ગૌહરજાન અને ફાતિમાબેગમ : ભારતીય કલાને નવીન ઊંચાઈ પ્રદાન કરનાર કલાકાર
ગૌહરજાન અને ફાતિમાબેગમ : ભારતીય કલાને નવીન ઊંચાઈ પ્રદાન કરનાર કલાકાર
19મી સદીમાં ગ્રામોફોનના સમયમાં એક મનમોહક અવાજ એટલે ગૌહરજાન. એવી જ રીતે ફિલ્મક્ષેત્રે પદાર્પણ કરનારાં ફાતિમાબેગમનું નામ પણ એમની હરોળમાં મૂકવું પડે.
19મી સદીમાં આ મહિલાઓ જે કરી રહી હતી એને આદરથી નહોતું જોવાતું. છતાં, તેમણે તે કામને યથાવત્ રાખ્યું. ફાતિમાબેગમ અને ગૌહરજાન એ જ શૃંખલાનું નેતૃત્વ કરનાર પૈકી એક છે.
ગૌહરજાને કોલકાતામાં ગાયન અને શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી હતી. તો ફાતિમાબેગમ ન માત્ર અભિનેત્રી અને સ્ક્રીન રાઇટર હતાં, તેઓ પ્રથમ મહિલા ફિલ્મનિર્માતા અને દિગ્દર્શક પણ હતાં.
19મી સદીના આ કલાકારો, જેમણે ભારતીય કલાને નવી ઊંચાઈએ પહોંચાડી, તેઓ 21મી સદીમાં કઈ રીતે હિંમતનું પણ ઉદાહરણ બની રહ્યા છે, જુઓઆ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, getbengal.com



