ગુજરાત : ખેડૂતે ખેતીમાં પ્રયોગ કરીને ઉગાડ્યા લાલ ભીંડા, કમાણી થઈ બમણી

વીડિયો કૅપ્શન, ગુજરાતી ખેડૂતની પ્રયોગશીલતા : કમાણી બમણી કરવા શરૂ કરી લાલ ભીંડાની ખેતી

અત્યાર સુધી તમે લીલા ભીંડા જોયા હશે પરંતુ તમે ક્યારેય લાલ ભીંડા વિશે સાંભળ્યું છે?

તમને નવાઈ લાગશે કે મહિસાગર જિલ્લાના આ 35 વર્ષીય ખેડૂત જગદિશભાઈ લાલ ભીંડાની ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

પ્રાકૃતિક ખેતીથી તૈયાર થતા આ ચીકાશરહિત લાલ ભીંડા લોકોને આકર્ષી રહ્યા છે.

ખેતીમાં નવતર પ્રયોગના ભાગરૂપે એક વીઘામાં ખેડૂત જગદિશભાઈએ લાલ ભીંડાની ખેતી કરી, જેમાં તેમને પ્રારંભિક સફળતા મળી છે અને એકંદ0રે 40થી 50 કિલો જેટલા લાલ ભીંડાનો પાક થઈ રહ્યો છે.

સ્થાનિક બજારોમાં લીલા ભીંડા 30થી 50 રૂપિયે કિલો વેચાય છે ત્યારે આ લાલ ભીંડા 60થી 80 રૂપિયાની આસપાસ વેચાતા ખેડૂતને વધુ આવક થઈ રહી છે.

નવા પ્રયોગો થકી કેવી રીતે આ ખેડૂત ‘નુકસાનનો ધંધો’ ગણાતી ખેતીમાંથી રળી રહ્યા છે બમણી આવક, જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો