જ્યાં ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે તે શહેરની સફર

કઝાન. રશિયાના ઉત્તર છેડે આવેલું શાંત શહેર. જે ફૂટબૉલ વર્લ્ડકપનું યજમાન બન્યું છે. આ કાર્યક્રમને અનુસંધાને શહેરના નાગરિકોમાં અનોખો ઉત્સાહ પ્રવર્તે છે.

શહેરની રેસ્ટોરાંના માલિકો અવનવાં મેનૂ સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે ગ્રાહકોને આકર્ષવા માટે સજ્જ છે.

રમજાન દરમિયાન મુસ્લિમ ફૂટબૉલ ફેન્સ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

એટલું જ નહીં આવનારા પર્યટકોની સાથે સારી રીતે વાતચીત થઈ શકે તે માટે અંગ્રેજી સહિતની વિદેશી ભાષાઓ શીખી લીધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો