You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

IND vs WI : ભારતની મોટી જીત, વેસ્ટ ઇન્ડીઝને 125 રને હરાવ્યું

શમી, હાર્દિક, બુમરાહ અને કુલદીપે વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅન્સની વિકેટો ખેરવી

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, વેસ્ટ ઇન્ડીઝની પારી 143 રનમાં સમેટાઈ

    વેસ્ટ ઇન્ડીઝની પારી 143 રનમાં સમેટાઈ જતાં ભારતીય ટીમનો 125 રન સાથે વિજય થયો હતો.

    6.2 ઓવરમાં શમી 16 રન આપીને ચાર વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

    વેસ્ટ ઇન્ડીઝની અંતિમ વિકેટ પણ તેમણે જ લીધી હતી.

  2. વેસ્ટ ઇન્ડીઝની વિકેટ ક્યારે અને કેટલા રનમાં પડી?

    વિકેટ રન ઓવર

    1 10 4.5

    2 16 6.5

    3 71 17.6

    4 80 20.2

    5 98 23.5

    6 107 26.1

    7 107 26.2

    8 112 28.3

    9 124 29.5

  3. વેસ્ટ ઇન્ડીઝની નવ વિકેટ

    વેસ્ટ ઇન્ડિઝના એસ. કાટ્રેલની વિકેટ ચહલે લીધી હતી, એ સાથે વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 29.5 ઓવરમાં નવ વિકેટના નુકસાને 124 રન થયો હતો.

    ચહલને આ મૅચમાં બે વિકેટ લેવામાં સફળતા મળી હતી.

  4. બ્રેકિંગ, શમીની ત્રણ વિકેટ

    વેસ્ટ ઇન્ડીઝની આઠમી વિકેટ શમીએ લીધી હતી.

    એ સાથે વેસ્ટ ઇન્ડીઝનો હાલનો સ્કોર આઠ વિકેટના નુકસાને 118 રન છે.

    પાછલી મૅચની જેમ જ આ મૅચમાં શમીનું બૉલિંગ પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું, શમીને ત્રણ વિકેટ લેવામાં સફળતા મળી છે.

  5. બ્રેકિંગ, વેસ્ટ ઇન્ડીઝની બે વિકેટ બુમરાહના ખાતામાં

    ભારતીય બૉલર બુમરાહે વેસ્ટ ઇન્ડીઝની સળંગ બે બૉલમાં બે વિકેટ લીધી હતી.

    બુમરાહને હેટ્રિકની તક મળી હતી.

  6. બ્રેકિંગ, વેસ્ટ ઇન્ડીઝની પાંચમી વિકેટ પડી, ચહલે અપાવી સફળતા

    ચહલે વિકેટમાં પોતાનું ખાતું ખોલતા ભારતને પાંચમી સફળતા અપાવી છે.

    તેમણે વેસ્ટ ઇન્ડીઝના કપ્તાન જેસન હોલ્ડરને પોતાના બૉલના શિકાર બનાવ્યા હતા.

    હોલ્ડર માત્ર 6 રન બનાવી શક્યા હતા. બૉલિંગમાં ઝળકેલા જેસન બૅટિંગમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા.

  7. વિન્ડીઝના કપ્તાન મેદાનમાં

    જેસન હોલ્ડર હવે બૅટિંગ કરવા માટે આવ્યા છે, જેસને આજે બૉલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

    તેમણે 10 ઓવરમાં માત્ર 33 રન જ આપ્યા હતા અને રાહુલ તથા કોહલીની મહત્ત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી.

  8. બ્રેકિંગ, વેસ્ટ ઇન્ડીઝને ચોથો ઝટકો, કુલદીપની કમાલ

    કુલદીપ યાદવે ભારતને ચોથી સફળતા અપાવી છે, તેમણે શમી અને હાર્દિક બાદ ચોથી વિકેટ લીધી છે. નિકોલસ પૂરન ધીમી પણ મક્કમ ગતિથી બૅટિંગ કરી રહ્યા હતા. કુલદીપના એક બૉલમાં મોટો શૉટ મારવા જતાં મોહમ્મદ શમીએ લોંગ ઑફમાં તેમનો કૅચ કરી લીધો હતો.

