તુર્કી ભૂકંપમાં એક ભારતીયનું મોત, મૃતકોની સંખ્યા 24 હજારને પાર
તુર્કીમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને માહિતી આપી કે 'તુર્કીમાં છ ફેબ્રુઆરીના ભૂકંપ બાદ ગુમ ભારતીય નાગરિક વિજયકુમારનો મૃતદેહ મળ્યો છે.'
લાઇવ કવરેજ
ગાયને આલિંગન કરવાથી માનસિક તણાવ દૂર થાય?
તુર્કી ભૂકંપમાં એક ભારતીયનું મોત, મૃતકોની સંખ્યા 24 હજારને પાર

ઇમેજ સ્રોત, Getty Images
તુર્કીમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને માહિતી આપી કે "તુર્કીમાં છ ફેબ્રુઆરીના ભૂકંપ બાદ ગુમ ભારતીય નાગરિક વિજયકુમારનો મૃતદેહ મળ્યો છે."
દૂતાવાસ અનુસાર, વિજયકુમાર એક બિઝનેસ ટ્રિપ પર તુર્કી ગયા હતા અને તેમનો મૃતદેહ માલટ્યામાં એક હોટલના કાટમાળમાંથી મળ્યો છે.
દૂતાવાસે પીડિત પરિવાર પરત્વે સંવેદના વ્યક્ત કરતા પાર્થિવ શરીરને જલદી પરિવાર પાસે પહોંચાડવાની વાત કરી છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તો તુર્કી અને સીરિયામાં ભૂકંપથી મરનારની સંખ્યા 24 હજારને પાર થઈ ગઈ છે.
દેશના રાષ્ટ્રપતિ રેચપ તૈયપ અર્દોઆન અનુસાર, તુર્કીમાં મૃતકોની સંખ્યા વધીને21,043 થઈ ગઈ છે.
સમાચાર સંસ્થા એએફપી અનુસાર, સીરિયામાં અંદાજે 3 હજાર 553 લોકોનાં મોતની માહિતી છે, જેનાથી બંને દેશમાં મોતની સંખ્યા 24 હજાર 596 થઈ ગઈ છે.
મોંઘવારી પર નિયંત્રણ લાદવા કેન્દ્ર સરકારે ઘઉંની જથ્થાબંધ કિંમતમાં કર્યો ઘટાડો

ઇમેજ સ્રોત, ANI
કેન્દ્ર સરકારે શુક્રવારે મોંઘવારી પર નિયંત્રણ લગાવવા માટે જથ્થાબંધ વિક્રેતાઓને વેચવામાં આવતા ઘઉંની કિંમત ઘટાડવાનો નિર્ણય લીધો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સરકારે માત્ર 2350 રૂપિયાની રિઝર્વ કિંમત પર ઘઉં વેચવાનો નિર્ણય લીધો છે. ઘઉંનું આ વેચાણ સમગ્ર દેશમાં ઈ-ઑક્શન દ્વારા થશે.
સરકાર સાથે જ નાફેડ, નેશનલ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન (એનસીસીએફ) અને કેન્દ્રીય ભંડારને વેચવામાં આવતા એફસીઆઈના ઘઉંની કિંમત બે રૂપિયા ઘટાડી છે. હવે એ ઘઉં 23.5 રૂપિયાની જગ્યાએ 21.5 રૂપિયામાં વેચાશે.
આ સંસ્થાન ઘઉંનો લોટ બનાવીને બજારમાં વેચે છે. સરકાર અનુસાર, આ લોટની કિંમત 29.5 રૂપિયાની જગ્યાએ 27.5 રૂપિયા હશે.
આ પહેલાં સરકારે ગયા મહિને જાહેરાત કરી હતી કે ઘઉં અને લોટની કિંમતને નિયંત્રિત કરવાના ઉદ્દેશથી તેઓ પોતાના બફર સ્ટૉકમાંથી 30 લાખ ટન ઘઉં મુક્ત બજારમાં ઉતારશે.
શાહરુખ ખાનની 'પઠાણ' ફિલ્મે બનાવ્યો રેકૉર્ડ, કમાણી કેટલે પહોંચી?

