બાળલગ્ન કરાવતા ગાડીમાંથી કૂદકો મારીને ભાગેલી યુવતીએ કેવી રીતે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો
બાળલગ્ન કરાવતા ગાડીમાંથી કૂદકો મારીને ભાગેલી યુવતીએ કેવી રીતે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો
આ કહાણી છે મહારાષ્ટ્રનાં બીડ જિલ્લાનાં સોનાલી બડેની.
જેમણે સાવ નાની ઉંમરે પોતાનાં બાળલગ્ન થઈ જવા છતાં પોતાનું જીવન સુધારવા ખૂબ મહેનત કરી અને ભણીગણીને આજે એક મોટી હૉસ્પિટલમાં કામ કરી રહ્યાં છે.
સોનાલી કહે છે કે તેમનાં લગ્ન માત્ર 13 વર્ષની ઉંમરે જ થઈ ગયાં હતાં. પતિ તેમના કરતાં 17 વર્ષ મોટા હતા.
સોનાલીના મનમાં ભણવાની ગજબ લાગણી હતી, તેમણે પોતાનાં બાળલગ્નનો ખૂબ વિરોધ કર્યો અને પારિવારિક દબાણ અને નારાજગી વહોરીને પણ પોતાના ભણતર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.
તેઓ કહે છે કે જ્યારે તેમના પરિવારજનોએ બળજબરીથી તેમનાં બાળલગ્ન કરાવ્યાં તો ચાલુ વાહનમાંથી કૂદી ગયાં હતાં.
હવે એક સમયે બાળલગ્ન સામે નમતું ન જોખનારાં સોનાલી આજે એક સફળ અને સ્વાવલંબી મહિલા બની ચૂક્યાં છે, અને તેમની આસપાસના લોકોને પણ પ્રેરી રહ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



