કૈલાશ-માનસરોવર યાત્રા કયા બે રૂટ પર થાય છે, અરજી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશો?
આ યાત્રા માટે સફળ ઑનલાઇન અરજી પછી વિદેશ મંત્રાલય ડ્રો દ્વારા યાત્રાળુઓની પસંદગી કરી શકે છે.
ડ્રો થવાની સાથે જ યાત્રાળુને તેના રૂટ અને બેચની ફાળવણી કરી દેવાય છે.
વિદેશ મંત્રાલય ડ્રો પછી દરેક અરજકર્તાને તેના રજિસ્ટર્ડ ઇ-મેઇલ અને મોબાઇલ નંબર પર જાણ કરે છે.
આ ઉપરાંત તમે હેલ્પલાઇન નંબર 011-23088133 પરથી પણ જાણકારી મેળવી શકો છો.
ત્યાર બાદ અરજકર્તાએ મંત્રાલયે ફાળવેલી તારીખથી અગાઉ કુમાઉ મંડલ વિકાસ નિગમ અથવા સિક્કિમ પર્યટન વિકાસ નિગમના નિર્ધારિત બૅન્ક ખાતામાં 'યાત્રા માટેના ખર્ચની ફી' તરીકે ચોક્કસ રકમ ભરવાની હોય છે.
યાત્રાનો ખર્ચ જમા કરાવ્યા પછી અરજકર્તાએ દિલ્હી પહોંચતા અગાઉ ઑનલાઇન જ બેચની પુષ્ટિ કરવાની હોય છે. ત્યાર પછી બેચ અલૉટ માનવામાં આવે છે.
બેચ માટે યાત્રા શરૂ કરતા અગાઉ મેડિકલ તપાસ કરવામાં આવે છે.
તેના માટે નિર્ધારિત તારીખે યાત્રાળુએ દિલ્હીના હાર્ટ ઍન્ડ લંગ ઇન્સ્ટિટ્યૂટમાં રિપોર્ટ કરવાનો હોય છે. આમ કરવામાં ન આવે તો બેચમાંથી નામ કમી કરવામાં આવે છે.
વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે તમામ યાત્રાળુઓ એક સાથે યાત્રા કરે અને પાછા ફરે તે ફરજિયાત છે. તમામ યાત્રાળુઓની યાત્રા દિલ્હીથી જ શરૂ થશે.
યાત્રા શરૂ કરતાં અગાઉ તમારે મંત્રાલયના નિર્ધારિત અધિકારીઓને વેલિડ પાસપૉર્ટ, પાસપૉર્ટ સાઇઝના છ કલર ફોટો, 100 રૂપિયાના નોટરાઇઝ્ડ બૉન્ડ આપવા પડે છે.
આ ઉપરાંત ઇમરજન્સી સ્થિતિમાં હેલિકૉપ્ટરથી લઈ જવા માટે ઍફિડેવિટ અને ચાઇનીઝ પ્રદેશમાં મૃત્યુ થાય તો મૃતદેહનો ત્યાં જ અંતિમ સંસ્કાર કરવા માટે સંમતિપત્ર આપવું પડે છે.
આમાંથી એક પણ કાગળ નહીં હોય તો યાત્રાની મંજૂરી નહીં મળે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



