દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનું કૅબિનેટમાંથી રાજીનામું
ધરપકડ સામે મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન ન મળ્યા બાદ તેમને 4 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલી આપ્યા છે.
લાઇવ કવરેજ
ગુજરાતમાં ઠંડી ઘટવાથી ઘંઉના ઘટેલા ઉત્પાદન અને કપાસ મગફળીને ભારે વરસાદથી થતા નુકસાનનો ઉપાય શું?
બ્રેકિંગ, મનીષ સિસોદિયાનું દિલ્હીના ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું

ઇમેજ સ્રોત, ANI
દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ તેમના પદેથી રાજીનામું આપ્યું છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર મનીષ સિસોદિયાની સાથે સાથે સત્યેંદર જૈને પણ પોતાના મંત્રીપદેથી રાજીનામું આપ્યું છે.
આ બન્ને નેતાઓના રાજીનામાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સ્વીકારી લીધાં છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા રવિવારે દિલ્હી સરકારની શરાબ નીતિ સંદર્ભે પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.
આજે આમ આદમી પાર્ટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં સિસોદિયાના જામીન માટે અરજી કરવામાં આવી હતી, જેનો સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટમાં અરજી કરવાનો નિર્દેશ આપીને નિકાલ કર્યો હતો.
1થી 8 ધોરણમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત, વિધાનસભામાં બિલ પસાર

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત વિધાનસભામાં ફરજિયાત ગુજરાતી ભાષાનું શિક્ષણ આપવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોર દ્વારા વિધાનસભામાં આ બિલને રજૂ કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ આ બિલનું સમર્થન કર્યું હતું. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત ભણાવવા માટેની આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. આમાં સીબીએસઈ, આસીએસઈ અને આઈબી બોર્ડની શાળાઓનો પણ સમાવેશ થાય છે.
રાજ્યની કોઈ શાળા આ જો આ બિલની જોગવાઈનો અનાદર કરતી જોવા મળશે પ્રથમ વખતે 50 હજાર, બીજી વખતે 1 લાખ અને ત્રીજી વખતે 2 લાખ રૂપિયાના જુર્માનાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ જ પ્રકારનો અનાદર ચોથી વખતે ધ્યાને આવતાં શાળાની મજૂરી રદ કરી દેવામાં આવશે.
કેરળના મંદિરમાં હાથીને બદલે હવે 'રોબોટ હાથી' દ્વારા પૂજા થશે

ઇમેજ સ્રોત, www.petaindia.com
કેરળના એક મંદિરમાં પૂજા-અર્ચના પૂર્ણ કરાવવા માટે હવે જીવતા હાથીને બદલે હાથીનો રોબોટ લાવવામાં આવ્યો છે.
રાજ્યના ત્રિશૂર જિલ્લાનાં ઇરિંજાડાપિલીસ્થિત શ્રીકૃષ્ણ મંદિરના વહીવટીતંત્રે એક પહેલરૂપે આ પગલું લીધું છે.
મંદિરના વહીવટીતંત્રે કોઈ પણ તહેવારમાં કોઈ પણ જીવિત પ્રાણીનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે.
પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા 'પીપલ ફૉર ઍથિકલ ટ્રીટમૅન્ટ ઑફ એનિમલ્સ' એટલે કે પેટા અને મલયાલમ ફિલ્મોનાં અભિનેત્રી પાર્વતી તિરુવોતુએ મળીને હાથીનું આ મૉડલ મંદિરને દાન કર્યું છે.
એમનું કહેવું છે કે, ધાર્મિક ઉત્સવોને 'ક્રૂરતામુક્ત' રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
સાંકળોથી બાંધી રાખવામાં આવેલા હાથીને શણગારીને કેરળના મંદિરમાં થનારા ઉત્સવોમાં સામેલ કરવામાં આવે છે. આ મુદ્દે ઘણાં લોકો પહેલાંથી વિરોધ વ્યક્ત કરતા રહ્યા છે.
કહેવાય છે કે ભારતમાં બંધક રાખવામાં આવેલા હાથીઓમાંથી લગભગ 20 ટકા હાથી કેરળમાં છે. આવા હાથીઓની કુલ સંખ્યા લગભગ 2,500 છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના
એ રોમાંચક મુકાબલની કહાણી જેમાં ન્યૂઝીલૅન્ડે ઇંગ્લૅન્ડને માત્ર 1 રને હરાવી દીધું

ઇમેજ સ્રોત, Getty Images
વૅલિંગટનમાંજે ઘટ્યું એ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં વરસો સુધી યાદ રહેશે. અહીંરમાયેલા એક અત્યંત રોમાંચક ટેસ્ટ મુકાબલામાં ન્યૂઝીલૅન્ડે ઇંગ્લૅન્ડને એક રને હરાવી દીધું. ઇંગ્લૅન્ડની ટીમને જીતવા માટે 258 રનની જરૂર હતી, જોકે, ન્યૂઝીલૅન્ડે ઇંગ્લૅન્ડની તમામ 10 વિકેટ 256 રનમાં લઈ લીધી.નીલ વૅગનરે ચાર વિકેટ લીધી તો કૅપ્ટન ટીમ સાઉધીએ ત્રણ વિકેટ મેળવી.
બન્ને ટીમો વચ્ચેની આ લડાઈ રોમાંચથી ભરેલી રહી. એક વખતે એવું પણ લાગી રહ્યું હતું કે ઇંગ્લૅન્ડની ટીમ ટેસ્ટમેચ જીતી લેશે પણ કિસ્મતે કિવી ક્રિકેટરોનો સાથ આપ્યો અને છેલ્લા બૅટર તરીકે બેટિંગ કરવા આવેલા જૅમ્સ ઍન્ડરસને વૅગનરે આઉટ કરી દીધા અને ન્યૂઝીલૅન્ડ આ ઐતિહાસિક મૅચ જીતી ગયું.
જ્યારે ઇંગ્લૅન્ડને વિજય માટે માત્ર 7 રનની જ જરૂર હતી ત્યારે એની પાસે માત્ર એક જ વિકેટ બચી હતી. એવામાં ઍન્ડરસને એક બાઉન્ડ્રી ફટકારી અને ટીમને વિજયની એકદમ નજીક લાવી દીધી. એ બાદ ઇંગ્લૅન્ડને જ્યારે જીતવા માટે માત્ર 2 જ રનની જરૂર હતી અને સૌને લાગી રહ્યું હતું કે વિજય હવે હાથવગો જ છે ત્યારે રે જ નીલ વૅગનર ત્રાટક્યા અને તેમણે ઍન્ડરસનને આઉટ કરી દીધા. એ સાથે જ ન્યૂઝીલૅન્ડ 1 રનથી મૅચ જીતી ગયું.
ભારે ઉતાર-ચઢાવવાળી આ મૅચમાં ઇંગ્લૅન્ડે ન્યૂઝીલૅન્ડને ફૉલોઓનની ફરજ પાડી હતી. ઇંગ્લૅન્ડે પ્રથમ ઇનિંગમાં 8 વિકેટે 435 રન પર દાવ જાહેર કર્યો હતો અને બાદમાં ન્યૂઝીલૅન્ડની ટીમને 209 રનમાં જ સમેટી દીધી હતી. એ બાદ ન્યૂઝીલૅન્ડે ફૉલોઓન રમતાં483 રન બનાવ્યા હતા.
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ ચોથી એવી ઘટના હશે કે જ્યારે ફૉલોઓન રમનારી ટીમે જીત હાંસલ કરી હોય. આ પેહલાંવર્ષ 2001માં કોલકાતામાં ઈડન ગાર્ડનમાં ભારતે ઑસ્ટ્રેલિયાને ફૉલઓનની ફરજ પાડ્યા બાદ 171 રનોથી હરાવી દીધું હતું.
ન્યૂઝીલૅન્ડે આ શાનદાર વિજય હાંસલ કરીનેસિરીઝને 1-1થી બરોબર કરવામાં સફળતા મેળવી છે.આ પહેલાની ટેસ્ટમેચ ઇંગ્લૅન્ડે જીતી લીધી હતી.
સ્કોર
ન્યૂઝીલૅન્ડ પ્રથમ ઇનિંગ - 209 રન
બીજી ઇનિંગ - 483 (ફૉલોઓન મળ્યા બાદ)
ઇંગ્લૅન્ડ પ્રતમ ઇનિંગ 0 435/8 (દાવ ડિક્લેર)
બીજી ઇનિંગ - 256 (ઑલ આઉટ)
ધરપકડ સામે દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty
સીબીઆઈના પાંચ દિવસના રિમાંડમાં ગયા બાદ દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ પોતાની ધરપકડ વિરુદ્ધ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
અદાલતમાં પોતાની અરજીમાં તેમણે પોતાની ધરપકડને પડકારી છે. સાથે જ તેમણે કથિત શરાબ કૌભાંડમાં સીબીઆઈની તપાસની રીત પર પણ પ્રશ્નો કર્યા છે.
સિસોદિયાના વકીલ મુખ્ય ન્યાયાધીશની પીઠની સામે આ મામલો રજૂ કરશે અને તેમની સામે જલદીમાં જલદી સુનાવણી કરવાની વિનંતી કરશે.
સિસોદિયા પર 2021માં લાગુ કરવામાં આવેલી શરાબ નીતિ બનાવવા અને તેને લાગુ કરવામાં કથિત ગેરરીતિમાં સામે થવાના આરોપ છે.
સીબીઆઈએ રવિવાર સાંજે લાંબી પૂછપરછ પછી તેમની ધરપકડ કરી હતી.
દરિયો આસમાની કેમ છે? સર સી. વી. રામને શોધ્યો'તો જવાબ
ઈપીએફઓ દ્વારા વધારે પેન્શન પસંદ કરવાની સમયમર્યાદા 3 મે, 2023 સુધી લંબાવી

ઇમેજ સ્રોત, Getty Images
ઈપીએફઓ દ્વારા પીએફ સબ્સ્ક્રાઇબર્સ માટે વધુ પેન્શન પસંદ કરવાની સમયમર્યાદા તારીખ ત્રીજી મે, 2023 સુધી લંબાવવામાં આવી છે.
અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે વધારે પેન્શન પસંદ કરવાની અંતિમ તારીખ 3 માર્ચ, 2023 હોઈ શકે છે.
ગયા અઠવાડિયે, ઈપીએફઓ એ કર્મચારીઓ અને તેમના એમ્પ્લોયરો દ્વારા કર્મચારી પેન્શન યોજના (ઈપીએસ) હેઠળ વધારે પેન્શન માટે સંયુક્ત અરજીની પ્રક્રિયા રજૂ કરી હતી.
ઈપીએફઓએ ફિલ્ડ ઓફિસો વતી 'સંયુક્ત વિકલ્પ ફૉર્મ'ની જોગવાઈ આપી હતી.
સુપ્રીમ કોર્ટે 4 નવેમ્બર, 2022ના રોજ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ને તમામ પાત્ર સભ્યોને વધારે પેન્શન પસંદ કરવા માટે ચાર મહિનાનો સમય આપવાનો આદેશ આપ્યો હતો.
નાઇજીરીયા ચૂંટણી: વિપક્ષના પ્રમુખપદના ઉમેદવાર પીટર ઓબી આગળ

ઇમેજ સ્રોત, Twitter/@PeterObi
ઇમેજ કૅપ્શન, 24 વર્ષ પહેલાં લશ્કરી શાસનના અંત પછી નાઇજીરીયામાં આ સૌથી વધુ રસાકસીવાળી ચૂંટણીઓ છે. નાઇજીરીયાના ચૂંટણી પંચે જણાવ્યું છે કે વિપક્ષી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પીટર ઓબીએ દેશના વ્યાપારી હબ લાગોસમાં સૌથી વધુ મતો મેળવ્યા છે.
પીટર ઓબીએ અહીં શાસક પક્ષના ઉમેદવાર અને લાગોસના ગવર્નર બોલા ટીનૂબાને પાતળા અંતરથી હરાવી દીધા છે.
પીટર ઓબી યુવા અને શહેરી મતદારોને અપીલ કરીને નાઈજીરીયાની ચૂંટણીમાં આગળ આવ્યા છે.
અન્ય રાજ્યોમાંથી પણ ચૂંટણીનાં પરિણામો આવી રહ્યાં છે, પરંતુ ચૂંટણી કોણ જીતી રહ્યું છે તે કહેવું વહેલું ગણાશે.
શનિવારે યોજાયેલી ચૂંટણીમાં લગભગ નવ કરોડ મતદારોએ ભાગ લીધો હતો. ચૂંટણી શાંતિપૂર્ણ રહી હતી પરંતુ ઘણા વિસ્તારોમાં મતદાન મોડું થયું હતું.
24 વર્ષ પહેલાં લશ્કરી શાસનના અંત પછી નાઇજીરીયામાં આ સૌથી વધુ રસાકસીવાળી ચૂંટણીઓ છે.
કથિત 'નોકરી માટે જમીન કૌભાંડ'ના કેસમાં લાલુ પ્રસાદ યાદવને કોર્ટનું સમન્સ

પત્ની, પુત્રીઓ અને અન્ય ઘણા લોકોને સમન્સ જારી કર્યા છે.
લાઈવ લો અનુસાર, આ સમન્સ સીબીઆઈના કથિત 'નોકરી માટે જમીન કૌભાંડ' કેસના સંદર્ભમાં મોકલવામાં આવ્યા છે.
આ કથિત કૌભાંડ લાલુ યાદવ રેલમંત્રી હતા તે સમયનું છે. એવો દાવો છે કે લાલુ યાદવના રેલમંત્રીના કાર્યકાળ દરમિયાન રેલવે મંત્રાલયમાં લોકોને નોકરી આપવાના બદલામાં જમીન લેવામાં આવી હતી.
આરોપ છે કે 2008-09માં મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુર રેલવે ઝોનમાં જમીનના બદલામાં લોકોને નોકરી આપવામાં આવી હતી.
નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ કવરેજ પેજ પર આપનું સ્વાગત છે.
અહીં ગુજરાત ઉપરાંત દેશ-વિદેશના મહત્ત્વના સમાચારો સતત મળતા રહેશે.
આપ અમારી સાથે જોડાયેલા રહો.
27 ફેબ્રુઆરીની અપડેટ્સ માટેઅહીં ક્લિકકરો
