કચ્છના એ ખેડૂતો જેમણે માત્ર 100 રૂપિયા ખર્ચીને ગોપાલનનું નવું મૉડલ વિકસાવ્યું
કચ્છના એ ખેડૂતો જેમણે માત્ર 100 રૂપિયા ખર્ચીને ગોપાલનનું નવું મૉડલ વિકસાવ્યું
કચ્છના અબડાસા તાલુકાના કનકપર ગામના ખેડૂતોએ ગોપાલનનું એક એવું મૉડલ વિકસાવ્યું છે જેમાં ગાયોને રાખવાનો ખર્ચ નહિવત્ આવે છે.
અહીં ગામે સહિયારા પ્રયાસથી ગામની ગાયો માટે ખાસ ગૌચર વિકસાવ્યું છે, જ્યાં ગામના ખેડૂતો તેમની ગાયોને ભેગી રાખે છે અને આ ગાયોને ચરાવવા લઈ જતાં ગોવાળને નિભાવખર્ચ પેટે નજીવી રકમ ખેડૂતો ચૂકવે છે.
ગૌશાળામાં મોટી સંખ્યામાં ગાયો રહેતી હોવાથી મોટા પ્રમાણમાં મળતા ગૌમૂત્ર અને છાણનો બધા ખેડૂતો ખેતીમાં ઉપયોગ કરે છે. તેનાથી જમીનની ગુણવત્તા સુધરે છે.
જ્યારે ગાયના દૂધમાંથી છાશ અને ઘી જેવી અન્ય પેદાશોનો ગામની મહિલાઓએ સાથે મળી ગૃહઉદ્યોગ શરૂ કર્યો છે, જેમાંથી તેઓ આવક રળે છે. કેવી રીતે જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



