રવીન્દ્ર જાડેજાએ રીવાબાને ટિકિટ મળતા વડા પ્રધાનનો આભાર માન્યો
ગુજરાતના ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ તેમનાં પત્ની રીવાબાને ભાજપમાંથી ટિકિટ મળતાં અભિનંદન પાઠવ્યાં હતાં.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં રીવાબા જાડેજા જામનગર-ઉત્તરની બેઠક પરથી ચૂંટણી લડશે.
રીવાબાને ટિકિટ મળતા રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને તેમણે રીવાબાને અભિનંદન આપવાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો.
રવીન્દ્ર જાડેજાએ લખ્યું, "વિધાનસભામાં ચૂંટણીમાં ટિકિટ મેળવવા બદલ મારાં પત્નીને અભિનંદન. તમે જે મહેનત અને પ્રયત્નો કર્યા તેના પર ગર્વ છે. મારી તમને શુભેચ્છાઓ. મને આશા છે કે તમે સમાજના વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખશો."ટ
તેમણે કહ્યું, "હું આપણા માનન્ય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માનું છું કે તેમણે તેમની (રીવાબાની) ક્ષમતાઓ પર વિશ્વાસ મૂકીને ઉમદા કાર્ય કરવાની તક આપી."
રીવાબા જાડેજાનું નામ આજે ભાજપે જાહેર કરેલા 160 ઉમેદવારોની યાદીમાં હતું. ભારતે રીવાબાને જ્યાંથી ટિકિટ આપી તે બેઠક પર હાલ ભાજપના જ ધર્મેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય છે. જેમને ભાજપે પડતા મૂક્યા છે.