શર્લિન ચોપરાએ મહિલાઓનાં સ્તનની સાઇઝ અને માન્યતા વિશે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, Sheryln Chopra એ આટલા વર્ષો પછી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કયા કારણોથી કઢાવ્યા ?
શર્લિન ચોપરાએ મહિલાઓનાં સ્તનની સાઇઝ અને માન્યતા વિશે શું કહ્યું?

"મારી છાતી પરથી મોટો ભાર ઊતરી ગયો. એક (ઇપ્લાન્ટ)નું વજન 825 ગ્રામ હતું. હું પતંગિયા જેવું અનુભવી રહી છું. હું યુવાપેઢીને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયાના પ્રભાવમાં પોતાના શરીર સાથે રમત ના કરે."

મૉડલ રહેલાં શર્લિન ચોપરાએ ગત રવિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર એક વીડિયો શેર કરતાં જણાવ્યું કે તેમણે પોતાનાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કઢાવી નાખ્યાં છે.

આ વીડિયોમાં તેમણે યુવાઓને અપીલ કરી છે કે તેઓ સમાજના દબાણમાં આવીને પોતાના શરીર વિશે કશો નિર્ણય ન કરે અને પોતાની કુદરતી શરીરરચના સાથે રમત ન કરે.

તેઓ હિંદી અને તેલુગુ ફિલ્મોમાં પોતાના કામ માટે પ્રખ્યાત છે. 38 વર્ષીય શર્લિને પોતાના કરિયરની શરૂઆત 2007માં એક હિંદી ફિલ્મથી કરી હતી.

ત્યારે બીબીસી સાથેનાં ઇન્ટરવ્યૂમાં શર્લિન ચોપરાએ આવા મહિલાઓને શું કહ્યું. તેમણે ઇમ્પ્લાન્ટ હઠાવવા માટેનાં કારણો, મહિલાઓનાં સ્તનની સાઇઝ તથા માન્યતા અંગે પણ વાત કરી હતી.

જુઓ આ ઇન્ટરવ્યૂ.

શર્લિન ચોપરા, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ, મહિલા આરોગ્ય, શર્લિને શા માટે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કઢાવ્યા, કોણે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવવા જોઈએ, મહિલાઓના અધિકારી, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન