રીવાબાએ RSS વિશે શું કહ્યું?
ભાજપના એક કાર્યક્રમમાં જામનગર (ઉત્તર)ના ધારાસભ્ય રીવાબાને RSS અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નનો તેમણે આપેલો જવાબ ક્રિકેટર અને તેમના પતિ રવીન્દ્ર જાડેજાએ ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.
RSS એટલે શું એવા પ્રશ્નના જવાબમાં રીવાબાએ કહ્યું હતું, "ભારતીય જનતા પાર્ટીનું ઉદ્ગગમ સ્થાન એટલે આરએસએસ. વિશ્વની સૌથી મોટી સંસ્થા, રાષ્ટ્રીયતા, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રધર્મ, સંગઠન, એકતા, ત્યાગબલિદાનનો સરવારો કરો એટલે આરએસએસનું નિર્માણ થાય."
નોંધનીય છે કે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ભાજપની ટિકિટ પરથી જામનગર ઉત્તરથી ચૂંટણી જીતી હતી.ભાજપે હકુભાના નામથી જાણીતા ધર્મેન્દ્રસિંહ જાડેજાની ટિકિટ કાપીને રીવાબાને ઉમેદવાર બનાવ્યાં હતાં.
રીવાબાને ટિકિટ મળતાં રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને તેમણે રીવાબાને અભિનંદન આપવાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો
રીવાબા જાડેજા કૉંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીનાં ભત્રીજી પણ છે. રાજકોટમાં જાડેજા પરિવારની ‘જડ્ડુસ ફૂડ ફિલ્ડ’ નામની એક રેસ્ટોરાં પણ છે. રીવાબા જાડેજા લગ્ન પહેલાં રીવાબા સોલંકીના નામથી ઓળખાતાં હતાં.