કંઝાવલા
કેસમાં દિલ્હી પોલીસને કેટલીક નવી માહિતી મળી છે. પોલીસને આ કેસમાં વધુ બે લોકો
સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
સ્પેશિયલ
સીપી સાગરપ્રીત હૂડાએ પ્રેસ-કૉન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, “આ કેસમાં વધુ બે લોકો સામેલ છે. તેમનું
નામ આશુતોષ અને અંકુશ ખન્ના છે. જેમાંથી એક કારમાં બેઠેલા અમિતના ભાઈ છે. આ બંનેને
આ ઘટનાની જાણ હતી.”
હાલ આ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં નથી.
તેમની તપાસ ચાલી રહી છે.
પોલીસ
અનુસાર, કૃષ્ણવિહાર
વિસ્તારમાં ટક્કર બાદ મહિલાનું શરીર કારમાં ફસાઈ ગયું હતું અને લગભગ 10થી 12 કિલોમીટર સુધી ઢસડાતી રહી હતી. પોલીસે
આ કેસમાં 5 લોકોની
ધરપકડ કરી છે.
સાગરપ્રીત
હૂડાએ એ પણ કહ્યું છે કે, “પોલીસને
શરૂઆતમાં આરોપીઓએ ખોટી માહિતી આપી હતી.”
જણાવવામાં
આવ્યું હતું કે, આરોપી
દીપક દુર્ઘટના સમયે ગાડી ચલાવી રહ્યા હતા, જ્યારે એ સમયે અમિત નામના આરોપી
સ્ટયરિંગ પર હતા.
સ્પેશિયલ
સીપીએ જણાવ્યું હતું કે, “દીપકે
પોતાને ડ્રાઇવર ગણાવ્યો હતો, પરંતુ ગાડી કોઈ બીજું ચલાવતું હતું. તેના વૈજ્ઞાનિક પુરાવા મળ્યા છે. જે
વાસ્તવમાં ડ્રાઇવ કરી રહ્યા હતા, તેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી. આ વાતને છુપાવવા માટે અન્યને ડ્રાઇવર
ગણાવ્યો હતો.”
“જેમની ગાડી હતી, તેમને પણ ખબર હતી કે ગાડી કોણ લઈને
ગયું છે. દીપકે ગાડી લીધી ન હતી. ગાડી આપનારે પણ સાચી માહિતી છુપાવી હતી, તેથી તેમને પણ આરોપી બનાવાયા છે.”
પોલીસ
સીસીટીવી કૅમેરાના અલગ-અલગ વીડિયોમાં જોવા મળી રહેલા અંતરની પણ તપાસ કરશે.
સાગરપ્રીત
હૂડાએ જણાવ્યું હતું કે, “આ કેસની
તપાસ માટે પોલીસની 18 ટીમો તપાસ
કરી રહી છે. પુરાવાનું વિશ્લેષણ કરીને કાયદાકીય સલાહથી એક મજબૂત ચાર્જશીટ બનાવશે.”
તેઓએ જણાવ્યું હતું કે, “પ્રત્યક્ષદર્શીનું નિવેદન કલમ 164 હેઠળ નોંધવામાં આવ્યું છે.”
પોલીસે આ કેસમાં 3 મહત્ત્વની વાતો જણાવી છે:
- ફોન ડિટેલમાં સામે આવ્યું છે કે, આરોપીઓ અને મૃતક મહિલાનો
કોઈ જૂનું કનેક્શન નથી
- આવી જ રીતે આરોપી અને પ્રત્યક્ષદર્શી મહિલાના પણ કોઈ સંબંધ
નથી
- પોસ્ટમૉર્ટમમાં યૌન અપરાધ સાથે જોડાયેલી કોઈ ઈજા મળી નથી
- પીડિતા અને પ્રત્યક્ષદર્શી મહિલા વચ્ચે 29, 30 અને 31
ડિસેમ્બર વચ્ચે 25થી 30 ફોન થયા હતા