આ માતાએ હાથ પર કીબૉર્ડનું ટેટૂ કેમ ચીતરાવ્યું?

વીડિયો કૅપ્શન, આ માતાએ હાથ પર કીબોર્ડનું ટેટૂ કેમ ચીતરાવ્યું?
આ માતાએ હાથ પર કીબૉર્ડનું ટેટૂ કેમ ચીતરાવ્યું?
પ્રકાશિત

જૅસિકા ફ્લૅચરનો દીકરો હંટર ઑટિસ્ટિક છે. આ બાળકોમાં જોવા મળતી એવી ખામી છે જેમાં તેઓને જન્મ બાદ સમજણાં થવા છતાં મૂળાક્ષરો અને આંકડા સમજવામાં મુશ્કેલી પડે છે.

તેમણે કમ્પ્યૂટરના કીબૉર્ડનું ટેટૂ હાથ પર ચીતરાવ્યું છે જેથી તે તેના ઑટિઝમ ડિસૉર્ડરની અસર ધરાવતા પુત્રને મૂળાક્ષરો અને આંકડા સમજવામાં મદદ કરી શકે.

એક દિવસ જ્યારે દીકરો હંટર માતા સાથે બહાર ગયો હતો ત્યારે તેને કૉમ્યનિકેશનમાં મદદ કરતી એએસી ડિવાઇસની બૅટરી કામ કરતી બંધ થઈ ગઈ ત્યારે જૅસિકાએ તેને સમજાવવા માટે ઇંગ્લિશના મૂળાક્ષરો આલ્ફાબેટ્સ દોરી તેને બતાવવા લાગ્યા પણ દીકરાએ તો એ પાનું પલ્ટી નાખ્યું

અને તેની ડિવાઇસના કીબૉર્ડ પર જે ક્રમમાં એબીસીડી લખાય છે QWERTY, એ રીતે લખવા લાગ્યો. ત્યારે જૅસિકાને આ યુક્તિ મળી હતી.

આ માતાએ હાથ પર કીબૉર્ડનું ટેટૂ કેમ ચીતરાવ્યું?

ઇમેજ સ્રોત, JESSICA FIETCHER

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન