શ્રીલંકામાં 56 હજાર બાળકો કુપોષિત, આર્થિક કટોકટી બાદ ભોજન માટે વલખાં મારે છે પરિવારો

શ્રીલંકામાં 56 હજાર બાળકો કુપોષિત, આર્થિક કટોકટી બાદ ભોજન માટે વલખાં મારે છે પરિવારો

શ્રીલંકા હજુ આર્થિક સંકટમાંથી બહારી આવ્યું નથી. ધીમેધીમે શ્રીલંકા આર્થિક મુશ્કેલીમાંથી ઊભું થવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે હજુ પણ ઘણા બધા લોકો ગયા વર્ષની નાણાકીય ઊથલપાથલને કારણે અસરગ્રસ્ત છે.

શ્રીલંકાની ચોથા ભાગ કરતા વધુ વસ્તી પાસે ખોરાકની વ્યવસ્થા જ નથી.

સંકટ વિશે અજાણ નાદાન બાળકો વધુ સહન કરી રહ્યાં છે. શ્રીલંકામાં 56 હજાર બાળકો ગંભીર કુપોષણથી પીડાઈ રહ્યા છે.

શ્રીલંકામાં આર્થિક સંકટની મહિલાઓ અને બાળકો પર કેવી ગંભીર અસર થઈ રહી છે?

જોઈએ બીબીસી બિઝનેસ સંવાદદાતા અર્ચના શુકલાનો આ વીડિયો અહેવાલ...