નેપાળ: પુષ્પ કમલ દહલની વડા પ્રધાન તરીકે નિયુક્તિ
નેપાળનાં રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ દેશની પ્રતિનિધિ સભામાં ત્રીજી સૌથી મોટી પાર્ટી સીપીએન-માઓવાદી કેન્દ્રના અધ્યક્ષ પુષ્પ કમલ દહલની વડા પ્રધાન તરીકે નિમણૂક કરી છે.
રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા રવિવારે સાંજે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, "રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ નેપાળના બંધારણની કલમ 76 (2) હેઠળ પ્રતિનિધિ સભાના પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ને નેપાળના વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે."
બંધારણના આ અનુચ્છેદમાં એવી જોગવાઈ છે કે "પ્રતિનિધિ સભાના સભ્ય, જે બે કે તેથી વધુ પક્ષોના સમર્થનની બહુમતી મેળવી શકે" તેની પ્રતિનિધિ સભામાં વડા પ્રધાન તરીકે નિયુક્ત થઈ શકે છે.
પ્રચંડ રવિવારે રાષ્ટ્રપતિના સત્તાવાર 'શિતલ નિવાસ' પહોંચ્યા અને પોતાનો દાવો રજૂ કર્યો કે 170થી વધુ સાંસદોએ તેમનું વડા પ્રધાનપદ માટે સમર્થન કર્યું છે.

ઇમેજ સ્રોત, FACEBOOK/CMPRACHANDA








