પશુ કલ્યાણ બોર્ડે 14 ફેબ્રુઆરીએ 'કાઉ હગ ડે' ઊજવવાની અપીલ પાછી ખેંચી

ચોતરફ ટીકા બાદ એનિમલ વેલફૅર બોર્ડે 14 ફેબ્રુઆરીએ 'કાઉ હગ ડે' ઊજવવાની તેની અપીલ પાછી ખેંચી લીધી છે.

લાઇવ કવરેજ

  1. રાણી રૂપમતી, જેમણે પતિને હરાવનાર દુશ્મન સાથે પરણવાને બદલે ઝેર પીધું

  2. પશુ કલ્યાણ બોર્ડે 14 ફેબ્રુઆરીએ 'કાઉ હગ ડે' મનાવવાની અપીલ પાછી ખેંચી

    ગાય

    ઇમેજ સ્રોત, Getty Images

    ચોતરફ ટીકા બાદ એનિમલ વેલફૅર બોર્ડે 14 ફેબ્રુઆરીએ 'કાઉ હગ ડે' ઉજવવાની તેની અપીલ પાછી ખેંચી લીધી છે.

    શુક્રવારે એક નિવેદન જારી કરીને બોર્ડે કહ્યું છે કે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિર્દેશો પર એનિમલ વેલફૅર બોર્ડ દ્વારા જારી કરાયેલી અપીલ પાછી ખેંચી લેવામાં આવી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ઉલ્લેખનીય છે કે, બોર્ડની આ અપીલની વ્યાપક ટીકા કરવામાં આવી હતી અને વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે તે વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે આવું કરવામાં આવ્યું હતું.

    ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ ટ્વીટ કર્યું હતું કે 'હવે સરકારે આપણા વેલેન્ટાઇન ડે માટે પણ એક પ્લાન બનાવી લીધો છે.'

    સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે.

  3. બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

  4. હિંડનબર્ગ રિપોર્ટ: અદાણી કેસમાં સુપ્રીમ કોર્ટે સેબી પાસેથી જવાબ માગ્યો, સુચિત્ર મોહંતી, બીબીસી માટે

    સુપ્રીમ કોર્ટ

    ઇમેજ સ્રોત, ANI

    અદાણી જૂથના કેસમાં માર્કેટ રેગ્યુલેટર સેબીની ભૂમિકા પર સવાલ ઉઠાવતી પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટે સોમવાર સુધીમાં સેબી પાસેથી જવાબ માગ્યો છે.

    પીઆઈએલમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી જૂથની કંપનીઓના શૅર અને માર્કેટ કેપિટલાઇઝેશનમાં જંગી ઘટાડાથી નાના રોકાણકારોને ભારે નુકસાન થયું છે.

    અરજીમાં કહેવામાં આવ્યું છે કે સેબી તરફથી કોઈ કાર્યવાહી ન થવાને કારણે આવું થયું છે.

    મુખ્ય ન્યાયાધીશ ડૉ. ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે સેબી તરફથી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાને સોમવાર સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે.

    સુપ્રીમ કોર્ટે સૉલિસિટર જનરલને એમ પણ કહ્યું છે કે કાયદાકીય અને નિયમનકારી સુધારાને લઈને સલાહ આપવા માટે એક સમિતિની રચના કરવી જોઈએ.

  5. રવીન્દ્ર જાડેજાએ એવું શું કર્યું કે ઑસ્ટ્રેલિયન મીડિયામાં તેમના પર આરોપ લાગ્યા?

  6. હાર્દિક પટેલને જામનગર કોર્ટે 2017ના એક કેસમાં નિર્દોષ જાહેર કર્યા

    હાર્દિક પટેલ

    ઇમેજ સ્રોત, FB/Hardik Parel

    વર્ષ 2017ના એક જૂના કેસમાં જામનગરની કોર્ટે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે.

    2017ના આ કેસમાં કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી અને તે બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

    2017માં પાટીદાર આંદોલનના સમયે હાર્દિક પટેલે જામનગરના ધુતાપર-ધુળસિયા ખાતે એક સભા કરી હતી.

    એ સમયે તેમણે શૈક્ષણિક હેતુ માટે મંજૂરી લીધી હતી, જ્યારે તેમની સામે આ સભામાં રાજકીય ભાષણ કરવાની ફરિયાદ કરવામાં આવી હતી.

    જે બાદ હાર્દિક પટેલ અને સભાની મંજૂરી લેનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં હવે કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે.

    પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ પર ગુજરાતમાં અનેક સ્થળોએ કેસ થયેલા છે. પાટીદાર અનામત આંદોલનને લઈને હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.

    એક અહેવાલ પ્રમાણે 2015થી 2018ની વચ્ચે લગભગ 30 જેટલી ફરિયાદોમાં હાર્દિક પટેલનું નામ સામેલ કરવામાં આવ્યું હતું.

    પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા હાર્દિક પટેલ ત્યારબાદ કૉંગ્રેસમાં જોડાયા હતા અને કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા.

    જોકે, તેઓ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા.

    જે બાદ ભાજપે તેમના વતન વિરમગામથી જ વિધાનસભાની ટિકિટ આપી હતી અને હાર્દિક અહીંથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા.

  7. અદાણી જૂથને LIC પૂછશે સવાલ, સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી

    ગૌતમ અદાણી

    ઇમેજ સ્રોત, Getty Images

    ભારતીય વીમા નિગમના અધ્યક્ષ એમઆર કુમારે ગુરુવારના જણાવ્યું કે એલઆઈસીના શીર્ષ અધિકારી જલદી જ અદાણી સમૂહ સાથે જોડાયેલા નાણાકીય સંકટ પર તેમના શીર્ષ અધિકારીઓ પાસે સ્પષ્ટીકરણ માગશે.

    અમેરિકન ફૉરેન્સિક ફાઇનેન્શિયલ કંપની હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીના અદાણી જૂથ પર નાણાકીય અનિયમિતતાના આક્ષેપ કર્યા હતા. ત્યાર બાદ અદાણી જૂથ સાથે જોડાયેલી કંપનીઓના શૅરમાં ભારે ઘટાડો થયો હતો..

    અદાણી જૂથમાં એલઆઈસીએ પણ રોકાણ કર્યું છે.

    અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, એમઆર કુમારે જણાવ્યું કે એલઆઈસીની ઇન્વેસ્ટમેન્ટ ટીમ પહેલાં જ અદાણી જૂતથી આ વિશે સવાલ જવાબ કર્યા છે.

    તેમણે કહ્યું, "જોકે, અમારી રોકાણ ટીમ પહેલાં જ અદાણી જૂથથી સ્પષ્ટીકરણ માગી ચૂકી છે. પરંતુ અમારૂં શીર્ષ પ્રબંધન પણ તેમનો સંપર્ક કરી શકે છે કારણ કે અત્યાર સુધી અમે પરિણામ તૈયાર કરવામાં વ્યસ્ત હતા. અમે જલદી જ ફોન કરીને તેમને કહીશું કે અમને મળીને સ્પષ્ટીકરણ આપે."

    "અમે એ સમજવા માગીએ છીએ કે બજાર અને આ જૂથમાં શું થઈ રહ્યું છે. અમે તેમને જલદી જ પૂછીશું કે તેઓ આ સંકટનો સામનો કેવી રીતે કરી રહ્યા છે."

    પરંતુ કુમારે કહ્યું કે એલઆઈસી અદાણી જૂથમાંથી પોતાનું રોકાણ ખતમ કરવાનો વિચાર નથી કરી રહ્યું.

    તેમણે કહ્યું કે, "આ જૂથની બે કંપનીઓમાં અમે દાયકાઓથી રોકાણ કરી રહ્યા છીએ. આ કંપનીઓ પહેલાં કોઈ બીજાની હતી પરંતુ પછી તેમને અદાણી જૂથે ખરીદી હતી. જો કોઈ વિદેશી કે સૉવરેન ફંડ્સ બહાર નીકળી રહ્યા છે તો આ તેમનો વ્યાવસાયિક નિર્ણય છે. અમે દીર્ઘકાલિક રોકાણ કરીએ છીએ. અમે એસીસી અને અંબુજા સિમેન્ટથી અત્યારે બહાર કેમ નીકળીએ?"

    અદાણી જૂથ સાથે જોડાયેલા એક અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નૉર્વેના સૉવરેન ફંડ નૉર્જેસ બૅન્ક ઇન્વેસ્ટમેન્ટ મૅનેજમૅન્ટે અદાણી જૂથમાં પોતાનું રોકાણ પાછું લીધું છે.

    આ દુનિયાની સૌથી મોટી સૉવરેન ફંડ્સ્માં સામેલ છે અને આની સંપત્તિ 1.3 ટ્રિલિયન ડૉલર છે જે ભારતીય બજાર પૂંજિનો લગભગ 40 ટકા ભાગ છે. આ ફંડે અદાણી જૂથમાં 200 મિલિયન ડૉલરની કિંમતના શૅર વેચ્યા છે.

    આની સાથે જ અદાણી જૂથને ધિરાણ આપનાર વિદેશ બૅન્કોમાં સામેલ બાર્કલેઝ બૅન્કે જૂથમાં પોતાનું રોકાણ ઘટાડવાની સંભાવિત દિશામાં વધવાનું શરૂ કરી દીધું છે.

    હિંદુ બિઝનેસલાઇન સાથે વાત કરતા બૅન્કના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, "આ જૂથ ખોટાં કારણોસર સમાચારમાં આવ્યા બાદ મોટા રોકાણકારોએ આ ભારતીય જૂથમાં રોકાણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આને કારણે સંભવ છે કે બૅન્કો આ જૂથમાં પોતાનું રોકાણ ઓછું કરવાનો નિર્ણય કરે."

    અદાણી જૂથમાં એલઆઈના રોકાણનો વિરોધ

    ઇમેજ સ્રોત, REUTERS

    ઇમેજ કૅપ્શન, અદાણી જૂથમાં એલઆઈના રોકાણનો વિરોધ

    નવ મોટી વિદેશી બૅન્કોએ અદાણી જૂથને લગભગ 5.25 અબજ ડૉલરનું ધિરાણ આપ્યું છે જે એસીસી, અંબુજા સિમેન્ટ અધિગ્રહણની અડધી કિંમત છે.

    બાર્કલેઝે અદાણી જૂથને કેટલાક પૈસા ઉધાર આપ્યા છે, તેની સ્પષ્ટ જાણકારી જાહેરમાં ઉપલ્બધ નથી.

    પરંતુ આ રકમ 750 મિલિયન ડૉલર હોવાનું કહેવાય છે.

    બાર્કલેઝ સિવાય અદાણી જૂથે ધિરાણ દેનાર વિદેશ બૅન્કોમાં જાપાનના એમયૂએફજી, સિટીબૅન્ક, જેપી મૉર્ગન અને સ્ટૅન્ડર્ડ ચાર્ટર્ડ સામેલ છે.

    ગત 15 દિવસથી ભારતીય શૅર બજારમાં અદાણી જૂથનું સંકટ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે.

    ફાઇનૅન્શિયલ એક્સપ્રેસમાં પ્રકાશિત સમાચાર અનુસાર સુપ્રીમ કોર્ટે આ મામલે જનહિત અરજી પર આજે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.

  8. પીટી ઊષાને પ્રથમ વખત મળી રાજ્યસભાની અધ્યક્ષતા, શૅર કર્યો વીડિયો

    પીટી ઊષા

    ઇમેજ સ્રોત, Sansad TV

    "મોટી તાકાત સાથે જવાબદારીઓ પણ આવે છે, ફ્રૅંકલિન ડિ રૂઝવેલ્ટે કહેલી આ વાતનો અનુભવ મને ત્યારે થયો જ્યારે રાજ્યસભાની અધ્યક્ષતા કરી."

    સોશિયલ મીડિયા પર આ વાત પીટી ઊષાએ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની ગેરહાજરીમાં ગુરુવારના પ્રથમ વખત સદનની અધ્યક્ષતા કરી.

    આ અવસર પર તેમણે કહ્યું કે "આશા કરું છું કે હું મીલનો પથ્થર સાબિત થવાની કોશિશ કરીશ."

    જાણીતાં ઍથ્લીટ પીટી ઊષાને રાજ્યસભા માટે ભાજપે જુલાઈ 2022માં નામાંકિત કર્યાં હતાં. નવેમ્બરમાં ભારતીય ઑલિમ્પિક સંઘનાં અધ્યક્ષ પણ બન્યાં હતાં.

    વર્ષ 2020માં બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડના મંચથી પીટી ઊષાને લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

    આ વખતે પણ તમે તમારી પસંદનાં મહિલા ખેલાડીને વોટા આપો. અહીં ક્લિક કરીને વોટ આપો.

  9. તુર્કી અને સીરિયાની મદદ માટે સામે આવ્યા દેશો

    તુર્કીમાં ભૂકંપ

    ઇમેજ સ્રોત, Reuters

    વિશ્વ બૅન્કે ગુરુવારે તુર્કીની મદદ માટે 1.78 અબજ ડૉલરનું રાહત પૅકેજ આપવાની જાહેરાત કરી. અમેરિકન વિદેશ મંત્રી ઍન્ટની બ્લિંકને તુર્કીની ચર્ચા કરી છે અને કહ્યું કે હાલની પરિસ્થિતિમાં તુર્કી અને સીરિયાની દરેક શક્ય મદદ કરીશું.

