નવસારી : માતાએ પરિશ્રમના બળે મનોદિવ્યાંગ દીકરીને ઑલિમ્પિક સુધી પહોંચાડી દીધી
નવસારી : માતાએ પરિશ્રમના બળે મનોદિવ્યાંગ દીકરીને ઑલિમ્પિક સુધી પહોંચાડી દીધી
નવસારીના અમલસાડ ગામની આ ગરીબ આદિવાસી પરિવારનાં મનોદિવ્યાંગ દીકરી જર્મનીમાં યોજાનારી સ્પેશિયલ ઑલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સમાં ભાગ લેવા જઈ રહ્યાં છે.
દિવ્યાનાં માતા મજૂરી કરી ગુજરાન ચલાવે છે.
માતાએ કરેલા પરિશ્રમથી દિવ્યા આ મુકામે પહોંચ્યાં છે અને માત્ર પોતાના ગામનું જ નહીં સમગ્ર ભારતનું નામ રોશન કરી રહ્યાં છે.
દિવ્યા પાસે કોઈ પણ ખાસ સુવિધા, સાધનો કે પર્સનલ કોચ પણ નહોતાં. ચાર ધોરણ સુધી ભણેલાં દિવ્યાનાં માતા અનિતાબહેનને આમ તો રમતગમત કે કોચનો કોઈ જ પ્રકારનો અનુભવ નહોતો, પરંતુ શિક્ષકો અને કોચ પાસેથી મેળેલી માહિતી અનુસાર તેઓ દીકરીનાં કોચ બન્યાં અને તાલીમ આપી.
જુઓ, માતાપુત્રીના સંઘર્ષ અને હિંમતની આ કહાણી, માત્ર બીબીસી ગુજરાત સાથે.