  9. બ્રેકિંગ, વેસ્ટ ઇન્ડીઝને ત્રીજો ઝટકો, હાર્દિક પંડ્યાએ લીધી વિકેટ

    વિન્ડીઝને સુનિલ અંબરિસના નામનો ત્રીજો ફટકો પડ્યો છે.

    હાર્દિક પંડ્યાના એક બૉલમાં તેઓ એલબી આઉટ થયા હતા. તેમણે 40 બૉલમાં 31 રન બનાવ્યા હતા.

  10. વેસ્ટ ઇન્ડીઝના 15 ઓવરમાં 50 રન

    વેસ્ટ ઇન્ડીઝે 15 ઓવરમાં 2 વિકેટના નુકસાને 50 રન કર્યા હતા.

    ભારતીય બોલર શમીએ 2 વિકેટ લીધી હતી, એ પછી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ દ્વારા પણ સારું બોલિંગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

  11. રોહિત શર્માને આઉટ અપાતા વિવાદ

    ભારતના સ્ટાર બૅટ્સમૅન રોહિત શર્મા ફરી એક વખત મોટો સ્કોર ખડકવામાં નિષ્ફળ રહ્યા હતા, તેઓ 18 રને આઉટ થયા હતા.

    જોકે, સોશિયલ મીડિયા ઉપર થર્ડ અમ્પાયરના નિર્ણય ઉપર સવાલ ઊઠ્યા હતા.

  12. વેસ્ટ ઇન્ડીઝ દબાણમાં, ભારતના બૉલરોની કમાલ

    વેસ્ટ ઇન્ડીઝની બૅટિંગની શરૂઆત સારી રહી નથી. 20 રન પણ બન્યા ન હતા અને 7 ઓવર પૂરી થાય તે પહેલાં જ તેની બે વિકેટ પડી ગઈ છે.

    જેમાં શાઈ હોપ અને ગેઇલ જેવા આધારભૂત બૅટ્સમૅન આઉટ થઈ જતા હાલ તે દબાવમાં છે. વેસ્ટ ઇન્ડીઝ જો મૅચ હારી જશે તો તે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ જશે.

  13. વેસ્ટ ઇન્ડીઝને બીજો મોટો ઝટકો, શમીની કમાલ

    વેસ્ટ ઇન્ડીઝના ધુંવાધાર બૅટ્સમૅન ક્રિસ ગેઇલ બાદ શામીએ વિન્ડીઝના ભરોસાપાત્ર શાઈ હોપને પણ પોતાના બૉલનો શિકાર બનાવ્યા હતા.

    મોહમ્મદ શમીના એક બૉલનો શિકાર બનેલા ગેઇલનો કેદાર જાધવના હાથે કૅચ થયો હતો. જ્યારે શાઈ હોપને શામીએ બૉલ્ડ કર્યા હતા.

  14. વેસ્ટ ઇન્ડીઝે પહેલી વિકેટ ગુમાવી

    વેસ્ટ ઇન્ડીઝે પહેલી વિકેટ ક્રિસ ગેઇલની ગુમાવી હતી, શમીને ગેઇલની વિકેટ લેવામાં સફળતા મળી હતી.

  15. બુમરાહ-શમી પર મદાર

    ભારતની ઇનિંગ્ઝ પૂર્ણ થયા બાદ હવે તમામ આધાર ભારતના બૉલરો પર છે. હાલ બુમરાહ અને શમી વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅનોને પરેશાન કરી રહ્યા છે. વેસ્ટ ઇન્ડીઝના ત્રણ ઓવરના અંતે સાત રન થયા હતા.

    હાલ તમામની નજરો વિન્ડીઝના બૅટ્સમૅન ક્રિસ ગેઇલ પર છે. ગેઇલ આઈપીએલમાં પણ ધૂંઆધાર બૅટિંગ કરતા જોવા મળ્યા છે. ત્યારે ભારતના બૉલરો પર કેવી કમાલ કરે તે જોવાનું રહેશે.

  16. આજની મૅચ અને ICC રૅન્કિંગ

    વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચના પરિણામની અસર આઈસીસી રૅન્કિંગ ઉપર પડશે. ઇંગ્લૅન્ડ ભારતથી માત્ર એક પૉઇન્ટ પાછળ છે. યજમાન ઇંગ્લૅન્ડ સામે ભારત 30મી જૂનના દિવસે મેદાન ઉપર ઉતરશે. વિસ્તૃત અહીં વાંચો.

  17. જીતવા માટે વિન્ડીઝ સામે 269 રનનો ટાર્ગેટ

    ભારતે 50 ઓવરના અંતે સાત વિકેટના ભોગે 268 રન બનાવ્યા છે. વેસ્ટ ઇન્ડીઝને આ મૅચ જીતવા માટે 269 રનનો ટાર્ગેટ મળ્યો છે.

    આ સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીએ આ મૅચમાં અડધી સદી પણ પૂરી કરી હતી. તેમણે છેલ્લા બૉલે સિક્સ લગાવીને ભારતની ઇંનિગ્ઝને પૂર્ણ કરી હતી.

    ભારતે આ પહેલાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, કપ્તાન કોહલીનો આ નિર્ણય અપેક્ષા પ્રમાણે ખરો ના ઊતર્યો અને શરૂઆતમાં જ રોહિત શર્માના રૂપમાં ભારતની વિકેટ પડી ગઈ હતી.

    જે બાદ કે. એલ. રાહુલ અને કોહલીએ બાજી સંભાળી હતી. જોકે, રાહુલ 48 રનના સ્કોર પર આઉટ થઈને અડધી સદી ચૂક્યા હતા. જે બાદ આવેલા વિજય શંકર અને કેદાર જાધવ પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.

    બાદમાં કોહલીએ ધોની સાથે ઇંનિગ્ઝને આગળ ધપાવવા કોશિશ કરી, પરંતુ ભારતના કપ્તાન વેસ્ટ ઇન્ડીઝના કપ્તાનના બૉલમાં કૅચ આઉટ થઈ ગયા હતા.

    જે બાદ મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યાએ ભારતના સ્કોરમાં વધારો કરવા માટે કોશિશ કરી હતી. આ વખતે હાર્દિકે રંગ રાખતા પોતાની વિકેટ જાળવી રાખી હતી અને તેમણે ધોનીનો ખરો સાથ આપ્યો હતો, પરંતુ પોતાની અડધી સદી ચૂકી ગયા હતા. જોકે, ધોનીએ તેમની અડધી સદી પૂર્ણ કરી હતી.

  18. બ્રેકિંગ, ભારતની સાતમી વિકેટ પડી, શમી શૂન્ય રને આઉટ

    હાર્દિક પંડ્યા આઉટ થયા બાદ મેદાનમાં આવેલા શમી એક પણ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. તે કોટ્રેલના બૉલનો શિકાર બન્યા હતા અને શાઈ હોપના હાથે કૅચ આઉટ થયા.

  19. ભારતની છઠ્ઠી વિકેટ પડી, હાર્દિક પંડ્યા 46 રને આઉટ

    હાર્દિક પંડ્યા 38 બૉલમાં 46 રન બનાવીને આઉટ થઈ ગયા છે. હાર્દિકે કોહલી આઉટ થયા બાદ ભારતની ઇંનિગ્સને ધોની સાથે સંયમિત રીતે આગળ વધારી હતી. હાર્દિક કૅચ આઉટ થયા હતા.

  20. વેસ્ટ ઇન્ડીઝના કપ્તાનનું શાનદાર પ્રદર્શન

    વેસ્ટ ઇન્ડીઝના કપ્તાન અને બૉલર જેસન હોલ્ડરે આજે બૉલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે 10 ઓવરમાં માત્ર 33 રન આપ્યા હતા અને બે વિકેટ લીધી હતી. આ સાથે જ તેમણે 2 ઓવર મેડન નાખી હતી.

    હોલ્ડરે વિરાટ કોહલી અને કે. એલ. રાહુલની મહત્ત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી.