'હિંદુઓ ઘરમાં હથિયાર રાખે', પ્રજ્ઞા ઠાકુરના વધુ એક નિેવદન પર વિવાદ

ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કર્ણાટકના શિવમોગામાં હિન્દુઓને અપીલ કરી હતી કે તેઓએ તેમનાં ઘરોમાં હથિયાર રાખવાં જોઈએ.

લાઇવ કવરેજ

  1. રીવાબાએ RSS વિશે શું કહ્યું?

    રીવાબા

    ઇમેજ સ્રોત, TWITTER/RAVINDRAJADEJA

    ભાજપના એક કાર્યક્રમમાં જામનગર (ઉત્તર)ના ધારાસભ્ય રીવાબાને RSS અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નનો તેમણે આપેલો જવાબ ક્રિકેટર અને તેમના પતિ રવીન્દ્ર જાડેજાએ ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.

    RSS એટલે શું એવા પ્રશ્નના જવાબમાં રીવાબાએ કહ્યું હતું, "ભારતીય જનતા પાર્ટીનું ઉદ્ગગમ સ્થાન એટલે આરએસએસ. વિશ્વની સૌથી મોટી સંસ્થા, રાષ્ટ્રીયતા, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રધર્મ, સંગઠન, એકતા, ત્યાગબલિદાનનો સરવારો કરો એટલે આરએસએસનું નિર્માણ થાય."

    નોંધનીય છે કે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ભાજપની ટિકિટ પરથી જામનગર ઉત્તરથી ચૂંટણી જીતી હતી.ભાજપે હકુભાના નામથી જાણીતા ધર્મેન્દ્રસિંહ જાડેજાની ટિકિટ કાપીને રીવાબાને ઉમેદવાર બનાવ્યાં હતાં.

    રીવાબાને ટિકિટ મળતાં રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને તેમણે રીવાબાને અભિનંદન આપવાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો

    રીવાબા જાડેજા કૉંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીનાં ભત્રીજી પણ છે. રાજકોટમાં જાડેજા પરિવારની ‘જડ્ડુસ ફૂડ ફિલ્ડ’ નામની એક રેસ્ટોરાં પણ છે. રીવાબા જાડેજા લગ્ન પહેલાં રીવાબા સોલંકીના નામથી ઓળખાતાં હતાં.

  2. પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર વિવાદ, કહ્યું, ‘હિન્દુઓએ ઘરમાં હથિયાર રાખવા જોઈએ’

    ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર

    ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર તેમના એક નિવેદનને લઈને ફરી વિવાદમાં છે.

    કર્ણાટકના શિવમોગામાં તેઓએ હિન્દુઓને અપીલ કરી હતી કે, તેઓએ તેમનાં ઘરોમાં હથિયાર રાખવાં જોઈએ અને હથિયાર ન રાખી શકે તો “શાકભાજી કાપવા માટેની છરીઓ ધારદાર રાખવી જોઈએ.”

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, દક્ષિણ ક્ષેત્રના ‘હિન્દુ જાગરણ’કાર્યક્રમમાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, “લવ જેહાદ કરનારાઓને લવ જેહાદ જેવા જવાબ આપો, તમારી છોકરીઓને સુરક્ષિત રાખો.”

    શિવમોગાના હિન્દુ કાર્યકર્તા હર્ષાની હત્યાનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું હતું કે, “લોકોએ પોતાની સુરક્ષા માટે ઘરમાં ધારદાર છરીઓ રાખવી પડશે.”

    તેઓએ કહ્યું હતું કે, “તમારા ઘરમાં હથિયાર રાખો, કંઈ નહીં તો શાકભાજી કાપવા માટેની છરીઓ ધારદાર રાખો. ખબર નહીં ક્યારે કેવી પરિસ્થિતિ સામે આવી જાય. દરેક વ્યક્તિને પોતાની સુરક્ષા કરવાનો અધિકાર છે. જો કોઈ આપણા ઘરમાં ઘૂસી જાય અને હૂમલો કરે છે, ત્યારે તેને જવાબ આપવાનો આપણને અધિકાર છે.”

    પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શૅર થઈ રહ્યો છે.

    ઘણા લોકો આ વીડિયો પર ટિપ્પણી પણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તેમની સામે કાર્યવાહીની માગ પણ કરી છે.

    પ્રજ્ઞા ઠાકુર વિવાદોને લઈને પહેલા પણ વિવાદોમાં રહી ચૂક્યા છે.

  3. દેશની નીતિઓથી ત્રાસીને જીવના જોખમે પણ અમેરિકા પહોંચવાની લોકોની કશ્મકશ

  4. ICICI લૉન કેસમાં વીડિયોકૉનના ચૅરમૅન વેણુગોપાલ ધૂતની ધરપકડ

    વેણુગોપાલ ધૂત

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, વેણુગોપાલ ધૂત

    સીબીઆઈએ વીડિયોકૉનના ચૅરમૅન વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી છે.

    સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને ધરપકડની માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે ICICI લૉન કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે.

    સીબીઆઈએ શુક્રવારે ICICI બૅંકના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચરની ધરપકડ કરી હતી. તેમનાં પતિ દીપક કોચરની પણ ધરપકડ કરવામાં આવી છે.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    તેમનાં પર વીડિયોકૉન ગ્રુપને આપવામાં આવેલી ત્રણ હજાર કરોડ રૂપિયાની લૉનમાં અનિયમિતતાનો આરોપ છે.

    વીડિયોકૉનને લૉન આપવામાં આવી ત્યારે ચંદા કોચર ICICI બૅંકનાં વડાં હતાં.

    ધરપકડ બાદ સીબીઆઈએ ચંદા અને તેમનાં પતિને કોર્ટમાં રજૂ કર્યાં અને ત્રણ દિવસનાં રિમાન્ડની માંગણી કરી. કોર્ટે સીબીઆઈની આ માંગણી સ્વીકારી હતી.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

  5. મથુરા કૃષ્ણજન્મભૂમિ વિવાદ : શું કોર્ટે શાહી મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો છે?

  6. ગુલામ નબી આઝાદે કહ્યું, ‘કાશ્મીરી પંડિતોને જમ્મુ શિફ્ટ કરવા જોઈએ’

    પૂર્વ કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, પૂર્વ કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ

    પૂર્વ કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે રવિવારે કહ્યું હતું કે, “કાશ્મીરી પંડિતો પર થઈ રહેલા હુમલાને ધ્યાનમાં રાખીને તેઓને કાશ્મીર ઘાટીમાંથી જમ્મૂ શિફ્ટ કરવા જોઈએ.”

    છેલ્લા કેટલાક મહિનાઓથી કાશ્મીરી પંડિતો વિરુદ્ધ ઉગ્રવાદી હુમલાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.

    કેટલાક મહિનાઓથી ઘણા કાશ્મીરી પંડિતો તેની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.

    સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, ગુલામ નબી આઝાદે કહ્યું છે કે, “મારા કાર્યકાળ દરમિયાન કાશ્મીરી પંડિતોને નોકરીઓ આપવામાં આવી હતી. એ સમયે કોઈ સમસ્યાઓ ન હતી. તે પછી કમનસીબે ઘટનાઓ ઘટી હતી.”

    “એવામાં મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, સુરક્ષાને ધ્યાનમાં રાખવી જોઈએ અને કાશ્મીરી પંડિતોને જમ્મૂ ખસેડવામાં આવે. સ્થિતિ બરાબર થઈ જાય પછી પાછા આવી શકે છે.”

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન વિશેષ રોજગાર યોજના અંતર્ગત લગભગ 6 હજાર કાશ્મીરી પંડિતોને ઘાટીમાં નોકરી આપવામાં આવી હતી.

    જોકે, છેલ્લા ચાર મહિનાથી પગાર ન મળવાના કારણે આ કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

    આમાંથી કેટલાક કાશ્મીરી પંડિતોની માગ છે કે, સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓને જમ્મૂ શિફ્ટ કરવામાં આવે.

  7. અમેરિકામાં બરફવર્ષાને કારણે તબાહી, અત્યાર સુધીમાં 38 લોકોના મોત

    અમેેરિકા

    ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock

    ઉત્તર અમેરિકામાં થયેલી ભારે બરફવર્ષાને કારણે અમેરિકા અને કેનેડામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 38 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

    અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે આ તોફાનના કારણે અમેરિકામાં 34 લોકોના મોત થયા છે.

    આ વાવાઝોડાની સૌથી વધુ અસર ન્યૂયૉર્ક સ્ટેટના બફૅલો શહેરમાં જોવા મળી રહી છે.

    કેનેડાના મેરિટ શહેરમાં એક બસ બરફથી ઢંકાયેલા રસ્તા પર લપસી જતાં ચાર લોકોના મોત થયા છે.

    ઉત્તર અમેરિકા છેલ્લા ઘણા દિવસોથી બરફના તોફાનનો સામનો કરી રહ્યું છે. પરંતુ શરૂઆતના ઝટકા બાદ વીજ પુરવઠો સામાન્ય થતો જણાય છે.

    ન્યૂઝ એજન્સી એપી અનુસાર, રવિવાર બપોર સુધી માત્ર બે લાખ લોકોને જ વીજ પુરવઠો નથી મળી રહ્યો. પહેલા આ આંકડો 17 લાખ હતો.

    આ બરફના તોફાનને કારણે હજારો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જેના કારણે નાતાલના તહેવાર પર મોટી સંખ્યામાં લોકો તેમના પરિવારજનો સુધી પહોંચી શક્યા નથી.

    આ બરફવર્ષા દ્વારા જે વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે તે અભૂતપૂર્વ છે.

    ઉત્તર અમેરિકામાં કેનેડાથી લઈને દક્ષિણમાં અમેરિકન પ્રાંત ટૅક્સાસ સુધી તેની અસર જોવા મળી રહી છે.

    ગયા રવિવારે, લગભગ 5.5 કરોડ અમેરિકન નાગરિકોને બર્ફીલા પવનો સંબંધિત ચેતવણીઓ જારી કરવામાં આવી હતી.

    ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર કૈથી હોચુલે તેને બફૅલો શહેરના ઈતિહાસનું સૌથી વિનાશક તોફાન ગણાવ્યું છે.

    ન્યૂયૉર્ક સ્ટેટના એરી કાઉન્ટીના એક્ઝિક્યુટિવ માર્ક પોલોનકાર્ઝે ન્યૂઝ એજન્સી રૉયટર્સને જણાવ્યું હતું કે તેમની કારમાં એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  8. રાહુલ ગાંધીએ ચીનને લઈને સરકારને ઘેરી, કહ્યું- ભારત અત્યારે ખૂબ જ નબળી સ્થિતિમાં છે

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, YouTube/Rahul Gandhi

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ચીન અને પાકિસ્તાન હવે એક થઈ ગયા છે, તેથી જો આ બંનેમાંથી કોઈની સાથે યુદ્ધ થશે તો તે બંને દેશોનું થશે. તેનાથી દેશને ઘણું નુકસાન થશે.

    તેમણે રવિવારે તેમની યૂટ્યૂબ ચેનલ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં આ વાત કહી છે.

    તેમનો આ વીડિયો 'ભારત જોડો યાત્રા' દરમિયાન ભૂતપૂર્વ સૈનિકો સાથે થયેલી વાતચીતનો છે. આ વીડિયોમાં સેનાના નિવૃત્ત અધિકારીઓ પણ પોતાની વાત કહેતા જોવા મળી રહ્યા છે.

    રાહુલ ગાંધીએ આમાં દાવો કર્યો છે કે ભારત આ સમયે ખૂબ જ નબળી સ્થિતિમાં છે.

    ભૂતપૂર્વ સૈનિકોને સંબોધતા રાહુલ ગાંધીએ આ વીડિયોમાં કહ્યું હતું કે, ‘મારા મનમાં તમારા માટે માત્ર સન્માન જ નહીં પરંતુ પ્રેમ અને સ્નેહ પણ છે. તમે આ દેશનું રક્ષણ કર્યું છે અને તમારા વિના આ દેશનું અસ્તિત્વ જ નથી."

    તેમણે કહ્યું, "પહેલા અમારી નીતિ આ બંને દેશોને એકબીજાથી અલગ રાખવાની હતી. પહેલા એવું કહેવામાં આવતું હતું કે 'ટુ ફ્રન્ટ વૉર' ન થવી જોઈએ. પછી લોકો કહે છે કે અઢી મોરચે યુદ્ધ ચાલી રહ્યું છે - ચીન, પાકિસ્તાન અને આતંકવાદ."

    રાહુલ ગાંધીએ કહ્યું, "પરંતુ હવે માત્ર એક જ મોરચો છે, કારણ કે ચીન અને પાકિસ્તાન એક થઈ ગયા છે. આવી સ્થિતિમાં, જો યુદ્ધ થાય તો તે બંને સાથે થશે. તેઓ માત્ર લશ્કરી બાબતોમાં જ નહીં પણ આર્થિક બાબતોમાં પણ સાથે મળીને કામ કરી રહ્યા છે."

    રાહુલ ગાંધી ચીનને લઈને મોદી સરકારને ઘેરી રહ્યા છે અને ભાજપ પણ તેમની સામે વળતો પ્રહાર કરી રહી છે.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    આ વીડિયોમાં કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે 2014માં મોદી સરકાર આવ્યા બાદ આપણી અર્થવ્યવસ્થા ધીમી પડી ગઈ છે, તેનાથી દેશમાં અશાંતિ, ભ્રમ અને નફરત વધી છે.

    સરકારની ટીકા કરતા તેમણે કહ્યું કે આપણી માનસિકતા હજુ પણ અઢી મોરચે યુદ્ધ લડવાની છે. તેમના મતે, હજુ પણ આપણી વિચારસરણી સંયુક્ત અને સાયબર યુદ્ધ લડવાની નથી.

    ચીન સાથેની ભારતની સરહદ અંગેના વિવાદને લઈને રાહુલ ગાંધીએ સરકાર પાસે માંગ કરી છે કે તેમણે દેશને સરહદની નવીનતમ સ્થિતિ વિશે જણાવવું જોઈએ. તેમણે કહ્યું કે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં સરહદ પર જે બન્યું તેનાથી તેઓ ચિંતિત છે.

  9. સંબંધો મજબૂત બનાવવા ભારત સાથે કામ કરવા તૈયાર : ચીન

    મોદી

    ઇમેજ સ્રોત, WANG ZHOU - POOL/GETTY IMAGES

    સરહદી તણાવના કારણે સંબંધોમાં તણાવના અહેવાલો વચ્ચે ચીનના વિદેશમંત્રી વાંગ યીએ કહ્યું છે કે તેમનો દેશ ભારત સાથે "સંબંધો મજબૂત કરવા" માટે કામ કરવા તૈયાર છે.

    વાંગ યીએ રવિવારે કહ્યું, "અમે ચીન-ભારત વચ્ચેના સંબંધોની નિરંતરતા અને તેને મજબૂત કરવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર છીએ."

    ચીનના વિદેશમંત્રી વાંગ યીએ વિશ્વના અન્ય દેશો સાથેના ચીનના સંબંધો વિશે પણ વાત કરી અને કહ્યું કે આગામી વર્ષ (2023)માં તેઓ તેમના રાજદ્વારી એજન્ડાને 'વધુ મજબૂતીથી' આગળ વધારશે.

    રવિવારે વર્ષ 2022માં ચીનના અન્ય દેશો સાથેના સંબંધો પર આયોજિત એક કાર્યક્રમમાં વાંગ યીએ કહ્યું, "આગામી વર્ષમાં અમે વૈશ્વિક વિઝન જાળવી રાખીશું અને વધુ મજબૂતી સાથે આગળ વધીશું.

    અમે એક નવો ઈતિહાસ લખીશું અને એક વ્યાપક પરિપ્રેક્ષ્ય સાથે. "દેશની કૂટનીતિમાં નવી સફળતાઓ હાંસલ કરીશું." બીજિંગમાં આયોજિત આ કાર્યક્રમમાં ભારત સાથેના સંબંધો પર વાંગ યીએ કહ્યું કે બંને દેશો રાજદ્વારી અને સૈન્ય માધ્યમો દ્વારા પરસ્પર સંપર્ક જાળવી રહ્યા છે.

    ભારતને લઈને વાંગ યીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આ મહિને અરુણાચલના તવાંગમાં બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણની તસવીરો સામે આવી હતી. ભારતમાં વિપક્ષે આ અંગે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને આકરા સવાલો કર્યા હતા.

  10. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    25 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.