ઇંદિરા ગાંધીની જેમ અતિ કરી રહ્યા છે વડા પ્રધાન : કેજરીવાલ

મનીષ સિસોદિયાની ધરપકડ કરાયા બાદ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી ઇંદિરા ગાંધી સાથે કરી છે.

લાઇવ કવરેજ

  1. ઇંદિરા ગાંધીની જેમ અતિ કરી રહ્યા છે વડા પ્રધાન : કેજરીવાલ

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    મનીષ સિસોદિયાની ધરપકડ કરાયા બાદ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી ઇંદિરા ગાંધી સાથે કરી છે.

    કેજરીવાલે મોદી સરકારની કાર્યવાહીની ટીકા કરતાં કહ્યું છે કે 'પીએમ મોદી ઇંદિરા ગાંધીની માફક અતિ કરી રહ્યા છે.'

    સમાચાર સંસ્થા એએનાઈના જણાવ્યા અનુસાર કેજરીવાલે કહ્યું, "આમ આદમી પાર્ટી લોકોનાં ઘરેઘરે જશે અને દરેક વ્યક્તિને મળશે. અમે તેમને સમજાવીશું કે પીએમ કઈ રીતે એવી અતિ કરી રહ્યા છે જેવી ઇંદિરા ગાંધીએ કરી હતી. લોકો બધું જ જોઈ રહ્યા છે અને તેઓ જ જવાબ આપશે. લોકો ભારે આક્રોશમાં છે."

  2. ફેબ્રુઆરીમાં જીએસટીનું કલેક્શન 1.49 લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું

    જીએસટી

    ઇમેજ સ્રોત, Getty Images

    જ્યારથી જીએસટી લાગુ થયો છે ત્યારથી સેસ (અધિભાર) કલેક્શન સર્વાધિક 11,931 કરોડ રૂપિયા નોંધાયું છે.

    બુધવારના બહાર પાડવામાં આવેલા સરકારી આંકડા અનુસાર, ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શનમાં 12 ટકા વધારો નોંધાયો છે અને તે રૂપિયા 1.49 લાખ કરોડથી વધારે છે.

    જોકે ફેબ્રુઆરીમાં વસ્તુ તથા સેવા કર (જીએસટી)નું કલેક્શન બીજા સૌથી વધુ ટૅક્સ કલેક્શન કરતા ઓછું જ રહ્યું છે.

    જાન્યુઆરીમાં 1.57 લાખ કરોડ હતું જ્યારે એપ્રિલ 2022માં અત્યાર સુધીનું સર્વાધિક કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું.

    નાણા મંત્રાલય અનુસાર, સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ થવાને કારણે ટૅક્સ કલેક્શન ઓછું જ રહે છે. ફેબ્રુઆરી 2022માં જીએસટી કલેક્શન 1.33 લાખ કરોડ રૂપિયા હતું.

    પરંતુ આ વખતે આમાં ગત મહિનાની તુલનામાં 12 ટકાનો વધારો થયો છે.

  3. ખેતરમાં છંટાતી જંતુનાશક દવાથી ખેડૂતને કેવી ઝેરી અસર થઈ શકે?

  4. ભારત ઑસ્ટ્રેલિયા ટેસ્ટમેચ : ટીમ ઇંડિયાની ખરાબ શરૂઆત

    India Australia match

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇંદોરમાં ભારત ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની ત્રીજી ટેસ્ટમેચના પ્રથમ દિવસે ટૉસ જીતીને બેટિંગ શરૂ કરનારી ભારતીય ટીમે નબળી શરૂઆત કરી છે.

    મૅચ શરૂ થવાના પહેલા કલાકમાં જ ભારતીય ટીમના પાંચ બૅટ્સમૅન આઉટ થઈ ગયા છે.

    રોહિત શર્મા 12, શુભમન ગિલ 21 અને ચેતેશ્વર પુજારા એક રન બનાવીને આઉટ થયા. જ્યારે રવીન્દ્ર જાડેજા 4 રન અને શ્રેયસ અય્યર રન બનાવ્યા વિના શૂન્ય પર આઉટ થયા.

    આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતે 26 ઑવરમાં 87 રન બનાવીને 7 વિકેટ ગુમાવી દિધી હતી.

    વિરાટ કોહલી 22 રન અને શ્રીકર ભરત 17 બનાવીને આઉટ થઈ ગયા છે. હાલ અક્ષર પટેલ 6 રન અને રવિચંદ્રન અશ્વિન એક રન બનાવીને રમતમાં છે.

  5. એલપીજી ગૅસના ભાવ આજે ફરી વધ્યા, હવે સિલિન્ડર કેટલો મોંઘો થયો?

    ગૅસ

    ઇમેજ સ્રોત, Getty Images

    એલપીજી ગૅસના ભાવમાં ફરી એક વાર વધારો થયો છે.

    આ સાથે જ કૉમર્શિયલ સિલિન્ડરના ભાવ પણ વધ્યા છે. નવી કિંમત એક માર્ચથી લાગુ થશે.

    આ વધારાના કારણે 14.2 કિલોગ્રામવાળો ઘરેલુ એલપીજી સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો છે.

    ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 1103 રૂપિયા હશે.

    19 કિલોગ્રામનો કૉમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ 350 રૂપિયા મોંઘો થયો છે.

    આ સિલિન્ડર હવે 2119 રૂપિયામાં મળશે. આ નવી કિંમતો દિલ્હીની છે.

  6. Ind vs Aus : ભારતે ટૉસ જીત્યો, પહેલા બેટિંગનો નિર્ણય, રોહિત શર્મા આઉટ

    test match

    ઇમેજ સ્રોત, Getty Images

    બૉર્ડર-ગાવસ્કર સિરીઝની ત્રીજી ટેસ્ટમેચ બુધવારથી ઇંદોરમાં શરૂ થઈ છે.

    ભારતે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની પ્લેઇંગ ઇલેવનમાં કે ઍલ રાહુલની જગ્યાએ શુભમન ગિલને સામેલ કરવામાં આવ્યા છે.

    મૅચની પહેલી ઑવરમાં બે વખત આઉટ થયા છતાં રોહિત શર્માને જીવતદાન મળ્યું, પરંતુ છઠ્ઠી ઓવરમાં રોહિત શર્મા મૅથ્યૂ કુહનેમૅનની બૉલિંગમાં સ્ટમ્પ આઉટ થયા હતા.

    ભારતીય ટીમ :

    રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શ્રીકર ભરત, અક્ષર પટેલ, આર અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

    ઑસ્ટ્રેલિયા ટીમ :

    ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, સ્ટિવન સ્મિથ, પીટર હૅંડ્સકૉમ્બ, કૅમરન ગ્રીન, એલેક્સ કૅરી, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, ટૉડ મર્ફી, મૅથ્યૂ કુહનેમૅન

    સિરીઝની શરૂઆતની બન્ને મૅચમાં ભારતે વિજય મેળવ્યો છે.

    જો ભારત ત્રીજી ટેસ્ટમેચ પણ જીતી જાય છે તો ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં સ્થાન પાક્કું થઈ જશે.

    સિરીઝમાં સતત મળતી હારને કારણે ઑસ્ટ્રેલિયા મુશ્કેલીમાં છે અને ટીમની કોશિશ રહેશે કે આ મૅચમાં વિજય મેળવીને સિરીઝમાં પોતાની દાવેદારી જાળવી રાખે.

  7. ગુજરાતે છેલ્લાં બે વર્ષમાં 240 સિંહ ગુમાવ્યા

    સિંહ

    ઇમેજ સ્રોત, GETTY IMAGES

    ગુજરાતના એકમાત્ર એશિયન સિંહ ધરાવતા ગીર અભયારણ્યમાં છેલ્લાં બે વર્ષમાં 240 સિંહો ગુમાવ્યા છે.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, આ મૃત્યુ ગીરની સિંહોની વસ્તીના લગભગ 36% છે.

    મંગળવારે રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે ગીર અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં 31 ડિસેમ્બર, 2022 સુધીમાં છેલ્લાં બે વર્ષમાં 128 સિંહબાળ સહિત 240 સિંહો કુદરતી અને અકુદરતી કારણસર ગુમાવ્યા છે.

    આ આંકડો કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે પૂછેલા એક સવાલના જવાબમાં રાજ્ય સરકારે આપ્યો હતો.

    મે 2020માં રાજ્ય સરકારે સિંહોની વસ્તી 674 હોવાનો અંદાજ મૂક્યો હતો, જે 2015ના 523ના આંકડા કરતાં 29% વધુ છે.

    જોકે, વન અધિકારીઓ તેમના સંરક્ષણ પ્રયાસોનો બચાવ કરતા કહે છે કે 2020થી સિંહના મૃત્યુની સંખ્યા ઘટી રહી છે.

    સરકારે વિધાનસભામાં એમ પણ જણાવ્યું હતું કે તેણે વિવિધ 12 યોજનાઓ હેઠળ સિંહ સંરક્ષણ માટે નાણાકીય સહાયની માગ કરી છે, પરંતુ કેન્દ્ર સરકારે કોઈ ભંડોળ બહાર પાડ્યું નથી.

    જોકે, વન અધિકારીઓએ કેન્દ્રનો બચાવ કરતા કહ્યું કે તે હજુ પ્રોજેક્ટ લાયનને આખરી ઓપ આપવાની પ્રક્રિયામાં છે અને આથી અનુદાન બહાર પડવાનું બાકી છે.

    ઉલ્લેખનીય છે કે ગીરના જંગલમાં મોબાઇલ ટાવર લગાવાના નિર્ણયથી અનેક પર્યાવરણવિદ નારાજ થયા હતા.

    તો અગાઉ ફેલાયેલા બબેસિયોસિસ (બબેશિયા) વાઇરસથી પણ અનેક સિંહપ્રેમીઓમાં સિંહના મૃત્યુને લઈને ચિંતિત થયા હતા.

  8. ગ્રીસ

    ઇમેજ સ્રોત, Reuters

    ગ્રીસમાં ટ્રેન દુર્ઘટનામાં 16 લોકોનાં મોત

    ગ્રીસમાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં કમસે કમ 16 લોકોનાં મોત થયાં છે.

    આ દુર્ઘટના બે ટ્રેન અથાવાથી થઈ છે. ઉત્તર ગ્રીસમાં થયેલી આ દુર્ઘટના અંગે ઇમરજન્સી સર્વિસિઝે માહિતી આપી છે.

    દુર્ઘટના મંગળવારે મોડી સાંજે થઈ હતી.

    બચાવદળના લોકો સ્થળ પર હાજર છે અને મુસાફરોને બચાવવાની કોશિશ કરી રહ્યા છે.

    દુર્ઘટનાસ્થળે આગ લાગવાની માહિતી પણ મળી છે. દુર્ઘટના પેસેન્જર ટ્રેન અને માલગાડી ટકરાવવાથી થઈ છે.

    ફાયર બ્રિગેડે જણાવ્યું કે ઘટનાસ્થળ પર લાગેલી આગને ઓલવવા માટે 17 ગાડીઓ મોકલાઈ છે.

    દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સમાચાર એજન્સી રૉયટર્સને બચાવાયેલા એક શખ્સે કહ્યું કે લોકો ગભરાયેલા છે અને બૂમો પાડી રહ્યા છે.

    અન્ય એક યાત્રાીએ કહ્યું કે એવું લાગ્યું કે ભૂકંપ આવી ગયો.

  9. અંબાણી પરિવારને દેશવિદેશમાં ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, સુચિત્ર મોહંતી, બીબીસી માટે

    અંબાણી પરિવાર

    ઇમેજ સ્રોત, PRODIP GUHA

    ભારતની સુપ્રીમ કોર્ટે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારને ભારત અને વિદેશમાં ઝેડ પ્લસ કૅટેગરીની સુરક્ષા આપી છે. સુરક્ષાનો ખર્ચ અંબાણી પરિવાર જાતે ઉઠાવશે.

    બીબીસીએ સુપ્રીમ કોર્ટનાં આઠ પાનાંનો આ આદેશ જોયો છે.

    સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને તેમના આખા પરિવારને ભારત અને ભારતની બહાર ઝેડ પ્લસ કૅટેગરીની સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. આ ભારતની સર્વોચ્ચ કક્ષાની સુરક્ષા છે.

    જસ્ટિસ કૃષ્ણ મોરારિની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની બે સભ્યોને બેન્ચે આ આદેશ આપ્યો છે.

    સુપીમ કોર્ટે કહ્યું, "જ્યારે મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યો ભારતમાં હશે ત્યારે મહારાષ્ટ્ર રાજ્ય અને ગૃહ મંત્રાલય આ સુરક્ષાની વ્યવસ્થા કરશે અને જ્યારે તેઓ દેશની બહાર હશે ત્યારે ગૃહ મંત્રાલય તેમની સુરક્ષા સુનિશ્ચિત કરશે."

    સુપ્રીમ કોર્ટનો આ આદેશ વિકાસ સાહાની અરજી વિરુદ્ધ કેન્દ્ર સરકારની અપીલ પરની સુનાવણી દરમિયાન અપાયો છે.

    સાહાની જનહિતની અરજી પર સુનાવણી કરતા ત્રિપુરા હાઈકોર્ટે ગૃહ મંત્રાલય પાસેથી અંબાણી પરિવારની સુરક્ષાનાં જોખમો સંબંધિત અસલી ફાઈલ માગી હતી.

    બાદમાં કેન્દ્ર સરકારે હાઈકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

    સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ત્રિપુરા હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી.

  10. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    28 ફેબ્રુઆરીના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.