ઇમેજ સ્રોત, YASHRAJ
શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'ની કમાણી દિવસે દિવસે વધી રહી છે અને બૉક્સઑફિસ પર કમાણી મામલે ફિલ્મે 900 કરોડ રૂપિયા પાર કરી લીધા છે.
યશરાજ ફિલ્મ્સ અનુસાર, ફિલ્મે ભારતમાં 558.40 કરોડ રૂપિયા અને વિદેશોમાં 342 .60 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે કુલ મળીને 901 કરોડ થાય છે.
યશરાજ ફિલ્મ્સે જણાવ્યું કે ત્રીજા શુક્રવારે ભારતમાં 5 કરોડ 90 લાખ રૂપિયાની નેટ કમાણી કરી છે.
શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે અને રિલીઝ બાદ ફિલ્મ રોજ કમાણીના રેકૉર્ડ બનાવી રહી છે.
'પઠાણ' ફિલ્મથી શાહરુખ ખાને ચાર વર્ષ બાદ ફિલ્મી પડદે વાપસી કરી છે. ફિલ્મમાં શાહરુખ સહિત દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ પણ છે.
'પઠાણ' ફિલ્મે પહેલા દિવસે ભારતમાં 57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર મીડિયા રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં સુરત બાદ કચ્છ જિલ્લામાં ભૂકંપના ઝટકા લાગ્યા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 નોંધાઈ છે.
ભૂકંપ વિજ્ઞાન અનુસંધાન સંસ્થાના એક અધિકારીએ બતાવ્યું છે કે ભૂકંપની તીવ્રતા 3.8 મેગ્નિટ્યૂટ નોંધાઈ છે. તેનું કેન્દ્ર જમીનની અંદર 5.2 કિલોમિટર ઊંડાણમાં નોંધવામાં આવ્યું છે.
ભૂકંપનું કેન્દ્ર અરબ સાગરમાં હતું. ભૂકંપને લઈને કોઈ પણ પ્રકારની પ્રૉપર્ટી કે જાનમાલને નુકસાન થયું નથી.
કચ્છ એક એવો પ્રદેશ છે, જ્યાં સમયાંતરે ભૂકંપના આંચકા આવતા રહે છે.
INDvAUS : નાગપુર ટેસ્ટમાં ભારતનો એક ઇનિંગ અને132 રને વિજય, અશ્વિને લીધી પાંચ વિકેટ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની પ્રથમ મેચમાં ભારતનો એક ઇનિંગ અને 132 રને વિજય થયો છે. ત્રીજા દિવસે લંચ બાદ બેટિંગ માટે ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ ટી-બ્રેક પહેલાં જ પેવેલિયનભેગી થઈ ગઈ હતી.
બીજી ઇનિંગમાં ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. ત્રીજા દિવસે ભારતે ઑસ્ટ્રેલિયા પર 223 રનોની લીડ હાંસલ કરી છે. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 139.3 ઓવરમાં 400 રન બનાવ્યા અને ઑલઆઉટ થઈ ગઈ હતી.
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી ટેસ્ટ સિરીઝમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચ યોજાવાની છે. આ સિરીઝમાં ભારત ક્યારેય ઑસ્ટ્રેલિયા સામે હાર્યું નથી.
બ્રેકિંગ, ગુજરાતમાં જંત્રીના દરમાં કરાયેલો વધારો 15 એપ્રિલથી અમલી બનશે

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્ય સરકારે ચાર ફેબ્રુઆરીના રોજ જંત્રીમાં વધારો કર્યો હતો. તાજેતરમાં આ વધારો 15 એપ્રિલથી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગે સરકારના આ નિર્ણય વિશે આપેલી વિગતો અનુસાર, રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે જંત્રીના નવા દરની જાહેરાત બાદ બિલ્ડરો અને લોકોમાં અસમંજસ ઊભું થયું હતું. રાજ્યભરમાંથી બિલ્ડર ઍસોસિયેશનો દ્વારા રાજ્ય સરકારને આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી.
જંત્રી શું છે, તેની ગણતરી કેવી રીતે થાય છે અને તેમાં વધઘટની સામાન્ય લોકો પર શું અસર પડે? તે વાંચવા માટે અહીં ક્લિક કરો.
હિંડનબર્ગ રિપોર્ટ : અદાણી મામલે સુપ્રીમ કોર્ટે સેબી પાસેથી માગ્યો જવાબ

ઇમેજ સ્રોત, ANI
અદાણી ગ્રૂપ મામલે સેબીની ભૂમિકા શંકાશીલ હોવાની એક જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટે સેબી પાસેથી સોમવાર સુધીમાં જવાબ માગ્યો છે.
જાહેર હિતની અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શૅર અને માર્કેટ કૅપિટલાઇઝેશનમાં જંગી ઘટાડાથી નાના રોકાણકારોને ભારે નુક્સાન થયું છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે સેબી તરફથી કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાથી આમ થયું છે.
મુખ્ય ન્યાયાધીશ ડૉ. ડી. વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે સેબી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને સોમવાર સુધીમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે.
સુપ્રમૂી કોર્ટે એમ પણ કહ્યું કે કાયદાકીય અને નિયમનકારી સુધારા અંગે સલાહ આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવે.
તુર્કી અને સીરિયા ભૂકંપ : 90 કલાકથી કાટમાળમાં ફસાયેલા નવજાત બાળકને બચાવાયું, કુલ મૃત્યુઆંક 22,300થી વધુ

ઇમેજ સ્રોત, EKREM IMAMOGLU
તુર્કી અને સીરિયામાં પાંચ દિવસ પહેલાં આવેલા ભયાનક ભૂકંપના કારણે મૃત્યુઆંક અત્યાર સુધી 22,300થી વધુ થઈ ગયો છે.બંને દેશોમાં મોટાપાયે રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે.
આ વચ્ચે તુર્કીમાં એક ધ્વસ્ત થયેલી ઇમારતના કાટમાળમાંથી 90 કલાકની જહેમત બાદ એક નવજાત બાળક અને તેની માતાને રૅસ્ક્યૂ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે.
માત્ર 10 દિવસની ઉંમરની ધરાવતા આ બાળકનું નામ યાગિઝ છે. સ્થાનિક મીડિયામાં આ બાળકના બચવાને ચમત્કાર ગણાવાઈ રહ્યો છે.
ફૂટેજમાં જોવા મળે છે કે બચાવકર્તા સાવધાનીથી બાળક અને તેની માતાને કાટમાળમાંથી બહાર કાઢે છે અને સ્ટ્રેચર પર ઍમ્બ્યુલન્સ સુધી લઈ જાય છે.

ઇમેજ સ્રોત, Dave Bull/BBC
આ વિનાશકારી આફતના ચાર દિવસ બાદ કંપાવી દે તેવી ઠંડી અને વરસાદ વચ્ચે ગુમ થયેલા લોકોની જીવતા મળવાની શક્યતા ઘટતી જઈ રહી છે.
આ વચ્ચે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન અને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
આ બંને દેશોમાં રાહત અને બચાવ માટે દેશવિદેશમાંથી મદદ મોકલવામાં આવી છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું, "મુસ્લિમ વ્હોરા સમુદાય સાથે ચાર પેઢીઓનો સંબંધ"

ઇમેજ સ્રોત, ANI
શુક્રવારે મુંબઈમાં મુસ્લિમ દાઉદી વ્હોરા સમુદાયના એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા.
તેમણે કહ્યું કે વ્હોરા સમુદાય સાથે તેમનો ચાર પેઢીઓથી સંબંધ છે.
તેમણે કહ્યું, "મારું સૌભાગ્ય છે કે હું આ સમુદાય સાથે છેલ્લી ચાર પેઢીઓથી જોડાયેલો છું, હું તમારા પરિવારનો સભ્ય છું."
વડા પ્રધાને દાઉદી વ્હોરા સમુદાય દ્વારા કરવામાં આવેલા સામાજિક કાર્યોના વખાણ કર્યા હતા.
તેમણે કહ્યું, "વ્હોરા પરિવારના લોકો, ભલે તે વિશ્વના કોઈ પણ ખૂણે હોય, જ્યારે હું ત્યાં જાઉં તો મને મળવા આવે છે."
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાને મુંબઈમાં દાઉદી વ્હોરા સમુદાયની પ્રમુખ શૈક્ષણિક સંસ્થા અલ જામિયા-તુસ-સૈફિયા અરેબિક ઍકેડેમીનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ સાથે જ શુક્રવારે તેમણે મુંબઈમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાવી હતી.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
10 ફેબ્રુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.
