રીવાબાને ટિકિટ મળતાં રવીન્દ્ર જાડેજાએ વડા પ્રધાનનો આભાર માન્યો

ગુજરાતના ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ તેમનાં પત્ની રીવાબાને ભાજપમાંથી ટિકિટ મળતાં અભિનંદન પાઠવ્યાં હતાં.

લાઇવ કવરેજ

  1. રવીન્દ્ર જાડેજાએ રીવાબાને ટિકિટ મળતા વડા પ્રધાનનો આભાર માન્યો

    ગુજરાતના ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ તેમનાં પત્ની રીવાબાને ભાજપમાંથી ટિકિટ મળતાં અભિનંદન પાઠવ્યાં હતાં.

    ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં રીવાબા જાડેજા જામનગર-ઉત્તરની બેઠક પરથી ચૂંટણી લડશે.

    રીવાબાને ટિકિટ મળતા રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને તેમણે રીવાબાને અભિનંદન આપવાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો.

    રવીન્દ્ર જાડેજાએ લખ્યું, "વિધાનસભામાં ચૂંટણીમાં ટિકિટ મેળવવા બદલ મારાં પત્નીને અભિનંદન. તમે જે મહેનત અને પ્રયત્નો કર્યા તેના પર ગર્વ છે. મારી તમને શુભેચ્છાઓ. મને આશા છે કે તમે સમાજના વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખશો."ટ

    તેમણે કહ્યું, "હું આપણા માનન્ય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માનું છું કે તેમણે તેમની (રીવાબાની) ક્ષમતાઓ પર વિશ્વાસ મૂકીને ઉમદા કાર્ય કરવાની તક આપી."

    રીવાબા જાડેજાનું નામ આજે ભાજપે જાહેર કરેલા 160 ઉમેદવારોની યાદીમાં હતું. ભારતે રીવાબાને જ્યાંથી ટિકિટ આપી તે બેઠક પર હાલ ભાજપના જ ધર્મેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય છે. જેમને ભાજપે પડતા મૂક્યા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  2. ટી20 વર્લ્ડકપ : ઇંગ્લૅન્ડ સામેની સેમિફાઇનલમાં ભારતની 10 વિકેટે શરમજનક હાર

    ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લૅન્ડ સામે એડિલેડમાં રમાયેલી સેમિફાઇનલમાં ભારતની 10 વિકેટે હાર થઈ છે. આ સાથે ટી20 વર્લ્ડકપમાં ભારતની સફરનો અંત આવ્યો છે.

    ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા જણાવ્યું હતું. ભારતે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 168 રન કર્યા હતા. ઇંગ્લૅન્ડને જીત માટે મળેલું લક્ષ્ય તેમણે એકપણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 16 ઓવરમાં જ મેળવી લીધું હતું.

    ઇંગ્લૅન્ડની ટીમ
  3. ટી20માં વિરાટ કોહલીએ બનાવ્યો વિશ્વવિક્રમ

    વિરાટ કહોલીએ ટી20 ઇન્ટરનેશનલમાં એક મોટો રેકૉર્ડ બનાવતાં ઇતિહાસ રચી દીધો છે. ઇંગ્લૅન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી સેમિફાઇનલ મૅચમાં તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે અને આવું કરનારા તેઓ ક્રિકેટવિશ્વના પ્રથમ ખેલાડી બની ગયા છે.

    વિરાટ કોહલીએ ટી20 ઇન્ટરનેશનલમાં ચાર હજાર રન પૂરા કર્યા છે. ઇંગ્લૅન્ડ વિરુદ્ધની આ મૅચમાં કોહલીએ 40 બૉલમાં 50 રન ફટકાર્યા હતા.

    ઇંગ્લૅન્ડ વિરુદ્ધ વિરાટ કોહલીએ 42 રન કર્યા ત્યારે જ તેમણે આ રેકૉર્ડ બનાવી લીધો હતો. ટી20 ક્રિકેટમાં આવી ઉપલબ્ધિ હાંસલ કરનારા વિરાટ કોહલી વિશ્વના પ્રથમ ખેલાડી બની ગયા છે.

    વિરાટ કોહલી

    ઇમેજ સ્રોત, Getty Images

  4. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીની રેલીમાં આવેલી મહિલાઓ કેજરીવાલ વિશે શું બોલ્યાં?

    ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ, કૉંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ પ્રચાર કરવા મેદાનમાં આવી ગઈ છે. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાત આવી રહ્યા છે અને અલગ-અલગ શહેરોમાં રોડ શો યોજી રહ્યા છે. જૂનાગઢમાં યોજાયેલા આમ આદમી પાર્ટીના રોડ શોમાં આવેલા કાર્યકર્તા અને ત્યાંના લોકોએ કેજરીવાલ અને અન્ય નેતાઓ વિશે શું કહ્યું?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  5. ભાજપે આ 73 નેતાઓને ફરી ટિકિટ આપી રિપિટ કર્યા

    ભૂપેન્દ્ર પટેલ

    ભારતીય જનતા પક્ષે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 160 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. તેમાં વર્ષ 2017ની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા ધારાસભ્યોમાંથી અને પરાજિત થયેલા કુલ 160 ઉમેદવારોમાંથી ભાજપે આ વખતે 73 ઉમેદવારોને આ વખતે ફરીથી ટિકિટ આપીને રિપિટ કર્યા છે. આ લિસ્ટ નીચે મુજબ છે.

    • માંડવીથી વિરેન્દ્રસિંહ જાડેજાની ટિકિટ કપાઈ અને રાપરમાં મળી
    • ગાંધીધામમાં માલતીબહેન મહેશ્વરી
    • શંકરસિંહ ચૌધરીને વાવને બદલે થરાદથી ટિકિટ આપી
    • દિયોદરથી કેશાજી ચૌહાણ
    • કાંકરેજથી કિરિટસિંહ વાઘેલા
    • ચાણસ્માથી દિલિપકુમાર ઠાકોર
    • વિસનગરથી ઋષિકેશ પટેલ
    • વિજાપુરથી રમણભાઈ પટેલ
    • ભિલોડાથી પી. સી. બરંડા
    • મોડાસાથી ભીખુસિંહ પરમાર
    • પ્રાંતિજથી ગજેન્દ્રસિંહ પરમાર
    • દહેગામથી બલરાજસિંહ ચૌહાણ
    • સાણંદથી કનુ પટેલ
    • અમરાઇવાડીથી હસમુખ પટેલ
    • ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલ
    • જમાલપુર-ખાડીયા ભુષણ ભટ્ટ
    • દસક્રોઈથી બાબુ જમનાદાસ પટેલ
    • ધંધુકાથી કાળુભાઈ ડાભી
    • દસાડાને બદલે રમણ વોરાને ઈડરની ટિકિટ ફાળવવામાં આવી
    • લિમડીથી કિરિટસિંહ રાણા
    • મોરબીથી કાંતિ અમૃતિયા
    • વાંકાનેરથી જીતેન્દ્ર સોમાણી
    • જસદણથી કુંવરજી બાવળિયા
    • ગોંડલથી ગીતાબા જાડેજા
    • જેતપુરથી જયેશ રાદડિયા
    • જામનગર ગ્રામ્યથી રાઘવજી પટેલ
    • જામજોધપુરથી ચીમન સાપરિયા
    • દ્વારકાથી પબુભા માણેકને કરાયા રિપિટ
    • પોરબંદરથી બાબુ બોખરીયા
    • કેશોદથી દેવભાઈ માલમ
    • માંગરોળથી ભગવાનજી કરગઠિયા
    • રાજુલાથી હીરા સોલંકી
    • તળાજાથી ગૌતમ ચૌહાણ
    • ગરિયાધારથી કેશુ નાકરાણી
    • પાલિતાણાથી ભીખાભાઈ બારૈયા
    • ભાવનગર ગ્રામ્યથી પરસોત્તમ સોલંકી
    • ભાવનગર પશ્ચિમથી જીતુ વાઘાણી
    • બોરસદથી રમણ સોલંકી
    • ઉમરેઠથી ગોવિંદ પરમાર
    • આણંદથી યોગેશ પટેલ
    • સોજિત્રાથી વિપુલ પટેલ
    • નડિયાદથી પંકજ દેસાઈ
    • બાલાસિનોરથી માનસિંહ ચૌહાણ
    • સંતરામપુરથી કુબેરભાઈ ડિંડોર
    • શહેરાથી જેઠાભાઈ આહિર
    • ગોધરાથી સી. કે. રાઉલજી
    • હાલોલથી જયન્દ્રથસિંહ પરમાર
    • ફતેપુરાથી રમેશ કટારા
    • લિમખેડાથી શૈલેષ ભાભોર
    • દાહોદથી કનૈયાલાલ કિશોરી
    • દેવગઢબારિયાથી બચુભાઈ ખાબડ
    • સાવલીથી કેતન ઇનામદાર
    • સંખેડાથી અભેસિંહ તડવી
    • ડભોઈથી શૈલેશ પટેલ
    • વડોદરા શહેરથી મનિષા વકીલ
    • વાગરાથી અરુણસિંહ રાણા
    • અંકલેશ્વરથી ઇશ્વરસિંહ પટેલ
    • ઓલપાડથી મુકેશ પટેલ
    • માંગરોળથી ગણપત વસાવા
    • સુરત પૂર્વથી અરવિંદ રાણા
    • સુરત ઉત્તરથી કાંતિભાઈ બલ્લર
    • વરાછાથી કુમાર કાનાણી
    • લિંબાયતથી સંગીતા પાટીલ
    • કરંજથી પ્રવીણ ઘોઘારી
    • મજુરાથી હર્ષ સંઘવી
    • કતારગામથી વિનોદ મોરડિયા
    • સુરત પશ્ચિમમાં પૂર્ણેશ મોદી
    • બારડોલીમાં ઇશ્વર પરમાર
    • મહુવામાં મોહન ઢોડિયા
    • ડાંગમાં વિજય પટેલ
    • જલાલપુરમાં આર. સી. પટેલ
    • ગણદેવીમાં નરેશ પટેલ
    • ધરમપુરમાં અરવિંદ પટેલ
  6. ભીમા કોરેગાંવ કેસમાં આરોપી ગૌતમ નવલખાને SCની રાહત, હાઉસ અરેસ્ટમાં ખસેડવા હુકમ કર્યો, પુણે પોલીસ દ્વારા ભીમા કોરેગાંવ કેસમાં તપાસ આદરવામાં આવી એ પછી સપ્ટેમ્બર 2018માં નવલખાની દિલ્હી ખાતેથી અટક કરવામાં આવી હતી.

    ગૌતમ નવલખા

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ગૌતમ નવલખા

    ઍક્ટિવિસ્ટ ગૌતમ નવલખાની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાના વચગાળાના હુકમમાં અરજદારને રાહત આપી છે.

    બીબીસીના સહયોગી સુચિત્ર કે. મોહંતીએ આપેલ માહિતી અનુસાર કોર્ટે નવલખાની ‘ખરાબ તબિયત’ અને ‘ઉંમર’ને ધ્યાને રાખીને એક માસ માટે તેમને હાઉસ અરેસ્ટમાં ખસેડવા હુકમ કર્યો છે.

    નોંધનીય છે કે નવલખા હાલ ભીમા કોરેગાંવ કેસમાં આરોપી છે અને તલોજા જેલમાં છે.

    સુપ્રીમ કોર્ટે પોતાના હુકમમાં નવલખાને મુંબઈ ખાતેના તેમના ઘરમાં હાઉસ અરેસ્ટમાં રાખવા માટે પોલીસ સિક્યૉરિટીની વ્યવસ્થા કરવા 2.4 લાખ રૂપિયા ડિપૉઝિટ જમા કરવાનું જણાવ્યું છે.

    સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. જસ્ટિસ કે. એમ. જોસેફના વડપણવાળી આ બેન્ચમાં જસ્ટિસ ઋષિકેશ રોય પણ હતા.

    કોર્ટે નવલખાને હાઉસ અરેસ્ટ દરમિયાન મોબાઇલ ફોન, ઇન્ટરનેટ, લૅપટૉપ કે કૉમ્યુનિકેશનનાં અન્ય સાધનોનો ઉપયોગ ન કરવા સૂચવ્યું છે. જોકે, પોલીસ કર્મચારીની પરવાનગીથી દિવસમાં દસ મિનિટ માટે મોબાઇલ ફોનનો ઉપયોગ તેમની સામે કરવાની શરત સાથે કરવાની પરવાનગી અપાઈ છે.

    ગૌતમ નવલખા કોણ છે?

    ગૌતમ નવલખા જાણીતા માનવાધિકાર કર્મશીલ તથા લેખક-પત્રકાર છે,

    પુણે પોલીસ દ્વારા ભીમા કોરેગાંવ કેસમાં તપાસ આદરવામાં આવી એ પછી સપ્ટેમ્બર 2018માં નવલખાની દિલ્હી ખાતેથી અટક કરવામાં આવી હતી.

    તેલતુંબડે અને નવલખા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને એ ફરિયાદ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

    જોકે એ અરજીને નકારી દેવાતાં જામીન માટે અરજી કરવામાં આવી હતી.

    પુણેની અદાલતે તેમની અરજી નકારી કાઢતાં પોલીસે તેમની અટકાયત કર્યા બાદમાં તેમની ધરપકડ કરાઈ હતી.

  7. ગુજરાત વિધાનસભા ચૂંટણી : ભાજપે કયા નેતાઓની ટિકિટ કાપી? આ રહ્યું લિસ્ટ

    ભારતીય જનતા પક્ષે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 160 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. વર્ષ 2017ની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા ધારાસભ્યોમાંથી અને પરાજિત થયેલા કુલ 160 ઉમેદવારોમાંથી ભાજપે આ વખતે 79 ઉમેદવારોને આ વખતે ટિકિટ આપી નથી. આ લિસ્ટ નીચે મુજબ છે.

    • અબડાસાથી છબીલ પટેલ
    • ભુજથી ડૉ. નિમાબહેન આચાર્ય
    • અંજારથી વાસણ આહિર
    • રાપરથી પંકજ મહેતા
    • ધાનેરાથી માવજી દેસાઈ
    • દાંતાથી માલજીભાઈ કોદાવરી
    • વડગામથી વિજય ચક્રવર્તી
    • પાલનપુરથી લાલજી પ્રજાપતિ
    • ડીસાથી શશીકાંત પંડ્યા
    • સિદ્ધપુરથી જયનારાયણ વ્યાસ
    • ઊંઝાથી નારાયણભાઈ પટેલ
    • મહેસાણાથી નીતિન પટેલ
    • કડીથી પૂંજાભાઈ સોલંકી
    • બેચરાજીથી રજનીકાંત પટેલ
    • ઈડરથી હિતુ કનોડિયા
    • ખેડબ્રહ્માથી રમીલાબહેન બારા
    • બાયડથી અદેસિંહ ચૌહાણ
    • વીરમગામથી ડૉ. તેજશ્રીબહેન પટેલ
    • વેજલપુરથી કિશોર ચૌહાણ
    • વટવાથી પ્રદિપસિંહ જાડેજા
    • ઍલિસબ્રિજથી રાકેશ શાહ
    • નારણપુરામાં કૌશિક પટેલ
    • નરોડાથી બલરામ થવાની
    • ઠક્કરબાપાનગરથી વલ્લભ કાકડિયા
    • બાપુનગરથી જગરૂપસિંહ રાજપૂત
    • દરિયાપુરથી ભરત બારોટ
    • મણિનગરથી સુરેશ પટેલ
    • દાણીલીમડાથી જિતુભાઈ વાઘેલા
    • સાબરમતીથી અરવિંદ પટેલ
    • અસારવાથી પ્રદિપ પરમાર
    • ધોળકાથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
    • વઢવાણથી ધનજી પટેલ
    • ધ્રાંગધ્રાથી જેરામભાઈ સોનગરા
    • ટંકારાથી રાઘવજી ગડારા
    • રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણી
    • રાજકોટ પશ્ચિમથી વિજય રૂપાણી
    • રાજકોટ દક્ષિણથી ગોવિંદ પટેલ
    • રાજકોટ ગ્રામ્યથી લાખાભાઈ સાગઠિયા
    • કાલાવડથી મૂળજીભાઈ ધૈયાડા
    • જામનગર ઉત્તરથી હકુભા જાડેજા
    • જામનગર દક્ષિણથી આર. સી. ફળદુ
    • માણાવદરથી નીતિન ફળદુ
    • જૂનાગઢથી મહેન્દ્ર મશરૂ
    • વિસાવદરથી કિરીટ પટેલ
    • સોમનાથથી જશાભાઈ બારડ
    • તાલાલાથી ગોવિંદભાઈ પરમાર
    • કોડિનારથી રામભાઈ વાઢેર
    • ધારીથી દિલીપ સંઘાણી
    • અમરેલીથી બાવકુ ઊંધાડ
    • લાઠીથી ગોપાલ ચમારડી
    • સાવરકુંડલાથી કમલેશ કાનાણી
    • મહુવાથી રાઘવ મકવાણા
    • ગઢડાથી આત્મારામ પરમાર
    • બોટાદથી સૌરભ પટેલ
    • અંકલાવથી હંસાકુંવરબા રાજ
    • માતરથી કેસરીસિંહ સોલંકી
    • મહુધાથી ભરતસિંહ પરમાર
    • ઠાસરાથી રામસિંહ પરમાર એમના દીકરા યોગેન્દ્રસિંહને ટિકિટ આપી
    • કપડવંજથી કનુભાઈ ડાભી
    • લુણાવાડાથી મનોજકુમાર પટેલ
    • કાલોલથી સુમનબહેન ચૌહાણ
    • વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવ
    • છોડા ઉદેપુરથી જશુ રાઠવા
    • અકોટાથી સીમા મોહિલે
    • રાવપુરાથી રાજેન્દ્ર ત્રિવેદી
    • પાદરાથી દિનેશ પટેલ
    • કરજણથી સતીષ પટેલ
    • નાંદોદથી શબ્દશરણ તડવી
    • ડેડિયાપાડાથી મોતીલાલ વસાવા
    • જંબુસરથી છત્રસિંહ મોરી
    • ઝઘડિયાથી રવજી વસાવા
    • ભરૂચથી દુષ્યંત પટેલ
    • કામરેજથી વી. ડી. ઝાલાવાડિયા
    • ઉધનાથી વિવેક પટેલ
    • વ્યારામાં અરવિંદ ચૌધરી
    • નિઝરમાં કાંતિલાલ ગામીત
    • નવસારીમાં પિયુષ દેસાઈ
    • વાંસદામાં ગણપત મહાલા
    • કપરાડામાં મધુ રાઉત
    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Twitter / @BJP4India

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  8. મોરબીની દૂર્ઘટનાએ કાપી મંત્રીની ટિકિટ, લોકોને બચાવવા ગયેલા ભાજપના નેતાને ટિકિટ

    ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને ભાજપે મોરબીથી ટિકિટ આપી છે. કાંતિલાલ અમૃતિયા મોરબી પુલ દુર્ઘટના વખતે ચર્ચામાં આવ્યા હતા કેમ કે તેઓ લોકોને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજા મોરબી બેઠક પરથી ધારાસભ્ય છે અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી પણ છે, જેમને ટિકિટ આપવામાં આવી નથી.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  9. ગુજરાતમાં આઝાદી પહેલાં પણ થતી હતી ચૂંટણીઓ, કેવી રીતે ચાલતી હતી વિધાનસભા?

