You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૃષિ સખી: આ મહિલાઓએ પતિ પાસેથી અડધો એકર જમીન માગીને શું કર્યું?
મહારાષ્ટ્રના યવતમાલના ઘાટંજી તાલુકાનાં કેટલાંક ગામોમાં મહિલા સ્વ-સહાય જૂથોએ સજીવ ખેતી શરૂ કરી છે.
જોકે, આ શરૂઆત સરળ નહોતી. મોટા ભાગની ખેતીની પ્રવૃત્તિ અને નિર્ણયો ઘરના પુરુષો જ કરતા હોવાથી મહિલાઓ માટે ઑર્ગેનિક ખેતીની પહેલ કરવી તે એક નોંધપાત્ર પગલું હતું.
મહિલાઓએ માત્ર અડધા એકર જમીનથી શરૂ કરીને આ પ્રયોગ સફળતાપૂર્વક પાર પાડ્યો.
મહારાષ્ટ્રના યવતમાલના લહાન મોવાડા ગામમાં મમતા ધુર્વે કૃષિ સખી છે.
તેઓ અન્ય મહિલાઓને એનજીઓ અને સરકારની સહાયથી ઑર્ગેનિક ખેતી માટે માર્ગદર્શન આપે છે.
ઉમંગ નામની સંસ્થા મુજબ ગામદીઠ 20 મહિલાઓ અને જિલ્લામાંથી અંદાજે 2,000 મહિલાઓ ઑર્ગેનિક ખેતી સાથે સંકળાયેલાં છે.
સંશોધકોએ પણ આ ફેરફારની નોંધ લીધી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન