મનમોહનસિંહ : પાકિસ્તાનનું એ ગામ, જ્યાં પૂર્વ વડા પ્રધાનનું બાળપણ વીત્યું
ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહનું નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા.
છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેમને ગુરુવારે મોડી રાત્રે સારવાર માટે દિલ્હીસ્થિત એઇમ્સ હૉસ્પિટલ દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
એઇમ્સના મીડિયા સેલે મનમોહનસિંહના નિધનની જાણકારી આપી છે.
મનમોહનસિંહનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગાહ ગામમાં 26 સપ્ટેમ્બર, 1932ના રોજ થયો હતો.
મનમોહનસિંહ નાના હતા ત્યારે તેમનાં માતાનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારે મનમોહનસિંહની ઉંમર માત્ર થોડા મહિનાઓ જ હતી.
મનમોહનસિંહ બે વાર દેશના વડા પ્રધાન રહી ચૂક્યા છે. તેઓ 2004થી 2014 સુધી દેશના વડા પ્રધાન રહ્યા હતા.
પાકિસ્તાનમાં આવેલા મનમોહનસિંહના ગામના લોકો શું બોલ્યા? તેમની શાળા કેવી દેખાય છે?
જુઓ વીડિયો અહેવાલ

ઇમેજ સ્રોત, BBC/getty
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



