Nisarg cyclone : વાવાઝોડાનું નામ કેવી રીતે નક્કી થાય છે?

ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અરબ સાગરમાં સર્જાયેલું લૉ-પ્રેશર ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ શકે એમ છે, દક્ષિણ ગુજરાત તથા મહારાષ્ટ્રની વચ્ચે દરિયાકિનારે ત્રીજી જૂને ત્રાટકી શકે છે.

આ વાવાઝોડાને નિસર્ગ નામ આપવામાં આવ્યું છે જે બાંગ્લાદેશનું સૂચવેલું હતુ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબ સાગરમાં બે વાવાઝોડાં સર્જાઈ રહ્યાં છે, જે પૈકી એક ઓમાન અને યમન તરફ વળશે.

જ્યારે એક વાવાઝોડું ભારતના પશ્ચિમી કાંઠે ત્રાટકવાની શક્યતા છે. તો આવા દરેક ટ્રૉપિકલ સાયક્લોન જ્યાંથી ઉદ્ભવે છે, તે વિશ્વની તમામ જગ્યાઓ માટે વાવાઝોડાંનાં વારાફરતી નામ બદલાતાં રહે તેની એક યાદી તૈયાર કરાઈ હોય છે.

સાથે-સાથે આ વીડિયોમાં જુઓ વાવાઝોડું, હરિકૅન અને ટાયકૂન કેવી રીતે એકબીજાથી અલગ-અલગ છે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો