જ્યારે ફૂટબૉલ ચાહકોની સંવેદનાઓ કૅમેરામાં કેદ થઈ

ફૂટબૉલ વિશ્વકપ માત્ર ફૂટબૉલ પૂરતો જ મર્યાદિત નથી. તેની સાથે કરોડો લોકોની લાગણીઓ પણ જોડાયેલી છે.

બાળકોથી લઈને મોટા સુધી ફૂટબૉલનો જબરજસ્ત ક્રેઝ જોવા મળે છે.

પોતાની ટીમની જીત અને હાર પર જ્યારે ચાહકો ખુશ-નિરાશ થાય ત્યારની પળો સ્પોર્ટ્સ સાથે લાગણીનો કેવો સંબંધ છે તેનું ઉત્તમ ઉદાહરણ છે.

ઉરુગ્વેની ઇજિપ્ત સામે જીત હોય કે આર્જેન્ટિનાની ડ્રો મેચ કે પછી જર્મની સામે મેક્સિકોનો વિજય ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશા હાથ લાગે છે.

પોતાની ટીમના વિજયથી એક ટીમના ચાહકો ખુશીમાં ઝૂમી ઊઠે છે, તે બીજી તરફ હારનારી ટીમના ચાહકોના દુઃખથી માહોલ ગમગીન થઈ જાય છે.

આમ વિવિધ મેચના પરિણામો બાદ જે તે ટીમના ચાહકોની ખુશી-નિરાશાની લાગણીઓને કૅમેરામાં કેદ કરાઈ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો