રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સાથે 36 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે શુક્રવારથી શનિવારની મધરાત સુધી યુક્રેનની સરહદ પર યુદ્ધવિરામ રહેશે.
લાઇવ કવરેજ
બ્રેકિંગ, રશિયાની યુક્રેન સાથે 36 કલાકના યુદ્ધવિરામની જાહેરાત
રશિયાના રાષ્ટ્રપતિ
વ્લાદિમીર પુતિનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે શુક્રવારથી શનિવારની મધરાત સુધી
યુક્રેનની સરહદ પર યુદ્ધવિરામ રહેશે. આ સમય દરમિયાન ઑર્થોડૉક્સ ક્રિસમતની ઉજવણી
કરવામાં આવે છે.
જોકે,બીજી તરફ યુક્રેને આ
યુદ્ધવિરામનના આહ્વાનને ફગાવી દીધું છે.યુક્રેને આ જાહેરાતને 'ફસાવવા માટેની રશિયન જાળ'
ગણાવી છે.
સમાચાર સંસ્થા એએફપી અનુસાર
રશિયાના પેટ્રિએક કિરિલે ઑર્થોડૉક્સ ક્રિસમતના અવસરે યુદ્ધવિરામનનું આહ્વાન કર્યું
હતું.
સેક્સ માટે ભવિષ્યમાં રૉબોટનો ઉપયોગ થશે અને રૉબોટ સાથે સેક્સ માણી શકાય?
બ્રેકિંગ, કાશ્મીર, દિલ્હી એનસીઆર સહિત ઘણા વિસ્તારોમાં ભૂકંપના આચંકા
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં દિલ્હી
એનસીઆર સહિત તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, આ આંચકા
ગુરુવારે સાંજના સમયે આવ્યા હતા. જોકે, તેને લઈને કોઈ જાનહાનિ નોંધાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારત સિવાય અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા.
એએનઆઈ અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.9 હતી અને તેનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનનું ફયઝાબાદ હતું.
આ પહેલાં રાજધાની દિલ્હીમાં ગત રવિવારે મળસ્કે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 3.8ની તીવ્રતાના એ ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણા પાસે હતું.
ભારત વિ. શ્રીલંકા : અર્શદીપે એક ઓવરમાં ત્રણ નો-બૉલ, કુસલ મૅન્ડીસની 27 બૉલમાં અડધી સદી
ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 મૅચની
સિરીઝ યોજાઈ રહી છે. આ સિરીઝની બીજી મૅચ પુણેસ્થિત મહારાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન
સ્ટેડિયમમાં યોજાઈ રહી છે.
બીજી મૅચમાં ભારતે ટૉસ જીત્યો હતો અને
બૉલિંગની પસંદગી કરી હતી. જ્યારે પ્રથમ બૅટિંગ કરી રહેલી શ્રીલંકાની ટીમે છ ઓવરમાં
55 રન માર્યા હતા.
જોકે, પ્રથમ ઓવરમાં ભારતીય ટીમના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ માત્ર બે રન આપ્યા
હતા. પણ બીજી જ ઓવરમાં અર્શદીપે ત્રણ નો-બૉલ નાંખીને 19 રન આપ્યા હતા.
જેના કારણે શ્રીલંકાને સ્કોર આગળ
વધારવામાં મદદ મળી હતી. આ ઓવરમાં કુસલ મૅન્ડીસે એક ચોગ્ગો અને એક છગ્ગો પણ
ફટકાર્યો હતો.
કુસલ મૅન્ડીસે આઠમી ઓવરમાં જ પોતાની
અડધી સદી નોંધાવી હતી. તેમણે 27 બૉલમાં 50 રન માર્યા હતા.
અમદાવાદમાં બજરંગદળે 'પઠાન'નાં પોસ્ટરો ફાડ્યાં
ઇમેજ સ્રોત, YRF P
બજરંગદળે
અમદાવાદમાં શાહરૂખ ખાન-દીપિકા પાદુકોણ અભિનિત ફિલ્મ 'પઠાન'નાં પૉસ્ટરો ફાડ્યાં હોવાની ઘટના ઘટી છે. જમણેરી સંગઠને
ટ્વિટર પર આ અંગેનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં બજરંગદળના કાર્યકરોને ફિલ્મનાં પોસ્ટરો ફાડતાં
જોઈ શકાય છે.
અંગ્રેજી
અખબાર 'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલમાં જણાવ્યા અનુસાર બજરંગદળે આ અંગેના બે
વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં તેણે ફિલ્મ રિલીઝ ના થવા દેવાની ધમકી પણ ઉચ્ચારી
છે.
નોંધનીય
છે કે ફિલ્મના ગીત 'બેશરમ રંગ'ને લઈને પહેલાંથી વિવાદ થઈ રહ્યો છે. હિંદુત્વવાદી
સંગઠનોને ફિલ્મ અભિનેત્રી દ્વારા પહેરેલાં કેસરી રંગનાં કપડાં સામે વાંધો છે.ભાજપના કેટલાક નેતાઓ પણ આ ફિલ્મ પર પ્રતિબંધ
લગાવવાની માગ કરી ચૂક્યા છે.
1 જાન્યુઆરી, 2024 સુધીમાં રામમંદિર તૈયાર થઈ જશે: અમિત શાહ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
ત્રિપુરાના સબરૂમમાં જન વિશ્વાસ યાત્રા
દરમિયાન પોતાના ભાષણમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રામમંદિર બનીને તૈયાર થવા અંગેની તારીખ જણાવી
હતી.
તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું,
"જ્યારથી બાબર તોડીને ગયો અને દેશ આઝાદ થયો
ત્યારથી કૉંગ્રેસ રામમંદિરના મુદ્દાને વિવિધ કોર્ટમાં ફેરવી રહી હતી."
"મોદીજી સત્તામાં આવ્યા ત્યારે સુપ્રીમ
કોર્ટે આ મુદ્દે ચુકાદો આપ્યો અને તે "જ દિવસે તેમણે રામમંદિરનું ભૂમિપૂજન
કર્યું હતું.
રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમણે
કહ્યું, "2019માં હું પાર્ટી(ભાજપ)નો અધ્યક્ષ હતો
અને રાહુલબાબા તેમની પાર્ટીના અધ્યક્ષ હતા. ત્યારે તેઓ ઘણી વખત કહેતા હતા કે 'મંદિર બનાયેંગે પર તારીખ નહીં બનાયેંગે'"
"તો આજે રાહુલબાબા કાન ખોલીને સાંભળી
લે કે 1 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં ગગનચુંબી રામમંદિર તૈયાર હશે."
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સાથે 36 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી
ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં મહિલા પર પેશાબ કરનારી વ્યક્તિ પર દિલ્હી પોલીસ કાર્યવાહી કરશે
ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી
પોલીસે ગુરુવારે કહ્યું કે જે વ્યક્તિએ ઍર ઇન્ડિયાની ફ્લાઇટ પર કથિત રીતે પેશાબ
કર્યો હતો એને વહેલી તકે પકડી લેવામાં આવશે.
દિલ્હી
પોલીસે કહ્યું,"આરોપી મુંબઈનો રહેવાસી છે,જોકે હજુ સુધીનું એનું લૉકેશન કોઈ બીજા રાજ્યનું
દર્શાવે છે અને પોલીસ ત્યાં સુધી પહોંચી ગઈ છે. આરોપીને જલદી પકડી લેવામાં
આવશે."
પોલીસે
કહ્યું છે કે આરોપીને પકડવા માટે એક ટીમ બનાવાઈ છે. આરોપ છે કે ગત વર્ષે નવેમ્બર
માસમાં અમેરિકાના ન્યૂયૉર્કથી દિલ્હી આવી રહેલી એ વ્યક્તિએ એક મહિલા પર પેશાબ કરી
દીધો હતો.
આ મામલે
પોલીસે આઈપીસીની કલમ 354, 509, 510 અંતર્ગત કેસ નોંધ્યો છે. આ સાથે જ ઇન્ડિયન ઍરક્રાફ્ટ
ઍક્ટના સેક્શન 23 અંતર્ગત પણ કેસ નોંધાયો છે. પીડિતા અને આરોપી બન્ને જ
દિલ્હીની બહારના રહેવાસી છે.
ઍર
ઇન્ડિયાએ કહ્યું છે કે તેણે આરોપી પર 30 દિવસ સુધીનો પ્રતિબંધ લગાવ્યો છે. તેના અનુસાર તે
આનાથી આકરી કાર્યવાહી કરી શકે એમ નથી.ઍર
ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું, "ઍર ઇન્ડિયાએ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. આ અંગેની
ફરિયાદ દાખલ કરાવાઈ છે. ઍર ઇન્ડિયા આ મામલે કાનૂની એજન્સીઓની મદદ કરવા માટે
પ્રતિબદ્ધ છે. "
આ મામલે
મહિલા આયોગે પણ દિલ્હી પોલીસ કમશિનર પાસેથી સાત દિવસમાં રિપોર્ટ માગ્યો છે.
બ્રેકિંગ, ઉત્તરાખંડ : હલ્દ્વાનીમાં રેલવેની જમીન પરથી 'દબાણ હઠાવો અભિયાન' પર સુપ્રીમની રોક
ઇમેજ સ્રોત, ANI
ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં રેલવેની જમીન
પરથી દબાણ હઠાવવાના અભિયાન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે.
સુપ્રીમ કોર્ટે હલ્દ્વાનીના બનભૂલપુરા
વિસ્તારમાં રેલવેની જમીનથી દબાણ હઠાવો અભિયાન ચલાવવાના ઉત્તરાખંડ હાઈકોર્ટના
નિર્ણય પર રોક લગાવી છે.
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકાર અને
ભારતીય રેલવેને નોટિસ પણ ફટકારી છે.
આ મામલામાં ઉત્તરાખંડ હાઈકોર્ટે
રેલવેની જમીન પર રહેતા લોકોને હઠાવાનો આદેશ આપ્યો હતો, બાદ સરકારી તંત્રે ચાર હજાર
પરિવારોને જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.
એનડીટીવીના અહેવાલ અનુસાર કોર્ટે
કહ્યું કે તમે માત્ર સાત દિવસમાં ખાલી કરવાનું કેવી રીતે કહી શકો? આપણે કોઈ પ્રૅક્ટિકલ સમાધાન શોધવું
પડશે. સમાધાનની આ કોઈ રીત નથી. જમીનની પ્રકૃતિ, અધિકારોની પ્રકૃતિ, માલિકીના હકની પ્રકૃતિ વગેરે જેવા અનેક
બિંદુઓ છે જેની તપાસ જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે તે જમીન પર આગળ નિર્માણ
કાર્ય અને વિકાસકાર્ય પર રોક લગાવી છે. સાત ફેબ્રુઆરીના આ મામલે આગળની સુનાવણી
થશે.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અભય ઓકની
બેન્ચે આ કેસની સુનાવણી કરી.
અરજીકર્તાઓ તરફથી કૉલિન ગોંઝાલ્વિસે
દલીલ કરી. તેમણે હાઈકોર્ટના આદેશ વિશે જણાવતા કહ્યું કે હજુ એ સ્પષ્ટ નથી કે આ
જમીન રેલવેની.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
બ્રેકિંગ, કંઝાવલા કેસ: દિલ્હી પોલીસે કહ્યું, વધુ બે લોકો સામેલ
કંઝાવલા
કેસમાં દિલ્હી પોલીસને કેટલીક નવી માહિતી મળી છે. પોલીસને આ કેસમાં વધુ બે લોકો
સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
સ્પેશિયલ
સીપી સાગરપ્રીત હૂડાએ પ્રેસ-કૉન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, “આ કેસમાં વધુ બે લોકો સામેલ છે. તેમનું
નામ આશુતોષ અને અંકુશ ખન્ના છે. જેમાંથી એક કારમાં બેઠેલા અમિતના ભાઈ છે. આ બંનેને
આ ઘટનાની જાણ હતી.”
હાલ આ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં નથી.
તેમની તપાસ ચાલી રહી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
પોલીસ
અનુસાર, કૃષ્ણવિહાર
વિસ્તારમાં ટક્કર બાદ મહિલાનું શરીર કારમાં ફસાઈ ગયું હતું અને લગભગ 10થી 12 કિલોમીટર સુધી ઢસડાતી રહી હતી. પોલીસે
આ કેસમાં 5 લોકોની
ધરપકડ કરી છે.
સાગરપ્રીત
હૂડાએ એ પણ કહ્યું છે કે, “પોલીસને
શરૂઆતમાં આરોપીઓએ ખોટી માહિતી આપી હતી.”
જણાવવામાં
આવ્યું હતું કે, આરોપી
દીપક દુર્ઘટના સમયે ગાડી ચલાવી રહ્યા હતા, જ્યારે એ સમયે અમિત નામના આરોપી
સ્ટયરિંગ પર હતા.
સ્પેશિયલ
સીપીએ જણાવ્યું હતું કે, “દીપકે
પોતાને ડ્રાઇવર ગણાવ્યો હતો, પરંતુ ગાડી કોઈ બીજું ચલાવતું હતું. તેના વૈજ્ઞાનિક પુરાવા મળ્યા છે. જે
વાસ્તવમાં ડ્રાઇવ કરી રહ્યા હતા, તેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી. આ વાતને છુપાવવા માટે અન્યને ડ્રાઇવર
ગણાવ્યો હતો.”
“જેમની ગાડી હતી, તેમને પણ ખબર હતી કે ગાડી કોણ લઈને
ગયું છે. દીપકે ગાડી લીધી ન હતી. ગાડી આપનારે પણ સાચી માહિતી છુપાવી હતી, તેથી તેમને પણ આરોપી બનાવાયા છે.”
પોલીસ
સીસીટીવી કૅમેરાના અલગ-અલગ વીડિયોમાં જોવા મળી રહેલા અંતરની પણ તપાસ કરશે.
સાગરપ્રીત
હૂડાએ જણાવ્યું હતું કે, “આ કેસની
તપાસ માટે પોલીસની 18 ટીમો તપાસ
કરી રહી છે. પુરાવાનું વિશ્લેષણ કરીને કાયદાકીય સલાહથી એક મજબૂત ચાર્જશીટ બનાવશે.”
તેઓએ જણાવ્યું હતું કે, “પ્રત્યક્ષદર્શીનું નિવેદન કલમ 164 હેઠળ નોંધવામાં આવ્યું છે.”
પોલીસે આ કેસમાં 3 મહત્ત્વની વાતો જણાવી છે:
ફોન ડિટેલમાં સામે આવ્યું છે કે, આરોપીઓ અને મૃતક મહિલાનો
કોઈ જૂનું કનેક્શન નથી
આવી જ રીતે આરોપી અને પ્રત્યક્ષદર્શી મહિલાના પણ કોઈ સંબંધ
નથી
પોસ્ટમૉર્ટમમાં યૌન અપરાધ સાથે જોડાયેલી કોઈ ઈજા મળી નથી
પીડિતા અને પ્રત્યક્ષદર્શી મહિલા વચ્ચે 29, 30 અને 31
ડિસેમ્બર વચ્ચે 25થી 30 ફોન થયા હતા
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
'નોકરી ન હોવાથી ભણેલા યુવાનોને કન્યા મળતી નથી'- શરદ પવાર
રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે
બેરોજગારી મુદ્દે કેન્દ્ર અને મહારાષ્ટ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે.
અમર ઉજાલામાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, પવારે
કહ્યું કે બેરોજગારીને કારણે સામાજિક સમસ્યા પેદા થઈ રહી છે. ઉદાહરણ આપતા તેમણે
કહ્યું કે 'લગ્નયોગ્ય યુવકો પાસે નોકરી ન હોવાથી તેમને કન્યા
મળતી નથી.
પવારે પોતાના ભાષણમાં એક કિસ્સો સંભળાવતા કહ્યું, 'તેઓ એક વાર
પોતાની યાત્રા દરમિયાન એક ગામના ચોરે 25થી 30 વર્ષના 15થી 20 યુવકો
વચ્ચે પહોંચ્યા. તેમને પૂછ્યું કે તેઓ શું ભણ્યા છે? કેટલાકે કહ્યું
કે તેઓ સ્નાતક છે, તો કેટલાક અનુસ્નાતક. તેમણે લગ્ન કર્યાં છે એમ જ્યારે
પૂછ્યું તો બધાએ ના કહી. લગ્ન ન થવાનું કારણ પૂછ્યું તો કહ્યું કે કોઈ તેમને કન્યા
આપવા તૈયાર નથી, કેમ કે તેમની પાસે નોકરી નથી.'
તેમણે કહ્યું કે આ સમસ્યા મહારાષ્ટ્રના ગ્રામીણ
વિસ્તારોમાં વધુ સાંભળવા મળે છે.
પવારે કહ્યું કે રોજગારને વધારવાની નીતિઓની જગ્યાએ
સમુદાયો અને ધર્મો વચ્ચે વિભાજન પેદા કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. બે સમુદાય
વચ્ચે નફરત પેદા કરવા માટે બેઢંગ રીતે મુદ્દા બનાવાઈ રહ્યા છે. તેઓ આવું કેમ કરે
છે? કેમ કે
ચૂંટણીમાં આપેલાં વચનો તેમણે પૂરાં કર્યાં નથી.
ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદના મોલમાં 'પઠાણ' ફિલ્મનાં પોસ્ટર ફાડ્યાં
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, પઠાણ ફિલ્મ વિવાદ
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં
આવેલા આલ્ફા વન મૉલમાં એક થિયેટરમાં શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ 'પઠાણ'ની રિલીઝના વિરોધમાં બજરંગદળના
કાર્યકર્તાઓએ બુધવારે ફિલ્મનાં પોસ્ટર ફાડ્યાં હતાં.
આ વિરોધ બદલ
થોડા સમય માટે તેમની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ
નથી.
વસ્ત્રાપુર
પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જેકે ડાંગરે કહ્યું હતું કે, “બજરંગદળના લગભગ 10-12 લોકો હતા, જે વસ્ત્રાપુરના આલ્ફા વન મૉલના
થિયેટરમાં પઠાણ ફિલ્મના પોસ્ટર ફાડવાં ગયા હતા.”
