોની ગતિ પેલેસ્ટાઇનીઓની ઇઝરાયલને ખતમ કરી દેવાની તેમને કલ્પનાને ત્યાગવા તથા શાંતિનો માર્ગ અપનાવવા માટે રાજી કરી લેશે.”
એ પછી તેમણે એક ‘નવા મધ્ય-પૂર્વનો નકશો’ દેખાડ્યો હતો. તેનો અર્થ એ હતો કે પેલેસ્ટાઇન હવે સમર્પણ કરે છે અને એ સાથે બન્ને રાષ્ટ્રના સમાધાનની ફૉર્મ્યુલા પણ ખતમ થઈ ચૂકી છે.
એ દરમિયાન એવું માનવામાં આવતું હતું કે બાઇડન સરકારે અગાઉની સાત અમેરિકન પ્રમુખોની તુલનામાં ઇઝરાયલ-પેલેસ્ટાઈન બાબતે ઓછું કામ કર્યું છે.
અમેરિકાના વિદેશ વિભાગે ફેબ્રુઆરીમાં જે નિવેદન આપ્યું હતું તેની ભાષા દ્વિરાષ્ટ્રના સંદર્ભમાં કંઈક આવી હતી.
નિવેદનમાં જણાવ્યા મુજબ, અમેરિકાના વિદેશ વિભાગને દ્વિરાષ્ટ્રની ફૉર્મ્યુલા દૂરની વાત લાગતી હતી, પરંતુ તેણે કહ્યું હતું, “અમેરિકા આશાનો વ્યાપ જાળવી રાખવા પ્રતિબદ્ધ છે.”
અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કને સપ્ટેમ્બરમાં ઇઝરાયલી અને પેલેસ્ટાઇની નેતાઓ સાથે જે વાતચીત કરી હતી તેમાં રાજકીય ફૉર્મ્યુલાનું નામનિશાન નહોતું.
હવે બધું બદલાઈ ગયું છે.
અમેરિકાના વિદેશ પ્રધાને ત્રીજી નવેમ્બરે કહ્યું હતું, “આનો એકમાત્ર અને વ્યવહારુ ઉકેલ દ્વિરાષ્ટ્રની ફૉર્મ્યુલામાં હોવાનું અમેરિકા માનતું રહેશે.”
જોકે, 25 વર્ષ પહેલાં શરૂ થયેલી શાંતિની સંભાવનાને વિરોધાભાસ અને અડચણો રોકી રહી છે. મામલો હવે વધારે ગૂંચવાઈ ગયો છે.
શાંતિની સંભાવના કેવી રીતે ધૂંધળી થઈ

ઇમેજ સ્રોત, REUTERS
યાસર અરાફાતના વડપણ હેઠળના પેલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશનનાં ફતહ જૂથ અને ઇઝરાયલ વચ્ચે દ્વિરાષ્ટ્ર નિરાકરણની બ્લુપ્રિન્ટ, બંનેએ 1993માં એકમેકને સ્વીકૃતિ આપી ત્યારે જ તૈયાર કરવામાં આવી હતી. નોર્વેની મધ્યસ્થતામાં બૅકચેનલ સોદાબાજીને કારણે આ કરાર અહીં સુધી પહોંચ્યો હતો.
જોકે, કથિત ઓસ્લો પ્રક્રિયા તેના તાર્કિક અંત સુધી ક્યારેય પહોંચી શકી નહોતી. બલકે તેણે પહેલાંથી વધારે કઠીન સમસ્યાઓ સર્જી હતી.
“શાંતિના બદલામાં જમીન” ના સોદાએ ઇઝરાયલી પ્રદેશમાં પેલેસ્ટાઈન ઑથોરિટીના સેલ્ફ-રૂલના નિયમને સ્થાપિત કરી દીધો હતો. આ એ પ્રદેશ હતો, જે ઇઝરાયલે 1967ના યુદ્ધમાં કબજે કર્યો હતો.
સૈન્યના કબજા અને યહૂદીઓની વસાહતો સંબંધી ગતિવિધિ ચાલતી રહી હતી અને ‘સ્થાયી દરજ્જા સંબંધી મુદ્દાઓનું નિરાકરણ બાદમાં કરવાનું નક્કી થયું હતુ.’
તેમાં 1948 પહેલા આરબ-ઇઝરાયલ યુદ્ધ પછી ઇઝરાયલનાં અસ્તિત્વ અને 1947માં વિભાજન માટે સંયુક્ત રાષ્ટ્રસંઘના મતદાન પછી પેલેસ્ટાઇન શરણાર્થીઓના દરજ્જાનો મુદ્દો પણ સામેલ છે.
ઇઝરાયલે 1967માં પૂર્વ જેરુસલેમને પોતાના પ્રદેશમાં ભેળવી લીધું હતું.
આ બન્ને માટે ધાર્મિક રીતે એટલું મહત્ત્વનું હતું કે તેમાં ઝૂકવાનું બેમાંથી એકેય માટે શક્ય ન હતું.
વર્ષો સુધી રાજદ્વારી પ્રયાસો બાદ આખરે 2000માં કૅમ્પ ડેવિડ ખાતે અમેરિકાના તત્કાલીન પ્રમુખ બિલ ક્લિન્ટનની મધ્યસ્થી હેઠળ આ મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ ઇઝરાયલના તત્કાલીન વડાપ્રધાન એહુદ બરાક અને પેલેસ્ટાઈન ઑથોરિટીના તત્કાલીન પ્રમુખ યાસર અરાફાત મતભેદોનું નિરાકરણ કરી શક્યા નહોતા.
આ નિષ્ફળતા માટે દરેકે એકમેક પર દોષારોપણ કર્યું હતું. ઇઝરાયલ અને અમેરિકાના અધિકારીઓએ કહ્યું હતું કે અરાફાતે આટલો ઉત્તમ સોદો નકારી કાઢ્યો. તેમને આનાથી બહેતર પ્રસ્તાવ ભાગ્યે જ મળી શક્યો હોત.
પેલેસ્ટાઇનીઓએ તેને શરમજનક ગણાવ્યો હતો. એ તેમની જરૂરિયાત કરતાં ઘણો ઊણો ઊતર્યો હતો. જેમકે તેઓ પૂર્વ જેરુસલેમને રાજધાની બનાવવા ઇચ્છતા હતા. જે નહોતું થઈ શક્યું.

ઇમેજ સ્રોત, Getty Images
ટીકાકારોનું કહેવું છે કે ઇઝરાયલે તેના મુખ્ય દુશ્મનને નબળો પાડવાનો હેતુ બહુ પહેલાં હાંસલ કરી લીધો હતો. એટલે તે પોતાની એ જમીન શા માટે છોડે, જેના પર તેણે આટલા સમયમાં મોટું રોકાણ કર્યું હતું? ખાસ કરીને પેલેસ્ટાઇની વસતીવાળા વિસ્તારોમાં પેલેસ્ટાઇન ઑથોરિટીને આપવામાં આવેલું સલામતી સંબંધી નિયંત્રણ.
અરાફાત નબળી સ્થિતિમાં સોદાબાજી કરી રહ્યા હતા, જ્યારે અમેરિકા મધ્યસ્થ તરીકે ઇઝરાયલની વધારે નજીક હતું.
બીજી એવી ઘણી બાબતો હતી, જેના કારણે દ્વિરાષ્ટ્રના સમાધાન તરફ આગળ વધવું મુશ્કેલ થઈ ગયું હતું.
ઇસ્લામ પ્રતિરોધી આંદોલન હમાસની સ્થાપના ગાઝામાં 1987માં કરવામાં આવી હતી. શાંતિ માટે પોતાના પ્રતિદ્વંદી સંગઠન તરફથી અપનાવવામાં આવેલાં થોડાં નરમ વલણ અને છૂટછાટ સાથે હમાસ અસહમત હતું.
તેને તક મળી ગઈ અને તે 1994થી ફિદાઈન બૉમ્બમારા દ્વારા મંત્રણાને પાટે ચડતી રોકતું રહ્યું.
ત્યાં વસવાટ કરતા ધાર્મિક લોકોએ એ દૌરનો લાભ લીધો અને યહૂદી હાજરીનો વિસ્તાર કરવાના કામમાં લાગી પડ્યા. એ જમીનનો વિસ્તાર જેનું નામ ‘પ્રોમિસ્ડ લૅન્ડ’ હોવાનં એમને જણાવવામાં આવ્યું હતું.
ઓસ્લો પછી શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
બીજી ઇંતેફાદા તરીકે જાણીતો થયેલો પેલેસ્ટાઇની વિદ્રોહ 2000માં ભડક્યો ત્યારે ઇઝરાયલી રાજનીતિનું કેન્દ્ર ઘણા અંશે જમણેરી વલણ તરફ ચાલ્યું ગયું હતું.
