You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

યુપીએ સરકાર દરમિયાન સીબીઆઈએ મારા પર મોદીને ફસાવવા દબાણ કર્યું : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે એક કાર્યક્રમમાં કહ્યું કે યુપીએ સરકાર સમયે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ તેમના પર તત્કાલીન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફસાવવા માટે દબાણ ઊભું કર્યું હતું.

લાઇવ કવરેજ

  1. યુપીએ સરકાર દરમિયાન સીબીઆઈએ મારા પર મોદીને ફસાવવા દબાણ કર્યું : અમિત શાહ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે એક કાર્યક્રમમાં કહ્યું કે યુપીએ સરકારના વખતમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ તેમના પર તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ફસાવવા માટે દબાણ ઊભું કર્યું હતું.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અમિત શાહે આ વાત વિપક્ષી પાર્ટીઓ તરફથી ભાજપ પર કેન્દ્રીય સંસ્થાઓનો દુરુપયોગ કરવાના આરોપ અંગે કહી હતી.

    અમિત શાહે કહ્યું, "હું આપને જણાવું કે દુરુપયોગ કેવી રીતે થાય છે. મેં ખુદ એ ભોગવ્યું છે. કૉંગ્રેસે અમારા વિરુદ્ધ કોઈ ભ્રષ્ટાચારનો કેસ કર્યો ન હતો. એક ઍન્કાઉન્ટર થયું હતું. તે સમયે હું રાજ્યનો ગૃહમંત્રી હતો. મારા પર કેસ કર્યો અને સીબીઆઈએ મારી ધરપકડ કરી લીધી."

    તેમણે આગળ કહ્યું, "ધરપકડ બાદ 90 ટકા સવાલોમાં એક જ વાત હતી કે હેરાન કેમ થઈ રહ્યા છો. મોદીનું નામ આપી દો, અમે તમને છોડી દઈશું. અમે તો કાળાં કપડાં નહોતાં પહેર્યાં. કોઈ વિરોધ કર્યો નથી."

    "મોદીજી વિરુદ્ધ એસઆઈટી બનાવવામાં આવી, એક રાજ્યના મુખ્ય મંત્રી વિરુદ્ધ. કોઈ ભ્રષ્ટાચારનો કેસ ન હતો. રમખાણોમાં સંડોવણીનો નકલી પ્રકારનો કેસ કર્યો. જે પાછળથી સુપ્રીમ કોર્ટે રદ કર્યો. અમે તો કંઈ ન કહ્યું."

  2. ત્રણ માળના મકાનને બનાવ્યું 'ખેતર' અને લાખો રૂપિયાની કમાણી કરી

  3. બ્રેકિંગ, વડોદરામાં રામનવમીની શોભાયાત્રા સમયે તણાવ, પોલીસ તહેનાત

    વડોદરા શહેરમાં રામનવમી નિમિત્તે ફતેપુરા વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને આ દરમિયાન ભૂતડીઝાંપા પાસે તણાવ સર્જાયો હતો.

    વાતાવરણ તંગ થયાની જાણ થતા પોલીસકાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.

    સમાચાર એજન્સી એએનઆઈએ ડીસીપી યશપાલ જગાણિયાના હવાલાથી લખ્યું કે "વડોદરામાં રામનવમી શોભાયાત્રા દરમિયાન એક મસ્જિદ સામે સ્થિતિ થોડી તંગ બની હતી. લોકોને સમજાવીને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે."

    પોલીસના કહેવા પ્રમાણે, હાલ વિસ્તારમાં શાંતિ છે અને કોઈને ઈજા થઈ નથી. શોભાયાત્રા તેના રૂટ્સ પર આગળ વધી છે. કોઈ તોડફોડ થઈ નથી.

  4. બ્રેકિંગ, મધ્યપ્રદેશ: ઇન્દોરના મંદિરમાં વાવની છત તૂટી, અનેક લોકો પાણી પડ્યા, શુરૈહ નિયાઝી, બીબીસી હિન્દી માટે, ભોપાલથી

    મધ્યપ્રદેશના ઇન્દોરમાં રામનવમીના દિવસે એક શ્રી બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.

    મંદિરમાં રામનવમી નિમિત્તે લોકો એકઠા થયા હતા અને એ સમયે મંદિરમાં રહેલી એક વાવનું છત તૂટી પડી અને અનેક લોકો વાવમાં પડ્યા હતા.

    વાવની છત પર અનેક લોકો બેઠા હતા અને તેના કારણ છત અંદર ધસી ગઈ હતી.

    સમાચાર એજન્સી અનુસાર, રાજ્ય સરકારની બચાવ એજન્સીઓએ બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. અને અત્યાર સુધીમાં આઠ લોકોને પાણીમાંથી બહાર કાઢીને હૉસ્પિટલ ખસેડાયા છે.

    જિલ્લા પ્રશાસન, પોલીસ અને નગરનિગમના અધિકારીઓ સ્થળ પર હાજર છે અને વાવમાં પડેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરે છે.

    આ મામલે જિલ્લા પ્રશાસને અંદર પડેલા લોકો અને બચાવેલા લોકોની સંખ્યા અંગે સત્તાવાર કોઈ જાણકારી આપી નથી.

    તેમનું કહેવું છે કે લોકોને બચાવવા તેમની પ્રાથમિકતા છે. સ્થળ પર અફરાતફરીનો માહોલ છે.

    ત્યાં હાજર રહેલા લોકોનું કહેવું છે કે કમસે કમ બે ડઝન લોકો વાવમાં પડ્યા હશે.

    મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ મામલે ગંભીરતા દાખવીને ઇન્દોર કલેક્ટર અને કમિશનરને બચાવ અભિયાન ઝડપી બનાવવા કહ્યું છે.

  5. હિંમતનગરમાં રામનવમીની હિંસાના એક વર્ષ બાદ કેવી સ્થિતિ છે?

  6. મહારાષ્ટ્ર : સંભાજીનગરમાં જૂથ અથડામણ, પોલીસનાં અનેક વાહનોને આગ ચાંપી

    મહારાષ્ટ્રના સંભાજીનગરના કિરાડપુરા વિસ્તારમાં ગઈ કાલે રાત્રે બે જૂથો વચ્ચે થયેલી મારામારી બાદ અનેક વાહનોને સળગાવી દેવાની ઘટના સામે આવી છે.

    મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી ભગવત કરડે કહ્યું કે કેટલાક લોકોએ આ વિસ્તારમાં સ્થિત મંદિર પર પથ્થરમારો કર્યો હતો, પરંતુ આ અંગે વધુ માહિતી હાલ ઉપલબ્ધ નથી.

    ગઈ કાલે રાત્રે બનેલી ઘટના અંગે માહિતી આપતા પોલીસ કમિશનર નિખિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે "પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસનાં કેટલાંક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. અમે લોકોને વિખેરવા માટે બળનો ઉપયોગ કર્યો હતો, હવે સ્થિતિ શાંતિપૂર્ણ છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે."

    આ બાબતે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ભગવત કરડે કહ્યું, "આ મંદિર પર ઘણા લોકોએ પથ્થરમારો કર્યો અને કેટલીક પોલીસની જીપ અને વાહનોને સળગાવી દીધાં. ગઈ કાલે રાત્રે અહીં તણાવ હતો. હવે પોલીસ વિભાગે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને હાલ સ્થિતિ શાંતિપૂર્ણ છે."

    "આજે રામનવમી છે. હું તમામ હિંદુભાઈઓને વિનંતી કરું છું કે તમે જ્યાં પણ અને કોઈ પણ મંદિરમાં જાઓ, રામનવમી સારી રીતે ઊજવો. હું પોલીસ વિભાગને નિર્દેશ આપવા માગું છું કે જે લોકોએ અહીંની શાંતિમાં ખલેલ પહોંચાડી છે તેમને પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે."

  7. નિખત, નીતુ, સ્વીટી અને લવલીનાઃ મહિલા બૉક્સરોએ કેવી રીતે રચી સુવર્ણગાથા?

  8. ગુજરાતમાં સરકારી અને અનુદાન મેળવતી શાળાઓમાં શિક્ષકો-આચાર્યની 32 હજારથી વધુ પોસ્ટ ખાલી

    ગુજરાતમાં સરકારી અને અનુદાન મેળવતી શાળાઓમાં 32 હજારથી વધુ જગ્યાઓ (પોસ્ટ) ખાલી છે.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના રિપોર્ટ પ્રમાણે 906 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. અહેવાલમાં કહેવાયું છે કે, શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કૉંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં વિધાનસભામાં ગઈ કાલે જણાવ્યું હતું કે, ડિસેમ્બર-2022 સુધી રાજ્યમાં સરકારી અને અનુદાન મેળવતી ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની શાળાઓમાં શિક્ષકોની કુલ 29122 તથા આચાર્યની કુલ 3552 જગ્યાઓ ખાલી છે.

    સરકારે ટેબલ કરેલા ડેટા પ્રમાણે ગુજરાતમાં કુલ ખાલી 32674 જગ્યાઓમાંથી 20678 જગ્યાઓ સરકારી શાળાઓમાં અને 11996 જગ્યા અનુદાન મેળવતી શાળામાં ખાલી છે.

    સરકારી પ્રાથમિક શાળાઓમાં 17500થી વધુ જગ્યા ખાલી છે. ટ્રાઇબલ જિલ્લાની વાત કરીએ તો, દાહોદ જિલ્લામાં 1152 જગ્યા ખાલી છે.

    એની સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં 869, રાજકોટમાં 724 અને મહીસાગર જિલ્લામાં 692 જગ્યા ખાલી છે.

    અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં ટ્રાન્સફર, રિટાયરમેન્ટ અને પ્રશાસનના કારણસર 906 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે.

  9. પ્રાઇવેટ નોકરી કરતા લોકોને પણ સરકારી કર્મચારીને જેમ કેવી રીતે પેન્શન મળે?

  10. ગુજરાત સહિત ભારતમાં કોરોનાના કેસ વધ્યા

    ગુજરાત સહિત સમગ્ર ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

    ગુજરાત સરકારની અખબારી યાદી (29 માર્ચ) અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે.

    તેમજ છેલ્લા 24 કલાકમાં 704 લોકોને રસી આપવામાં આવી છે.

    રાજ્યમાં હાલમાં કુલ 2136 કેસ સક્રિય છે અને આઠ દર્દીઓ વૅન્ટિલેટર પર છે.

    અમદાવાદ કૉર્પોરેશનમાં સૌથી વધુ 141 કેસ નોંધાયા છે, બાદમાં સુરત, રાજકોટ, મોરબી, વડોદરા વગેરેનો સમાવેશ થાય છે.

    તો રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં (29 માર્ચ) કોવિડના નવા 300 કેસ નોંધાયા છે અને બે લોકોનાં મોત થયાં છે.

    અગાઉ મંગળવારે 214 કેસ નોંધાયા હતા. તો મહારાષ્ટ્રમાં પણ છેલ્લા 24 કલાકમાં 483 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોનાં મોત થયાં છે.

    ભારતમાં આ સાથે સક્રિય કેસની સંખ્યા વધીને 11, 903 થઈ ગઈ છે.

  11. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    29 માર્ચના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.