  10. ભાજપે પ્રથમ 160 ઉમેદવારોમાં14 મહિલાઓને ટિકિટ આપી

    ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરેલી 160 ઉમેદવારોની પ્રથમ યાદીમાં 14 મહિલાઓને ટિકિટ આપી છે. નોંધપાત્ર બાબત એ છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 12 મહિલા ઉમેદવારોને જ ટિકિટ આપી હતી. આ યાદીમા ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારમાં બે મંત્રી રહી ચૂકેલાં બે મહિલા નેતા - મનીષાબહેન વકીલ અને નિમિષાબહેન સુથારને ફરીથી ટિકિટ આપી છે.

    આ મહિલા ઉમેદવારોમાં ત્રણ અનુસૂચિત જાતિ (એસસી) અને એક ઉમેદવાર અનુસૂચિત જનજાતિ (એસટી)નાં છે.

    • ગાંધીધામ (એસસી) - માલતી મહેશ્વરી
    • વઢવાણ - જિજ્ઞા પંડ્યા
    • રાજકોટ પશ્ચિમ - ડૉ. દર્શિતા શાહ
    • રાજકોટ ગ્રામ્ય (એસસી) - ભાનુ બાબરિયા
    • ગોંડલ - ગીતાબા જાડેજા
    • જામનગર ઉત્તર - રીવાબા જાડેજા
    • નાંદોદ - દર્શના દેશમુખ વસાવા
    • લિંબાયત - સંગીતા પાટીલ
    • બાયડ - ભીખીબહેન પરમાર
    • નરોડા - ડૉ. પાયલ કુકરાણી
    • ઠક્કરબાપા નગર - કંચનબહેન રાદડિયા
    • અસારવા (એસસી) - દર્શના વાઘેલા
    • મોરવા હડફ (એસટી) - નિમિષા સુથાર
    • વડોદરા શહેર - મનીષાબહેન વકીલ
    જામનગર ઉત્તર બેઠક માટે ભાજપનાં ઉમેદવાર રિવાબા જાડેજા તેમના ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી તેની ફાઇલ તસવીર

    ઇમેજ સ્રોત, Instagram / Ravindra Jadeja

    ઇમેજ કૅપ્શન, જામનગર ઉત્તર બેઠક માટે ભાજપનાં ઉમેદવાર રીવાબા જાડેજા તેમના ક્રિકેટર પતિ રવીન્દ્ર જાડેજા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી તેની ફાઇલ તસવીર
  11. ભાજપે ગુજરાત ચૂંટણી માટે 160 ઉમેદવારો જાહેર કર્યા, જુઓ તમામની યાદી

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે (ભાજપ) વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 160 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે 2017ની સરખામણીમાં 38 બેઠકો પર નવા ઉમેદવારો ઉતાર્યા છે.

    કૉંગ્રેસમાંથી હાર્દિક પટેલને વીરમગામ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

    આ ઉપરાંત કૉંગ્રેસના હર્ષદ રિબડિયા જે 15 દિવસ અગાઉ જ ભાજપમાં જાેડાયા હતા તેમને વિસાવદર બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે.

    મોરબી પુલ દુર્ઘટના દરમિયાન પીડિતોને બચાવવાની જેમની કામગીરીના વીડિયો વાઇરલ થયા હતા, તે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ભાજપે મોરબીથી તેના વર્તમાન ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી બ્રિજેશ મેરજાને સ્થાને ફરી એકવાર ટિકિટ આપી છે.

    • અબડાસા - પ્રદ્યુમ્નસિંહ જાડેજા
    • માંડવી - અનિરુદ્ધ દવે
    • અંજાર - ત્રિકમ છાંગા
    • ભુજ - કેશુભાઈ પટેલ
    • ગાંધીધામ (એસસી) - માલતી મહેશ્વરી
    • રાપર - વીરેન્દ્રસિંહ જાડેજા
    • દસાડા - પરષોત્તમ પરમાર
    • લિંબડી- કિરીટસિંહ રાણા
    • વઢવાણ - જિજ્ઞા પંડ્યા
    • ચોટીલા - શામજી ચૌહાણ
    • ધ્રાંગધ્રા - પ્રકાશ વરમોરા
    • મોરબી - કાંતિલાલ અમૃતિયા
    • ટંકારા - દુર્લભજી દેથરિયા
    • વાંકાનેર - જિતેન્દ્રભાઈ સોમાણી
    • રાજકોટ પૂર્વ - ઉદય કાંગડ
    • રાજકોટ પશ્ચિમ - ડૉ. દર્શિતા શાહ
    • રાજકોટ દક્ષિણ - રમેશ ટિલાળા
    • રાજકોટ ગ્રામ્ય - ભાનુ બાબરિયા
    • જસદણ - કુંવરજી બાવળિયા
    • ગોંડલ - ગીતાબા જાડેજા
    • જેતપુર - જયેશ રાદડિયા
    • કાલાવડ (એસસી) - મેઘજી ચાવડા
    • જામનગર ગ્રામ્ય - રાઘવજી પટેલ
    • જામનગર ઉત્તર - રીવાબા જાડેજા
    • જામનગર દક્ષિણ - દિવ્યેશ અકબરી
    • જામજોધપુર - ચીમન સાપરિયા
    • દ્વારકા - પબુભા માણેક
    • પોરબંદર - બાબુભાઈ બોખિરિયા
    • માણાવદર - જવાહર ચાવડા
    • જૂનાગઢ - સંજય કોરડિયા
    • વિસાવદર - હર્ષદ રીબડિયા
    • કેશોદ - દેવાભાઈ માલમ
    • માંગરોળ - ભગવાનજી કરગઠિયા
    • સોમનાથ - માનસિંહ પરમાર
    • તાલાલા - ભગવાન બારડ
    • કોડિનાર (એસસી) - પ્રદ્યુમ્ન વાજા
    • ઊના - કાળુ રાઠોડ (કે. સી. રાઠોડ)
    • ધારી - જયસુખ કાકડિયા
    • અમરેલી - કૌશિક વેકરિયા
    • લાઠી - જનક તલાવિયા
    • સાવરકુંડલા - મહેશ કસવાલા
    • રાજુલા - હીરાભાઈ સોલંકી
    • મહુવા - શિવાભાઈ ગોહીલ
    • તળાજા - ગૌતમ ચૌહાણ
    • ગારિયાધાર - કેશુભાઈ નાકરાણી
    • પાલિતાણા - ભીખાભાઈ બારૈયા
    • ભાવનગર ગ્રામ્ય - પરષોત્તમ સોલંકી
    • ભાવનગર પશ્ચિમ - જિતેન્દ્ર વાઘાણી (જિતુ વાઘાણી)
    • ગઢડા (એસસી) - શંભુ પ્રસાદ ટુંડિયા
    • બોટાદ - ઘનશ્યામ વીરાણી
    • નાંદોદ - દર્શના દેશમુખ વસાવા
    • જંબુસર - દેવકિશોરજી સાધુ (ડીકે સ્વામી)
    • વાગરા - અરુણસિંહ રાણા
    • ઝઘડિયા (એસટી) - રિતેષ વસાવા
    • ભરૂચ - રમેશ મિસ્ત્રી
    • અંકલેશ્વર - ઈશ્વરસિંહ પટેલ
    • ઓલપાડ - મુકેશ પટેલ
    • માંગરોળ (એસટી) - ગણપત વસાવા
    • માંડવી (એસટી) - કુંવરજી હળપતિ
    • કામરેજ - પ્રફુલ પાનસેરિયા
    • સુરત પૂર્વ - અરવિંદ રાણા
    • સુરત ઉત્તર - કાંતિભાઈ બલ્લર
    • વરાછા - કિશોર (કુમાર) કાનાણી
    • કરંજ - પ્રવીણ ઘોઘારી
    • લિંબાયત - સંગીતા પાટીલ
    • ઊધના - મનુભાઈ પટેલ
    • મજૂરા - હર્ષ સંઘવી
    • કતારગામ - વિનોદ મોરડિયા
    • સુરત પશ્ચિમ - પૂર્ણેશ મોદી
    • બારડોલી (એસસી) - ઈશ્વર પરમાર
    • મહુવા (એસટી) - મોહનભાઈ ઢોડિયા
    • વ્યારા (એસટી) - મોહનભાઈ કોંકણી
    • નિઝર (એસટી ) - ડૉ. જયરામ ગામિત
    • ડાંગ (એસટી) - વિજય પટેલ
    • જલાલપુર - રમેશ પટેલ
    • નવસારી - રાકેશ દેસાઈ
    • ગણદેવી (એસટી) - નરેશ પટેલ
    • વાંસદા (એસટી) - પીયૂષ પટેલ
    • ધરમપુર (એસટી) -અરવિંદ પટેલ
    • વલસાડ - ભરત પટેલ
    • પારડી - કનુભાઈ દેસાઈ
    • કપરાડા (એસટી) - જિતુભાઈ ચૌધરી
    • ઉમરગામ (એસટી) - રમણ પાટકર
    • વાવ - સ્વરૂપજી ઠાકોર
    • થરાદ - શંકર ચૌધરી
    • ધાનેરા - ભગવાનજી ચૌધરી
    • દાંતા (એસટી) - લધુભાઈ પારઘી
    • વડગામ (એસસી) - મણીભાઈ વાઘેલા
    • પાલનપુર - અનિકેત ઠાકર
    • ડીસા - પ્રવીણ માળી
    • દિયોદર - કેશાજી ચૌહાણ
    • કાંકરેજ - કીર્તિસિંહ વાઘેલા
    • ચાણસમા - દિલીપ ઠાકોર
    • સિદ્ધપુર - બલવંતસિંહ રાજપૂત
    • ઊંઝા - કિરીટ પટેલ
    • વિસનગર -ઋષિકેશ પટેલ
    • બેચરાજી - સુખાજી ઠાકોર
    • કડી (એસસી) - કરસન સોલંકી
    • મહેસાણા - મુકેશ પટેલ
    • વિજાપુર - રમણ પટેલ
    • ઈડર (એસસી) - રમણલાલ વોરા
    • ખેડબ્રહ્મા (એસટી) - અશ્વિન કોટવાળ
    • ભિલોડા (એસટી) - પૂનમચંદ બરંડા
    • મોડાસા - ભીખુભાઈ પરમાર
    • બાયડ - ભીખીબહેન પરમાર
    • પ્રાંતીજ - ગજેન્દ્રસિંહ પરમાર
    • દહેગામ - બલરાજસિંહ ચૌહાણ
    • વીરમગામ - હાર્દિક પટેલ
    • સાણંદ - કનુભાઈ પટેલ
    • વેજલપુર - અમિત ઠાકર
    • એલિસબ્રિજ - અમિત શાહ
    • નારણ પુરા - જિતેન્દ્રભાઈ પટેલ
    • ઘાટલોડિયા - ભૂપેન્દ્ર પટેલ
    • નિકોલ - જગદિશ વિશ્વકર્મા
    • નરોડા - ડૉ. પાયલ કુકરાણી
    • ઠક્કરબાપા નગર - કંચનબહેન રાદડિયા
    • બાપુનગર - દિનેશસિંહ કુશવાહા
    • અમરાઈવાડી - ડૉ. હસમુખ પટેલ
    • દરિયાપુર - કૌશિક જૈન
    • જમાલપુર-ખાડિયા - ભૂષણ ભટ્ટ
    • મણીનગર - અમુલ ભટ્ટ
    • દાણીલીમડા (એસસી) - નરેશ વ્યાસ
    • સાબરમતી - ડૉ. હર્ષદ પટેલ
    • અસારવા (એસસી) - દર્શના વાઘેલા
    • દશક્રોઈ - બાબુભાઈ જમનાદાસ પટેલ
    • ધોળકા - કિરીટસિંહ ડાભી
    • ધંધુકા - કાળુભાઈ ડાભી
    • ખંભાત - મહેશ રાવલ
    • બોરસદ - રમણભાઈ સોલંકી
    • આંકલાવ - ગુલાબસિંહ પઢિયાર
    • ઉમરેઠ - ગોવિંદભાઈ પરમાર
    • આણંદ - યોગેશ પટેલ
    • સોજિત્રા - વિપુલ પટેલ
    • માતર - ક્લ્પેશ પરમાર
    • નડિયાદ - પંકજ દેસાઈ
    • મહુધા - સંજયસિંહ મહિડા
    • ઠાસરા - યોગેન્દ્રસિંહ પરમાર
    • કપડવંજ - રાકેશ ઝાલા
    • બાલાસિનોર - માનસિંહ ચૌહાણ
    • લુણાવાડા - જિજ્ઞેશ સેવક
    • સંતરામપુર (એસટી) - કુબેર ડિંડોર
    • શેહરા - જેઠાભાઈ આહીર (ભરવાડ)
    • મોરવા હડફ (એસટી) - નિમિષા સુથાર
    • ગોધરા - ચંદ્રસિંહ રાઓલજી (સીકે રાઓલજી)
    • કાલોલ - ફતેસિંહ ચૌહાણ
    • હાલોલ - જયદ્રથસિંહ પરમાર
    • ફતેપુરા (એસટી) - રમેશ કટારા
    • લિમખેડા (એસટી) - શૈલેષ ભાભોર
    • દાહોદ (એસટી) - કનૈયાલાલ કિશોરી
    • દેવગઢ બારિયા - બચુભાઈ ખાબડ
    • સાવલી - કેતન ઇનામદાર
    • વાઘોડિયા - અશ્વિન પટેલ
    • છોટાઉદેપુર (એસટી) - રાજેન્દ્રસિંહ રાઠવા
    • સંખેડા (એસટી) - અભેસિંહ તડવી
    • ડભોઈ - શૈલેશ મહેતા (શૈલેષ સોટ્ટા)
    • વડોદરા શહેર - મનીષાબહેન વકીલ
    • અકોટા - ચૈતન્ય દેસાઈ
    • રાવપુરા - બાલકૃષ્ણ શુક્લ
    • પાદરા - ચૈતન્યસિંહ ઝાલા
    • કરજણ - અક્ષય પટેલ

    નોંધપાત્ર છે કે, પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ બુધવારે સાંજે એકસાથે આ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

    આ વરિષ્ઠ નેતાઓના ચૂંટણી ન લડવાની જાહેરાત બાદ હવે ભાજપ આ નેતાઓની બેઠકો પર.

  12. ભાજપે જાહેર કરી ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી, કેટલાક રિપિટ તો કેટલાકનાં પત્તાં કપાયાં

    ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના વર્તમાન સરકારના નેતાઓને ટિકિટ આપવામાં આવી છે.

    હાર્દિક પટેલ તથા કૉંગ્રેસમાંથી આવેલા ઘણા નેતાઓને ટિકિટ આપવામાં આવી છે.

    આ ઉપરાંત ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને પણ ટિકિટ આપવામાં આવી છે.

  13. ગુજરાત ચૂંટણી પહેલા કૉંગ્રેસને બે દિવસમાં ત્રીજો ઝટકો, વધુ એક ધારાસભ્યે આપ્યું રાજીનામું

    ગુજરાત ચૂંટણી પહેલા કૉંગ્રેસને 2 દિવસમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. વધુ એક ધારાસભ્યએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ઝાલોદના કૉંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.

    તેમના ભાજપમાં સામેલ થવાની ચર્ચા ચાલી રહી છે. આ પહેલા કૉંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને ભગવાન બરાડ પક્ષમાંથી રાજીનામું આપી ચૂક્યા છે.

    ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બુધવારે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં લગભગ 100 નામને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ તબક્કાની સમગ્ર 89 બેઠકો પર ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે. ગુરુવારે ભાજપ ગુજરાતની પ્રથમ સૂચી જાહેર કરશે.

    ગુજરાતમાં વર્તમાનમાં કૂલ 4.90 કરોડ મતદાતા છે, જેમાં 2.53 કરોડ પુરુષ, 2.37 કરોડ મહિલા અને 1,417 ટ્રાન્સજેન્ડર મતદાતા છે. 3.24 લાખ નવા મતદાતા છે. મતદાન માટે કૂલ 51, 782 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, 182 મૉડલ પુલિંગબુથ હશે. 50 ટકા મતદાન કેન્દ્રોનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. 33 પુલિંગબુથ પર યુવા પુલિંગ ટીમ હશે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 18 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. ગુજરાતમાં કૂલ 182 બેઠક છે અને બહુમતીનો આંકડો 92 છે. 182માંથી 13 વિધાનસભા ક્ષેત્ર અનુસૂચિત જાતીના ઉમેદવારો માટે અનામત છે, તથા 27 વિધાનસભા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત રાખવામાં આવી છે.

    ભાવેશ કટારા

    ઇમેજ સ્રોત, ANI

  14. નીરવ મોદી: યૂકેની કોર્ટે ભારતને પ્રત્યાર્પણ માટે લીલી ઝંડી આપી

    લંડનમાં હાઈકોર્ટે બુધવારે હીરાના વેપારી નીરવ મોદીની અરજીને ફગાવી દીધી હતી. જેમાં તેમણે ભારતને પ્રત્યાપણ આદેશ સામે સ્ટે માગ્યો હતો. નીરવ મોદી પર પંજાબ નેશનલ બૅન્કની લગભગ 13 હજાર કરોડ રૂપિયાની લોન ન ચૂકવવાનો આરોપ છે.

    આ ઘટનાને ભારતનું સૌથી મોટું બૅન્ક કૌભાંડ પણ માનવામાં આવે છે. ભારત પ્રત્યાર્પણ કરવા માટેનો નિર્ણય લૉર્ડ જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ સ્મિથ અને જસ્ટિસ રૉબર્ટ જે એ સંભળાવ્યો હતો.

    51 વર્ષના નીરવ મોદી હાલ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં છે. નીરવ મોદીની માનસિક સ્થિતિ ખરાબ જણાતા વકીલોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને કહ્યું હતું કે, તેમનું પ્રત્યાર્પણ કરવું દમનકારી રહેશે.

    નીરવ મોદીની માર્ચ 2019માં લંડનના હોલ્બોર્ન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ 2018થી યૂકેમાં છે. નીરવ મોદી હીરાના વેપારી પરિવારમાંથી આવે છે અને તેમનો ઉછેર બેલ્ઝિયમના એંટવર્પ શહેરમાં થયો હતો.

    Nirav Modi

    ઇમેજ સ્રોત, ANI

  15. ભાજપ આજે ગુજરાત ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા

    પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા જેવા ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાઓએ આગામી ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યા બાદ આજે ભારતીય જનતા પક્ષ (ભાજપ) પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા છે.

    ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાતની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક દિલ્હીના રાષ્ટ્રીય મુખ્ય મથકે મળી હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અન્ય વરિષ્ઠ સભ્યો હતા.

    ભાજપ ચૂંટણી સમિતીની બેઠક

    ઇમેજ સ્રોત, @BJP / Twitter

  16. આજના મહત્ત્વપૂર્ણ સમાચાર

    • ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.
    • બુધવારે રાત્રે દિલ્હીમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં ઉમેદવારોનું લિસ્ટ લગભગ નક્કી થઈ ગયું છે.
    • તો પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
    • આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઑસ્ટ્રેલિયાના ઍડિલેડમાં ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલ યોજાશે.
    • બુધવારે યોજાયેલી પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પાકિસ્તાન ફાઇનલમાં પહોંચી ગયું છે.

    નમસ્કાર, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    અહીં આપને ગુજરાત ચૂંટણી, દેશ-વિદેશના મહત્ત્વપૂર્ણ સમાચાર દિવસભર મળતા રહેશે.

    9 નવેમ્બરની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો.