એ મહિલાની કહાણી જેઓ કુષ્ઠરોગમાંથી સાજાં તો થયાં પરંતુ પરિવારે તિરસ્કૃત કર્યાં
એ મહિલાની કહાણી જેઓ કુષ્ઠરોગમાંથી સાજાં તો થયાં પરંતુ પરિવારે તિરસ્કૃત કર્યાં
રક્તપિત્તમાંથી સાજા થયાં છતાં ઘણી મહિલાઓ હજી પણ તપોવનમાં રહે છે. કેટલાકે તો 50 વર્ષથી વધુ સમયથી રાહ જોઈ રહ્યા છે કે તેમના પતિ, પુત્ર કે સંબંધીઓ એમને લેવા આવશે.
આશા વજોલકર તપોવન રક્તપિત્ત પુનર્વસન કેન્દ્રમાં છેલ્લાં 10 વર્ષથી રહે છે. એમને એમના પુત્ર અને ભાણેજે પગમાં ચેપ લાગ્યા પછી અહીં રાખ્યાં હતાં. હવે 70 વર્ષની ઉંમરે તપોવન જ એમનું કાયમી ઘર છે.
તપોવન પુનર્વસન કેન્દ્રમાં આશા વજોલકર જેવાં અનેક દર્દીઓ છે. હાલમાં અહીં સાડાત્રણસો લોકો રહે છે. કેટલાકની સારવાર ચાલે તો કેટલાક સાજા થઈ ગયા છે.
એમની કહાણીઓ સમાજ જ નહીં, પણ પોતાના પરિવાર તરફથી મળેલા તિરસ્કારના દુઃખથી ભરેલી છે.
રક્તપિત્તના રોગીઓ વિશે સમાજમાં હજી પણ ઘણી ગેરસમજ છે. આજે પણ એમને સ્વીકારવા એક પડકાર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