ઓસ્લો કરારને ઇઝરાયલની લેબર પાર્ટીનો ટેકો હતો. ધીમે-ધીમે એ પાર્ટી અપ્રસ્તુત બની ગઈ હતી, પરંતુ યહૂદી વસાહતો માટેનો અવાજ વારંવાર ઉઠતો રહ્યો હતો.
એ સમયે મતદારો જમણેરી લિકુડ પાર્ટીના નેતા તથા અરાફાતના કટ્ટર વિરોધી એરિયેલ શેરોન તરફ મીટ માંડી રહ્યા હતા. તેમને લાગતું હતું કે માત્ર શેરોન જ તેમને મુશ્કેલીમાંથી ઉગારી શકશે.
પેલેસ્ટાઇનના બળવાખોર નાગરિકોએ ઇઝરાયલની સૈન્ય શક્તિનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે શેરોનના પ્રધાનમંડળે ઇઝરાયલ તથા વેસ્ટ બૅન્કમાં યહૂદી વસાહતોને પેલેસ્ટાઇની વસાહતોથી અલગ કરતી બૅરિયર્સ ઊભી કરી દીધી હતી.
અરાફાતને 2004માં તેમના અવસાન પહેલાં સુધી રામાલ્લામાં અટકાવી રાખવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
શેરોને ગાઝામાં રહેતા 15 લાખ પેલેસ્ટાઇન નિવાસીઓમાંથી ત્યાં રહેતા થોડાક હજાર લોકોને અલગ કરી નાખ્યા હતા. એ ઉપરાંત પોતાના સૈનિકો તહેનાત કર્યા હતા. વેસ્ટ બૅન્કની ચાર અલગ-અલગ વસાહતોને પણ ખાલી કરાવવામાં આવી હતી.
યહૂદી વસાહતોમાં રહેતા પેલેસ્ટાઈનીઓને આ રીતે અલગ કરવાની પ્રક્રિયાની માઠી અસર થઈ હતી. આ પ્રક્રિયાનો હેતુ, પેલેસ્ટાઇનીઓનું બાહુલ્ય ધરાવતા પ્રદેશમાંના ઇઝરાયલી વિસ્તારોમાં રહેતી ઇઝરાયલી બહુમતિની સલામતી સુનિશ્ચિત કરવાનો હતો.
શેરોનને ટોચના એક સલાહકારે એ સમયે એક પત્રકારને જણાવ્યું હતું કે રાજકીય સોદાબાજી ખતમ કરવા માટે “ચોક્કસ પ્રમાણમાં ફોર્મેલ્ડેહાઈડ”ની જરૂર છે.
જોકે, શેરોનના એ પગલાંએ લિકુડ તથા વસાહતોને અલગ કરનારાઓના ટેકેદારોમાં બે ફાંટા પાડી દીધા હતા. શેરોનને તેનાથી કોઈ ફરક પડ્યો ન હતો. 2006ની ચૂંટણી જીતવા માટે તેમણે એક નવા પક્ષની રચના કરી હતી.
ચૂંટણી પહેલાં તેમને બ્રેઈન હેમરેજ થયું હતું. તેથી વેસ્ટ બૅન્ક માટે પણ આવી કોઈ યોજના તેમના દિમાગમાં હતી કે નહીં, તે જાણવાનું બાકી રહી ગયું હતું. જો એવી કોઈ યોજના હોત તો તેનો અમલ માત્ર શેરોન જ કરાવી શક્યા હોત.

ઇમેજ સ્રોત, Getty Images
અરાફાતના ઉત્તરાધિકારી મહમૂદ અબ્બાસે તેને ઓસ્લો સિદ્ધાંતનું ઉલ્લંઘન ગણાવ્યું હતું, પરંતુ લોકોને અલગ-અલગ વસાવવાના આ કામને ગાઝાના હમાસના નેતાઓએ પોતાના આંદોલનની જીત ગણાવ્યું હતું.
ઇજિપ્તના સહયોગથી ઇઝરાયલે ગાઝાની નાકાબંધી વધારે મજબૂત કરી હતી અને પછી સતત હિંસા થવા લાગી હતી. ઉગ્રવાદીઓ હુમલા કરવા લાગ્યા હતા.
તેઓ ઇઝરાયલ પર રૉકેટ્સ છોડતા હતા. બીજી તરફ ઇઝરાયલ પેલેસ્ટાઇનીઓના બળવાને દબાવવા માટે દરોડા અને બૉમ્બમારાનો ઉપયોગ કરતું રહ્યું.
એ દરમિયાન વેસ્ટ બૅન્કમાં હમાસ ઝડપથી ઊભરી રહ્યું હતું.
પેલેસ્ટાઇન ઑથોરિટીની 2006ની ચૂંટણીમાં હમાસને બહુમતી મળી હતી, કેમકે રાજકીય પક્ષ ફતહથી મતદારોનો મોહભંગ થઈ ચૂક્યો હતો. ફતહ પેલેસ્ટાઇનની આઝાદી અને ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવામાં નિષ્ફળ રહી હોવાનું તેઓ માનતા હતા.
હમાસ પર પેલેસ્ટાઇની પ્રતિબદ્ધતાનું પાલન કરવાનું, હિંસા છોડવાનું અને ઇઝરાયલને સ્વીકૃતિ આપવાનું આંતરરાષ્ટ્રીય દબાણ વધવા લાગ્યું હતું, પરંતુ હમાસ એ માટે તૈયાર ન હતું.
હમાસે તેની તાકાત વડે પેલેસ્ટાઇન ઑથોરિટીને ગાઝાની બહાર કાઢી મૂકી હતી. તેને લીધે એક સશસ્ત્ર પ્રતિરોધી આંદોલનનું કેન્દ્ર ગાઝા ફતહ શાસિત વેસ્ટ બૅન્કથી અલગ થઈ ગયું હતું. એ વેસ્ટ બૅન્ક જે શાંતિ કરાર માટે પ્રતિબદ્ધ હતું.
તેમાં પુનઃ શાંતિ સ્થાપનાની શક્યતા બહુ ઓછી હતી એ અલગ વાત છે, પરંતુ હમાસનું બદલાયેલું વલણ એ વાતનો સંકેત હતું કે આગામી દિવસોમાં તે રાજકીય સમાધાન તરફ મીટ માંડી શકે છે.
તેમાં હિંસાનો અંત લાવવાની ઑફર અને 1967માં ઇઝરાયલ દ્વારા કબજે કરવામાં આવેલા પ્રદેશમાં એક કાયમી વ્યવસ્થાના નિર્માણના સૂચનની સંભાવના હતી.
જોકે, હમાસે તેના એ ચાર્ટરમાં ફેરફાર કર્યો ન હતો, જેમાં વેસ્ટ બૅન્કમાંના પોતાના પ્રદેશ અને યહૂદીઓની વસ્તીમાં વધારો કરી રહેલા ઇઝરાયલનું અસ્તિત્વ ખતમ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું.
સમયની સાથે હમાસે ગાઝામાં ઇઝરાયલની અપૂરતી દેખરેખનો લાભ લીધો હતો અને ઝડપથી પોતાની લશ્કરી ક્ષમતા વિકસાવી હતી. એ માટે હમાસે લેબનોનના હિઝબુલ્લાહની મદદ લીધી હતી.
નવા સંજોગો

ઇમેજ સ્રોત, Getty Images
સાતમી ઑક્ટોબર અને તેના પરિણામે, લાંબા સમયથી સંઘર્ષરત ઇઝરાયલ-પેલેસ્ટાઇનને દુનિયામાં મોખરે લાવી મૂક્યાં, પરંતુ તેના કારણે હવે ઘણી બાબતો કેન્દ્રમાં આવી છે.
ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી નાગરિકોને ભલે કંઈ ન થયું હોય, પરંતુ હમાસને સંપૂર્ણપણે ખતમ કરી નાખવું જોઈએ એ બાબતે ઇઝરાયલમાં વ્યાપક સહમતિ પ્રવર્તે છે.
નેતન્યાહૂના જમણેરી સમર્થકો ગાઝાની વસ્તીને સંપૂર્ણપણે હટાવી દેવાની તરફેણ કરે છે. પેલેસ્ટાઈન તેને વધુ એક નકબા માને છે.
અરબીમાં નકબાનો અર્થ તબાહી થાય છે. તે 1947ના અંતિમ મહિનાઓથી માંડીને 1949ના શરૂઆતના સમયગાળાનો નિર્દેશ કરે છે, જેમાં લગભગ સાત લાખ પેલેસ્ટાઇનીઓને તેમની જમીન પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને એ પ્રદેશ ઇઝરાયલનો બની ગયો છે.
ઇઝરાયલમાંના ડાબેરીઓને ડર છે કે નેતન્યાહૂની નીતિઓ દેશને એક રંગભેદી રાષ્ટ્ર તરફ લઈ જઈ રહી છે. હમાસને ખતમ કરવાથી હમાસ, પેલેસ્ટાઇન ઑથોરિટી અને ઇઝરાયલ જેવાં ત્રણ સંગઠનોને બદલે બે સંગઠનમાં આપસી ટકરાવની સ્થિતિ સર્જાશે. પછી ઈઝરાયલ અને હમાસ જ બાકી રહેશે. તેનાથી દ્વિરાષ્ટ્રનું ગણીત ફરી આકાર પામશે.
લેખક અને લેબર પાર્ટીના ભૂતપૂર્વ ટેકેદાર અબ્રાહમ વર્ગે બીબીસીને જણાવ્યું હતું કે ઇઝરાયલીઓ અને પેલેસ્ટાઇનીઓ બન્નેને વાસ્તવિક આઘાતમાંથી બહાર આવવા માટે સમયની જરૂર છે.
તેઓ માને છે કે આખરે તેઓ દ્વિરાષ્ટ્રનો વિકલ્પ જ પસંદ કરશે, કારણ કે ખૂનરેજી રોકવાનો આ જ એક સ્થાયી ઉપાય છે.
તેમણે કહ્યું હતું, “દીર્ઘકાલીન શાંતિની ખાતરી આપતી જે કોઈ રાજકીય ફૉર્મ્યુલા સામે આવશે તેને મોટાભાગના ઇઝરાયલીઓ સ્વીકારી લેશે.”
ગાઝા પરની સૈન્ય કાર્યવાહીનાં પરિણામોનો સામનો પેલેસ્ટાઇનીઓ કરી રહ્યા છે. તેઓ વેસ્ટ બૅન્કમાં સૈન્યના દબાણ અને ત્યાં વસતા યહૂદીઓ હિંસાનો સામનો કરી રહ્યા છે. તેઓ ટીવી અને સોશિયલ મીડિયા પર બધું જોઈ રહ્યા છે અને તેમને જાતજાતના વિચાર આવી રહ્યા છે.
આરબ વર્લ્ડ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમૅન્ટ દ્વારા ગાઝા અને વેસ્ટ બૅન્કમાં રહેતા પેલેસ્ટાઇનીઓને આવરી લેતું એક સર્વેક્ષણ 31 ઑક્ટોબરથી સાતમી નવેમ્બર સુધી હાથ ધરવામાં આવ્યું હતું. તેના તારણ મુજબ, એ સર્વેક્ષણમાં ભાગ લેનારા 68 ટકા લોકોના દ્વિરાષ્ટ્ર સમાધાન માટેના સમર્થનમાં ઘટાડો થયો છે.
હવે આગળ આ મામલે શું સંભાવનાઓ છે?
પેલેસ્ટાઇનીઓ પણ તેમના હેતુ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વધનારા સમર્થન બાબતે સચેત રહેશે.
રૉઈટર્સ, ઈસોપ્સના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે પાછલી પેઢીઓની સરખામણીએ યુવા અમેરિકનોમાં ઇઝરાયલ પ્રત્યેનું સમર્થન ઘટી શકે છે.
સર્વેક્ષણમાં આવરી લેવાયેલા ઓછી વયના 40 ટકા લોકોએ જણાવ્યું હતું કે અમેરિકાએ આ મામલે તટસ્થ મધ્યસ્થીની ભૂમિકા ભજવવી જોઈએ.
2023ની ઘટનાઓથી ઇઝરાયલ પર દબાણ વધશે, એવું ધારવું અત્યારે વહેલું ગણાશે. શાંતિ વાટાઘાટોના મુખ્ય હિમાયતી અમેરિકાનાં ત્રણ દાયકાના રક્ષણની તુલનામાં ઇઝરાયલ પરનું દબાણ વધશે કે કેમ એ કહેવું અત્યારે મુશ્કેલ છે.
અલબત, અત્યારે પણ શાંતિની માગ કરી રહેલા પેલેસ્ટાઈનીઓ માટે વાટાઘાટમાંથી પાછળ હઠવાનો કોઈ માર્ગ હવે બચ્યો નથી. એ વાટાઘાટ, જે ભવિષ્યમાં પેલેસ્ટાઇની રાષ્ટ્ર માટેના કરારો માટે વધુ સમય આપી શકે.
આ પ્રકારના સંઘર્ષના સમાધાનના નિષ્ણાત દલાલ ઇરકિત કહે છે, “કોઈ નક્કર પગલું લેવું પડશે. એવું પગલું, જે ઇઝરાયલની સીમા નિર્ધારિત કરીને તેના કબજાને ખતમ કરે. કોઈ નક્કર પગલું લીધા વિના શાંતિ પ્રક્રિયા સંબંધી અમેરિકન નિવેદનબાજીનું પુનરાવર્તન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી.”














