કાશ્મીરનાં તીરંદાજ જેમને બંને હાથ નથી, કેવી રીતે વિકલાંગ કિશોરીએ રમતમાં મેળવી સફળતા?
કાશ્મીરનાં તીરંદાજ જેમને બંને હાથ નથી, કેવી રીતે વિકલાંગ કિશોરીએ રમતમાં મેળવી સફળતા?

શીતલ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના લોઇધર ગામનાં રહેવાસી છે.
તેમના હાથ નથી, પરંતુ જુસ્સો એવો છે કે તેઓ નિશાન ક્યારેય ચૂકતાં નથી.
તેઓ એક પૅરા મહિલા તીરંદાજ છે.
તેમણે કોચની મદદથી એવી ટેકનિક પર કામ કર્યું જેથી તેઓ તીરંદાજીના આ સ્પૉર્ટમાં પ્રૅક્ટિસ કરવા સમર્થ બન્યાં.
બાળપણથી જ તેમના હાથ નથી પરંતુ હિંમત એવી બુલંદ છે કે તેઓ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ દેશનું નામ રોશન કરી આવ્યાં છે.
16 વર્ષની ઉંમરે તેમના નામે ઘણા ખિતાબો બોલે છે.
જાણો આ કિશોરીના અણનમ જુસ્સાની કહાણી.