    અમેરિકાએ 8.5 કરોડ ડૉલરનું રાહત પૅકેજ આપવાની જાહેરાત કરી છે. સાથે જ અમેરિકન સરકારે કહ્યું છે કે વિદ્રોહીઓના કબજામાં પણ રાહત પહોંચાડવામાં આવે.

    લગભગ એક લાખ રાહતકર્મીઓ બચાવકાર્યમાં લાગેલા છે પરંતુ ગાડીની કમી અને કેટલાક વિસ્તારોથી માર્ગ સંપર્ક સંપૂર્ણ રીતે તૂટી જવાથી રાહતકાર્યમાં મુશ્કેલી અનુભવાઈ રહી છે.

    સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે કે આ બંને દેશો માટે રાહત પૅકેજ મોકલી રહ્યા છે જોકે સીરિયામાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારો તરફ ઇશારો કરતા તેમણે કહ્યું કે રાહતકર્મીઓ અને રાહતનો સામાન રોકવામાં ન આવે. ગુરુવારના સંયુક્ત રાષ્ટ્ર તરફથી આપવામાં આવેલી મદદ ગુરુવારે ઉત્તર પશ્ચિમી સીરિયામાં પહોંચી.

    આની પહેલાં વર્ષ 1999માં ઉત્તર પશ્ચિમ તુર્કીમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેમાં 17,134 લોકોનું મૃત્યુ થયું હતું.

  10. તુર્કી સીરિયા ભૂકંપ : અત્યાર સુધી 20 હજાર લોકોનું મૃત્યુ, યુએને કહ્યું - હજુ વધી શકે છે સંખ્યા

    તુર્કીમાં રાહત અને બચાવકાર્ય હજુ ચાલુ છે

    ઇમેજ સ્રોત, Reuters/White Helmets

    ઇમેજ કૅપ્શન, રાહત અને બચાવકાર્ય હજુ ચાલુ છે

    સોમવારના તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધી 20 હજાર લોકોનું મૃત્યુ થયું છે. ત્યારે, સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે કે ભૂકંપના કારણે થયેલા નુકસાનની સ્પષ્ટ માહિતી હજુ નથી.

    બંને દેશોમાં રાહત અને બચાવકાર્ય ચાલુ છે પરંતુ ભૂકંપને હવે 100 કલાકથી વધુ થયા છે અને કાટમાળમાં લોકોના બચ્યા હોવાની આશા ઓછી છે.

    આ દરમિયાન હજારો લોકો જે ભૂકંપમાં બચી ગયા છે તેમના માટે કડકડતી ઠંડી એક નવી મુશ્કેલી છે. રહેવાની જગ્યા સિવાય, ખાવા-પીવાની વસ્તુઓની કમી છે.

    સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેશે કહ્યું કે આ ભૂકંપનું સ્પષ્ટ ચિત્ર હજુ સામે નથી આવ્યું, રહેવાની જગ્યા, ખાવા-પીવાની વસ્તુઓની કમી છે.

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે જો ભૂકંપમાં બચેલા લોકો સુધી ખાવા-પીવાની વસ્તુઓ, પાણી, દવા અને રહેવાની જગ્યાની મદદ ન પહોંચી તો બીજી આપદા આવી શકે છે.

    તુર્કીમાં ભૂકંપ

    ઇમેજ સ્રોત, EPA

    તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને દક્ષિણ તુર્કીના 10 પ્રાંતોમાં ત્રણ મહિના માટે કટોકટીની જાહેરાત કરી છે અને ભૂકંપને આ 'સદીની સૌથી મોટી તબાહી' કહી છે.

    ઓસ્માનિયા પ્રાંતમાં રાહત અને બચાવકાર્યનું નિરીક્ષણ કરવા આવેલા રેચેપ તૈય્યપ અર્દોઆને કહ્યું કે, "આ ભૂકંપથી મોટાપાયે નુકસાન થયું છે. આ સદીની તબાદી કહી શકાય તેવી ઘટના છે. હજારો લોકો રાહત અને બચાવકાર્યમાં મદદ કરવા માટે આવી રહ્યા છે. સમગ્ર દેશના અલગઅલગ ભાગોથી અને બીજા દેશોથી દરેક પ્રકારની મદદ અને ગાડીઓ આ વિસ્તારમાં લાવવામાં આવી રહી છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    9ફેબ્રુઆરીનાસમાચાર વાંચવા માટે ક્લિક કરો.