ગુજરાત
વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે કહ્યું હતું કે, “બજરંગદળના કાર્યકર્તાઓને જાણવા મળ્યું
હતું કે, થિયેટરમાં
પઠાણ ફિલ્મનાં પોસ્ટર લાગ્યાં છે. તેથી આ પ્રદર્શન હતું, કારણ કે તેઓ ઇચ્છતા ન હતા કેઆ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય અને
પોલીસે તેમની અટકાયત કરી છે.”
ઇન્સ્પેક્ટર
જેકે ડાંગરે કહ્યું હતું કેતેમણે ફિલ્મનાં પોસ્ટર ફાડ્યાં, લાત મારી અને તેના પર પગ મૂક્યા હતા.એ સિવાય કોઈ જ નુકસાન થયું નથી અને
તોડફોડની કોઈ ઘટના ઘટી ન હતી.
ડાંગરે કહ્યું હતું કે, સિનેમાઘર તરફથી કોઈ ફરિયાદ દાખલ થઈ
નથી.
શાહરૂખ ખાન, દીપિકા પાદૂકોણ અને જૉન અબ્રાહમ અભિનીત
પઠાણ ફિલ્મ 25 જાન્યુઆરીએ
દેશભરમાં રિલીઝ થવાની છે.
અમેરિકામાં કેર વર્તાવનારો કોરોનાનો નવો વાઇરસ ભારત માટે કેટલો જોખમી?
અમેરિકાની ટેક ઈન્ડસ્ટ્રીમાં લોકોને નોકરીમાંથી કાઢી
મૂકવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે.
ટ્વિટર અને ફેસબુક બાદ હવે એમેઝોને પણ તેના હજારો
કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે.
એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર એન્ડી જેસીએ પોતાના
કર્મચારીઓને લખેલી નોટમાં આ જાણકારી આપી છે.
તેમણે લખ્યું છે કે, અસરગ્રસ્ત કર્મચારીઓને 18 જાન્યુઆરીથી
માહિતી મળવાનું શરૂ થઈ જશે.
આ કર્મચારીઓની સંખ્યા 18,000થી વધુ
હોવાનું કહેવાય છે, જે કંપનીના કુલ ત્રણ લાખ
લોકોના સ્ટાફના છ ટકા છે.
એમેઝોને આ પહેલા નવેમ્બરમાં માહિતી આપી હતી કે, તે ખર્ચ ઘટાડવા માટે તેના કેટલાક કર્મચારીઓની છટણી કરશે.
ગુજરાતમાં પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીને મંજૂરી આપતા બિલને રાષ્ટ્રપતિની મહોર
ઇમેજ સ્રોત, BHUPENDR PATEL/FACEBOOK
ઇમેજ કૅપ્શન, ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં
પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીને મંજૂરી આપતા બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી
દીધી છે.
એનડીટીવીના અહેવાલ અનુસાર, અધિકારીઓએ કહ્યું છે કેક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી)ની
કલમ 144ના
ઉલ્લંઘનમાં વિરોધ કરી રહેલા લોકો સામે ફોજદારી કેસો મુદ્દે ગુજરાત બિલને
રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે.
આ બિલ
ભારતીય દંડસંહિતાની કલમ 144 સીઆરપીસી
હેઠળ જારી કરવામાં આવેલા નિષેધાત્મક આદેશોના કોઈ પણ ઉલ્લંઘનને કલમ 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરાયેલ
હુકમનો અનાદર) હેઠળ નોંધનીય ગુનો બનાવવા માગે છે.
ક્રિમિનલ
પ્રોસિજર કોડ (ગુજરાત સુધારો) બિલ, 2021ને ગયા વર્ષે માર્ચમાં રાજ્ય વિધાનસભા
દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.
હવે તેને
રાષ્ટ્રપતિ દ્વારા મહોર મારવામાં આવી છે.
બિલના નિવેદન અને ઑબ્જેક્ટ્સ અનુસાર, ગુજરાત સરકાર, પોલીસ કમિશનરો અને જિલ્લા મૅજિસ્ટ્રેટને
સીઆરપીસી કલમ 144 હેઠળ
પ્રતિબંધિત આદેશો જારી કરવાનો અધિકાર છે, જેમાં કોઈ પણ વ્યક્તિને કોઈ ચોક્કસ
કાર્યથી દૂર રહેવા અથવા જાહેર શાંતિનો ભંગ થતા રોકવા માટે ચોક્કસ આદેશ આપવાનો નિર્દેશ
સામેલ છે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત
છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના
તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.