94 વર્ષની વયે સાઇકલ લઈને ઘરેઘરે છાપાં નાખતા 'પેપરદાદા'ને મળો
ચેન્નાઈના શણમુગ સુંદરમ્. તેમની ઉંમર 94 વર્ષ છે, પણ તેમનો જુસ્સો હજુ અકબંધ છે. તેઓ આ ઉંમરે પણ સાઇકલ પર ઘરેઘરે છાપાં નાખવા જાય છે.
તેઓ છેલ્લાં 26 વર્ષથી ચેન્નાઈના ગોપાલપુરમ ક્ષેત્રના રહેવાસીઓને સમાચારપત્રો અને દૂધ પહોંચાડે છે.
તેઓ કહે છે, ''હું મારી જરૂરિયાતો માટે કોઈને પણ પરેશાન કરવા માગતો નથી. જ્યાં સુધી મારું શરીર સાથ આપશે ત્યાં સુધી હું મારું કામ ચાલુ રાખીશ. મારાં લગ્ન 1963માં થયાં હતાં ત્યારથી હું પરિવારની મદદ કરું છું.''
કોરોનાના સમયમાં પણ શણમુગ સુંદરમે લોકોને અખબાર અને દૂધ આપવાનું ચાલુ રાખ્યું હતું.
ચેન્નાઈના એક સ્થાનિક કહે છે કે, ''હું છેલ્લાં ત્રીસ વર્ષથી શણમુગ સુંદરમને જાણું છું. મારા ઘરે અખબાર પહોંચાડવામાં તેઓ એક દિવસ પણ ચૂક્યા નથી. તેઓ મારા માટે હીરો છે.''
ગોપાલપુરમના લોકો માટે શણમુગ સુંદરમ્ એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. સ્થાનિકો એમને પ્રેમથી 'પેપરથાથા' એટલે કે 'પેપરદાદા' કહીને બોલાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



