વાયુ પ્રદૂષણ : શું વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે વિશ્વનાં પ્રદૂષિત શહેરોમાં લાગુ કરેલી યોજનાઓ પૂરતી છે?

વીડિયો કૅપ્શન, શું વાયુ પ્રદૂષણને રોકવા માટે વિશ્વના અમુક શહેરોએ લાગુ કરેલી યોજનાઓ પૂરતી છે?

પ્રદૂષણ, પરાળ, પ્રૉબ્લેમ અને પૉલિટિક્સ, દિલ્હીમાં શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું છે. એટલી હદે સુધી કે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપીને જવાબદારોને ઢંઢોળવા પડ્યા છે.

પરિસ્થિતિ એવી છે કે ગૂંગળામણ અનુભવતા લોકોએ આ ઝેરી હવા સાથે શ્વાસ લેવાની ટેવ પાડવી પડી રહી છે કારણ કે પ્રદૂષણ ઘટાડવાના કોઈ વિકલ્પો સચોટ પરિણામો આપી શક્યા નથી.

પર્યાવરણ પર કામ કરતી સંસ્થા ગ્રીનપીસના કહેવા પ્રમાણે મહામારી દરમિયાન લૉકડાઉન છતાં વર્ષ 2020માં દિલ્હીમાં 57 હજાર લોકો વાયુ પ્રદૂષણના કારણે આકસ્મિક મૃત્યુને ભેટ્યા.

એટલું જ નહીં વર્ષ 2020ના વિશ્વ વાયુ ગુણવત્તા રિપોર્ટ પ્રમાણે દુનિયાનાં 30 જેટલાં સૌથી પ્રદૂષિત શહેરો માત્ર ભારતમાં છે જ્યાં PM 2.5ની વાર્ષિક સઘનતા સૌથી વધારે છે. તો પ્રદૂષણ ઘટાડવા માટેનાં પગલાં કેટલા અસરકારણ છે, જુઓ આ વીડિયોમાં?

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો